અન્ય કોઈ વ્યક્તિ કરે તો આપણને ગલીપચી કરે તો હસવું આવે છે, પરંતુ આપણે પોતે કરીએ તો એવું થતું નથી, જાણો તેનું કારણ

Posted by

કોઈને ગલીપચી કરવી ખુબ જ મસ્તી ભરેલો અહેસાસ હોય છે. જ્યારે આપણે કોઈ વ્યક્તિને ગલીપચી કરીએ છીએ, તો તેઓ જોર-જોરથી ઉછળી ને હસવા લાગે છે. સામાન્ય રીતે કમર, ગરદન અને પગનાં તળિયા વગેરે જગ્યા પર સૌથી વધારે ગલીપચી થાય છે. તેનું કારણ છે કે આ શરીરનાં સૌથી વધારે સેન્સિટિવ અંગો હોય છે.

લોકોને ગલીપચી કરવા પર તે ખુબ જ જોરજોરથી હસવા લાગે છે, પરંતુ જ્યારે આપણે પોતાને જ ગલીપચી કરીએ છીએ, તો આપણને હસવું આવતું નથી. તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે થાય છે? આ વાતનું કારણ જાણતા પહેલા સમજવાનું રહેશે કે આખરે ગલીપચી શા માટે થાય છે?

આ કારણ થી થાય છે ગલીપચી

ગલીપચી નું રહસ્ય આપણા દિમાગનાં બે હિસ્સા somatosensory cortex અને Anterior cingulate cortex માં છુપાયેલો હોય છે. પહેલો હિસ્સો આપણા શરીરના સેન્સેસન માટે જવાબદાર હોય છે અને બીજો હિસ્સો આપણી ખુશી અને હાસ્યનો અહેસાસ ઉત્પન્ન કરાવે છે.

જ્યારે કોઈ અન્ય વ્યક્તિ આપણને ગલીપચી કરવા માટે સ્પર્શ કરે છે તો cerebellum તુરંત cortex ને સિગ્નલ મોકલીને ખતરાની ઘંટી વગાડે છે. તેનાથી આપણે પોતાને સંકોચવા લાગીએ છીએ. એક પ્રકારથી દિમાગનો એક હિસ્સો ડરનો અહેસાસ મહેસૂસ કરે છે કે હવે આપણને દર્દ થશે.

વળી બીજા હિસ્સાને લીધે આપણે હસવા લાગીએ છીએ. આ બધી ચીજો એટલી ઝડપથી થાય છે કે આપણને દર્દ પણ થાય છે અને હસવું પણ આવે છે. એક પ્રકારથી તે શરીરના ડિફેન્સ મિકેનિઝમ નો પાઠ હોય છે.

પોતાના સ્પર્શ કરવા પર શા માટે ગલીપચી થતી નથી?

જ્યારે આપણે પોતાને ગલીપચી કરીએ છીએ તો આપણને તે મહેસૂસ થતી નથી. તેનું કારણ પણ આપણું દિમાગ જ છે. દિમાગ બોડી ની બધી એક્ટિવિટીને કંટ્રોલ કરે છે. તેને પોતાના અને બીજાનાં ટચનું અંતર માલુમ હોય છે. તે સમજી જાય છે કે આપણે પોતાને હાનિ પહોંચાડીશું નહીં. આપણને પોતાને કોઇ ખતરો નથી એટલા માટે જ્યારે આપણે પોતાને ગલીપચી કરીએ છીએ તો cortex પહેલાથી એલર્ટ થઈ જાય છે અને કોઈ પ્રતિક્રિયા આપતો નથી. એટલા માટે પોતાને ગલીપચી કરીને હસાવવું લગભગ અસંભવ હોય છે.

તમને શરીરનાં કયા હિસ્સા પર સૌથી વધારે ગલીપચી થાય છે, તે વાત એ બાબત પર નિર્ભર રહે છે કે તમારા શરીરનો કયો અંગ સૌથી વધારે સંવેદનશીલ છે. સામાન્ય રીતે જ્યાં હાડકાં ઓછા હોય છે ત્યાં વધારે ગલીપચી થાય છે, જેમ કે પેટ અને પગનાં તળિયા.

એટલા માટે હવે પછી જયારે કોઈ તમને ગલીપચી કરે તો તેની પાછળનું સાયન્સ પણ પોતાના દિમાગમાં જરૂરથી રાખવું. જો આ જાણકારી તમને પસંદ આવી હોય તો પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે જરૂર થી શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *