આર્યન ખાનની ધરપકડ બાદ NCB સુપરકોપ એ આપ્યો જવાબ – “અમે સ્ટેટસ જોઈને કાર્યવાહી નથી કરતાં”

Posted by

સુપર સ્ટાર શાહરૂખ ખાનનાં દિકરા આર્યન ખાન હાલના દિવસોમાં ખુબ જ ચર્ચામાં છવાયેલા છે. તેને મુંબઈથી ગોવા જઈ રહેલ ક્રુઝ પર રેવ પાર્ટી ને કારણે એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. તેમાં NCB નાં ડાયરેક્ટર જોનલ ડાઇરેક્ટર ઘણા સવાલો થી ઘેરાયેલા છે, જેના પર તેમણે સ્પષ્ટતા કરી હતી. હકીકતમાં આર્યન ખાનની ધરપકડ બાદ એનસીબી ઉપર ઘણા આરોપ લગાવવામાં આવ્યા હતા. તેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું કહેવું હતું કે, “૨ ઓક્ટોબરનાં રોજ મુંબઈના તટ ઉપર એનસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી, તે નકલી હતી અને આ તપાસ દરમિયાન તેમને કોઈપણ સફેદ પાવડર મળેલ નહીં.”

તેનો જવાબ આપતા સમીર વાનખેડે એ જણાવ્યું હતું કે, “અમે ૯ નામ આપેલા છે, જેમણે પંચનામુ કરેલું છે. બધી કાર્યવાહી કાયદામાં રહીને કરવામાં આવેલી છે. અમારી એજન્સી ખુબ જ સક્ષમ છે અને પ્રોફેશનલ છે. અમારા માટે કોઈ વ્યક્તિ અથવા તેના હોદ્દા થી વધારે જરૂરી એનડીપીએસ એક્ટ છે.”

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જ્યારે સમીર વાનખેડે ને “આર્યન પાસે સફેદ પાઉડર નથી” એવો સવાલ કરવામાં આવ્યો તો તેમણે જોરદાર જવાબ આપતા કહ્યું હતું કે, “અમારો મુખ્ય લક્ષ્ય મુદ્દાને જડમુળમાંથી દુર કરવાનો છે. સફેદ પાવડરની ચેન સિવાય રિહૈબિલિટેશન પણ એક મહત્ત્વનો મુદ્દો છે. જેનો સામનો અમે કરી રહ્યા છીએ. અમારો મુખ્ય ઉદેશ્ય મહારાષ્ટ્ર અને ગોવાના સંપુર્ણ રીતે સફેદ પાઉડર મુક્ત બનાવવાનો છે. જ્યારે પણ અમને કોઈ ઇનપુટ મળે છે તો તમે નામ અને વ્યક્તિત્વને ધ્યાનમાં રાખ્યા વગર કાર્યવાહી કરી છે.”

તે સિવાય સમીર વાનખેડે એ પાછલા વર્ષોમાં પણ જે કાર્ય કર્યું છે તે બધાનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, “પાછલા અમુક વર્ષોમાં એનસીબી શ્રેષ્ઠ કામ કરતી નજર આવી રહી છે. અમે અંદાજે ૧૦૬ કેસ બુક કરેલા છે અને ૩૦૦ થી વધારે લોકોની ધરપકડ કરી છે. તેમાં ઘણા સફેદ પાવડર સપ્લાયર પણ સામેલ છે.” તેમણે આગળ જણાવ્યું હતું કે, “આ દરમિયાન અમે બે ફેકટરીને પણ ખતમ કરેલ છે, જેમાંથી એક મુંબઈના ડોંગરી માં હતી.”

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સમીર વાનખેડે ઘણા લાંબા સમયથી બોલીવુડ નશા મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે અને તેના અંતર્ગત તેમણે ઘણા લોકોની ધરપકડ પણ કરી છે. સુશાંત સિંહ રાજપુત આ મામલામાં પણ સમીર વાનખેડે એ પોતાની શાનદાર હાજરજવાબી ની સાથે અભિનેત્રી રીયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક સહિત અન્ય લોકોની ધરપકડ કરી હતી.

તે સિવાય મશહુર કોમેડિયન ભારતી સિંહ પણ સફેદ પાવડરની બાબતમાં ધરપકડ કરવામાં આવી ચુકેલ છે. રિપોર્ટનું માનવામાં આવે તો કેસની કાર્યવાહી કરવા દરમિયાન સમીર વાનખેડે ઉપર હુમલા પણ થઇ ચુક્યા છે. વર્ષ ૨૦૨૦ નવેમ્બરમાં જ્યારે તેમણે ગોરેગાંવના વિસ્તારમાં એક આરોપીને પકડ્યો હતો તો આ દરમિયાન તેમની ઉપર હુમલો પણ થયો હતો. વાનખેડે ઓપરેશન ઉપર મોટા ભાગે પોતાની ટીમ સાથે જ જાય છે.

વળી વાત કરવામાં આવે આર્યન ખાનની તો ગુરૂવારના રોજ આર્યન ખાનને જામીન મળે તેવી અપેક્ષા રાખવામાં આવતી હતી, પરંતુ એનસીબી દ્વારા વધારે પુછપરછ માટે સમયની માગણી કરવામાં આવી છે. જો આર્યન ખાન આ મામલામાં દોષી મળી આવે છે તો તેમને ૧ વર્ષની જેલ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *