દિવાળીનાં દિવસે ઘરનાં મુખ્ય દરવાજા પર લગાવો આ ચીજો, માતા લક્ષ્મીજીની કૃપાથી તમારું ઘર પૈસાથી ભરાઈ જશે

Posted by

ભારત દેશ તહેવારોનો દેશ છે. અહીયા સમય-સમય પર ઘણાં તહેવાર ઉજવવામાં આવે છે. તેમાંથી એક તહેવાર છે દિવાળીનો. દિવાળીને પ્રકાશનાં પર્વના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે દેશમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ હિંદુ ધર્મને માનવા વાળા લોકો પોતાના ઘરની આસપાસ દીવા પ્રગટાવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘરમાં દીવો પ્રગટાવવાથી અને માં લક્ષ્મીની વિધિવત પુજા કરવાથી વ્યક્તિના જીવનમાં ધન દોલતની કમી ક્યારેય આવતી નથી. દિવાળીનો તહેવાર ખુશીઓનો તહેવારના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બધા લોકો એકબીજાના ઘરે જઈને મીઠાઈઓ આપીને ખુશીઓ કહે છે.

દિવાળીનાં સમયે થાય છે દરેક ઘરમાં સાફ-સફાઈ

દિવાળીનાં પર્વની તૈયારી માટે બધા લોકો પોતાના ઘરને યોગ્ય રીતે સાફ-સફાઈ કરે છે. ઘરની સાફ-સફાઈ બાદ જ ઘરમાં લક્ષ્મીની પુજા કરવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીને સાફ સફાઈ ખુબ જ પસંદ છે. એજ કારણ છે કે દિવાળી આવવાના અમુક દિવસ પહેલાથી જ ઘરમાં સાફ સફાઈનું કામ શરૂ થઈ જાય છે. બધા લોકો પોતાના ઘરમાં રંગ-રોગાન કરાવે છે અને તેને નવું બનાવે છે. તેની સાથે જ દિવાળીના દિવસે ઘરને દીવડાઓથી સજાવટ કરવામાં આવે છે.

ચોખ્ખા ઘરમાં નિવાસ કરે છે માં લક્ષ્મી

તે સિવાય દિવાળીના દિવસે અન્ય ઘણી ચીજોથી પણ ઘરની સજાવટ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે ઘરમાં અમુક ચીજો દિવાળીના દિવસે લાવવાથી અને તેને લગાવવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. તેનાથી જીવનમાં ક્યારેય પણ ધનદોલત સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી. આજે અમે તમને અમુક એવી ચીજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને દરેક વ્યક્તિએ દિવાળીના દિવસે પોતાના ઘરે લાવવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ફુલોથી સજાવટ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ થાય છે.

લક્ષ્મી પદચિન્હ

ઘરના મુખ્ય દરવાજા પર દિવાળીના દિવસે ભલે કંઈ પણ વસ્તુ ન લગાવવો, પરંતુ માં લક્ષ્મીનાં પદચિન્હ જરૂરથી લગાવવા જોઈએ. માં લક્ષ્મીનાં પદ ચિન્હ ઘરની અંદર તરફ આવે તેવી રીતે લગાવવા જોઈએ.

સ્વસ્તિક

એવું માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું ચિહ્ન પર લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ થાય છે. સાથોસાથ સ્વસ્તિકનું નિશાન લગાવવાથી માં લક્ષ્મીની કૃપા પણ જળવાઇ રહે છે, જેનાથી જીવનમાં ક્યારેય પણ ધનની કમી આવતી નથી.

તોરણ

એવી પણ માન્યતા છે કે દિવાળીના દિવસે ઘરના મુખ્ય દરવાજાને તોરણથી સજાવવા જોઈએ. તોરણમાં આંબા નાં પાન અથવા આસોપાલવ નાં પાનનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.

રંગોળી

ભારતમાં તહેવારોના સમયે ઘરની બહાર રંગોળી બનાવવાની પરંપરા છે. રંગોળી બનાવવાથી ફક્ત ઘરની સુંદરતામાં વધારો નથી થતો, પરંતુ દિવાળીના દિવસે ઘરના મુખ્ય દરવાજાની બહાર રંગોળી બનાવવાથી ઘરમાં બરકત જળવાઈ રહે છે. રંગોળી બનાવવાની સાથે કળશમાં પાણી ભરીને ઘરની ઉત્તર અથવા પુર્વ દિશામાં રાખવું જોઈએ. તે ખુબ જ શુભ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *