આર્યન ખાનને આ ૧૪ શરતોનાં આધાર પર મળેલા છે જામીન, જો નહીં માને તો ફરીથી થઈ જશે અંદર

બોલિવુડનાં મશહુર એક્ટર શાહરુખ ખાનનાં દિકરા આર્યન ખાનને વીતેલા ગુરૂવારના રોજ બોમ્બે હાઇકોર્ટ દ્વારા ક્રુઝ સફેદ પાવડર મામલામાં જામીન આપી દેવામાં આવેલ છે. જોકે તેના માટે અમુક પ્રક્રિયાઓ હોય છે, જે શરૂ થઈ ગઈ છે. જોકે આર્યન ખાનને છોડી દીધા બાદ બોમ્બે હાઈકોર્ટ દ્વારા વિસ્તૃત આદેશ આપવામાં આવેલ છે. તેની સાથે જ કોર્ટ દ્વારા ૧૪ શરતો પણ રાખવામાં આવેલ છે, જેના આધાર પર જ આર્યન ખાનને છોડવામાં આવેલ છે. આર્યન ખાનનાં જામીન માટે બોર્ડ ભરવાની પ્રક્રિયા પુરી થઈ ચુકી છે.

એક રિપોર્ટ અનુસાર અધિકારીઓનું કહેવું છે કે તેણે એક રાત વધારે જેલમાં રહેવું પડ્યું હતું. કારણકે તેના જામીનનાં કાગળિયા સમયસર પહોંચી શક્યા ન હતા. જેલ પ્રશાસન તરફથી દરેકની સાથે એક સરખો વ્યવહાર કરવામાં આવે છે. જણાવી દઈએ કે આર્યન ખાન જામીન માટે એક્ટ્રેસ જુહી ચાવલા એ શુક્રવારના સાંજે એક લાખ રૂપિયાના બોન્ડ સાઇન કરવા માટે સ્પેશિયલ એનડીપીએસ પહોંચી હતી. જુહી ચાવલા વિશે વાત કરતા આર્યન ખાનનાં વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે, “તે આર્યન ખાનને તેના જન્મથી ઓળખે છે. કારણ કે તેઓ વ્યવસાયે કૃપા થી એકબીજા સાથે જોડાયેલા છે.”

આર્યન ખાને બોમ્બે હાઈકોર્ટ દ્વારા નીચે જણાવવામાં આવેલા ૧૪ નિયમોના આધાર પર જામીન આપવામાં આવેલ છે. જો તેઓ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તુરંત ફરીથી તેમની ધરપકડ થઈ શકે છે.

  1. ૧ લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ જમા કરાવવાના રહેશે.
  2. આ પ્રકારના કોઈપણ મામલામાં ફરીથી સામેલ થવાનું રહેશે નહીં.
  3. આ મામલાના આરોપીઓ સાથે પણ વાતચીત કરી શકશે નહીં.
  4. એવું કોઈ કામ નહીં કરે જેની અસર કેસ પર પડે.
  5. સાક્ષી તથા સાબિતીઓ સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરશે નહીં.
  6. પોતાનો પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે.
  7. મીડિયા સાથે વાતચીત પણ કરી શકશે નહીં.
  8. પરવાનગી વગર મુંબઈ છોડી શકશે નહીં.
  9. જો મુંબઈ શહેર માંથી બહાર જવું હોય તો અધિકારીને જાણ કરવાની રહેશે.
  10. શુક્રવારે એનસીપીની ઓફિસમાં આવવાનું રહેશે.
  11. જરૂરિયાત પડવા પર તપાસમાં સહયોગ આપવાનો રહેશે.
  12. કોઈપણ ટ્રાયલમાં કાર્યવાહી મોડી થાય તેના માટેનું કારણ નહીં બને.
  13. કોર્ટમાં દરેક તારીખ પર ઉપસ્થિત રહેવાનું રહેશે.
  14. શરતોનું ઉલ્લંઘન કરવામાં આવે તો જામીન રદ્દ થઈ શકે છે.

બોમ્બે હાઈ કોર્ટ તરફથી આર્યન ખાન અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા ને ૧૪ શરતો નાં આધાર પર જામીન આપવામાં આવેલ છે. આદેશ અનુસાર આર્યન ખાન તથા તેના અન્ય સાથીઓએ ૧-૧ લાખ રૂપિયાના અંગત બોન્ડ જમા કરાવવાના રહેશે. સાથોસાથ પોતાના પાસપોર્ટ પણ જમા કરાવવાના રહેશે. આર્યન ખાન તથા અન્ય આરોપીઓ પરવાનગી વગર દેશ છોડીને જઇ શકશે નહીં.

કોર્ટના આદેશ અનુસાર આર્યન ખાન તથા તેના મિત્ર ફરીથી એવી કોઈપણ ગતિવિધિમાં સામેલ થઈ શકશે નહીં. તેની સાથે જ અરબાજ મર્ચન્ટ જેવા અન્ય આરોપીઓ મીડિયા સાથે વાતચીત પણ કરી શકશે નહીં. આરોપી અથવા આવેદન કરનાર અંગત રૂપથી અથવા અન્ય કોઈપણ રીતે સાક્ષીઓને પ્રભાવિત કરી શકશે નહીં.

કોર્ટના આદેશ અનુસાર જો આવેદન કરનાર મુંબઈ થી બહાર જાય છે તો તેણે પહેલા તપાસ અધિકારીને આ વાતની જાણકારી આપવાની રહેશે. બોમ્બે હાઈકોર્ટનો કહેવું છે કે જો આમાંથી કોઇ પણ શરતોનું ઉલ્લંઘન કરવામાં આવે છે તો એનસીબી અદાલત પાસે જ જામીન રદ કરવા માટે માગણી કરી શકે છે.

જણાવી દઈએ કે આર્યન ખાન સહિત અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા ને ૨ ઓક્ટોબરનાં રોજ ક્રુઝ પર આયોજિત થયેલ રેવ પાર્ટીમાંથી ધરપકડ કરવામાં આવેલ. આર્યન ખાનનાં જામીન માટે જિલ્લા ન્યાયાલય માં સુનાવણી થઈ હતી, પરંતુ અહીંયા અરજી નકારી દેવામાં આવી હતી. વળી બોમ્બે હાઈકોર્ટ દ્વારા આ મામલામાં સુનાવણી કરતા સમયે શાહરુખ ખાનનાં દીકરાને જામીન આપવામાં આવ્યા હતા.