આર્યન ખાનની વોટ્સઅપ ચેટમાં બોલીવુડની ટોપ એક્ટ્રેસનું નામ ખુલ્યું, નામ જાણીને વિશ્વાસ નહીં આવે

Posted by

બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનનાં દિકરા આર્યન ખાન ૧૪ દિવસથી કસ્ટડીમાં બંધ છે. સફેદ આ કેસમાં આર્યન એવી રીતે ફસાઈ ચુક્યા છે કે તેને કોઈપણ પ્રકારની રાહત મળતી નજર આવી રહી નથી. તમામ દલીલો બાદ પણ અમિત દેસાઈ આર્યને જામીન અપાવવામાં સફળ સાબિત થઈ રહ્યા છે. આર્યન ખાનની જામીન અરજી નકારી દેવામાં આવી છે. હવે તેમના વકીલે બોમ્બે હાઈકોર્ટમાં અરજી આપેલ છે. હવે બોમ્બે હાઈકોર્ટમાં આર્યન ખાનની જામીન પર ૨૬ ઓક્ટોબર મંગળવારનાં રોજ નિર્ણય થવાનો છે.

એક તરફ જ્યાં શાહરુખ ખાનનાં દીકરાને જામીન મળી નથી, તો વળી મળી રહેલ જાણકારી અનુસાર એનસીબીની ટીમ દ્વારા હવે શાહરૂખ ખાનનાં ઘર “મન્નત” ને નિશાના પર લેવામાં આવેલ છે. જાણકારી અનુસાર એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે હવે એનસીબી મન્નત માં સર્ચ ઓપરેશન કરશે અને તેના પરિવારની પણ પુછપરછ કરશે.

એનસીબી પહોંચી અનન્ય પાંડે નાં ઘરે

તમને જણાવી દઈએ કે કાલે જ આર્યન ખાનની જામીન પહેલા એક મોટો ખુલાસો થયો હતો. રિપોર્ટ અનુસાર એનસીબી નાં હાથમાં આર્યન ખાન ની વોટ્સઅપ ચેટ આવી હતી. ક્રુઝ સફેદ પાવડર પાર્ટી કેસમાં આર્યન ખાનની સાથે બોલિવુડની એક નવી ઉભરતી એક્ટ્રેસની ચેટ પ્રાપ્ત થઈ હતી. આ ચેટમાં સફેદ પાવડર ને લઈને વાત કરવામાં આવી રહી હતી. એનસીબી ની ટીમ દ્વારા ૨૦ ઓક્ટોબરનાં રોજ આ ચેટ નાં આધાર પર આર્યન ખાનનાં જામીન રદ કરાવી દીધા હતા.

વોટ્સઅપ ચેટ માં આવ્યું અનન્યા પાંડે નું નામ

હવે સમાચાર આવી રહ્યા છે તેના અનુસાર આર્યન ખાન અન્ય કોઈ નહીં, પરંતુ ચંકી પાંડે દીકરી અને એક્ટ્રેસ અનન્યા પાંડે સાથે ચેટ માં વાત કરી રહ્યા હતા. ત્યારબાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ એક્ટ્રેસનાં ઘર ઉપર છાપો મારી દીધો છે. એનસીબી નાં અધિકારી અનન્યા પાંડે નાં ઘરે સફેદ પાવડર ને લઈને પુછપરછ કરી રહ્યા છે.

અધિકારીઓએ અનન્યા પાંડે નાં ઘરની તલાશી પણ લીધી હતી. એનસીબીએ અનન્યા પાંડે ને આજે બપોરે ૨ વાગે સફેદ પાવડર કેસમાં પુછપરછ માટે બોલાવેલ હતી. સફેદ પાવડર ચેટમાં આર્યન ખાનની બહેન નું નામ પણ સામે આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે શાહરુખ ખાનને સફેદ પાવડર કેસમાં મુંબઈના એક ક્રુઝ માંથી ધરપકડ કરવામાં આવેલ હતી. આ મામલામાં આર્યન ખાન ૩ ઓકટોબરથી જેલમાં બંધ છે. વળી આજે સવારે શાહરુખ ખાન પોતાના દીકરા આર્યન ખાનને મળવા માટે આર્થર રોડ જેલ પહોંચ્યા હતા. ખબરોનું માનવામાં આવે તો લગભગ ૧૯ મિનિટ સુધી શાહરૂખ ખાને દીકરા આર્યન ખાન સાથે વાતચીત કરી હતી. બંને વચ્ચે શું વાતચીત થઈ તેને લઈને હજુ સુધી કોઇ જાણકારી સામે આવી નથી. કોર્ટ દ્વારા આર્યન ખાન ની સાથે તેમના મિત્ર અરબાઝ મરચન્ટ અને મુનમુન ધામેચા ની જામીન અરજી પણ નકારી દેવામાં આવી છે.

કોર્ટે પોતાની વાત રાખતા કહ્યું હતું કે આર્યન ખાન ની વોટ્સઅપ ચેટ પરથી સ્પષ્ટ થાય છે કે તે સફેદ પાવડર ની તસ્કરી કરતા લોકોના કોન્ટેક માં હતો. સાથો સાથ કોર્ટ દ્વારા એવો પણ તર્ક આપવામાં આવેલ હતો કે આર્યન ખાન નિયમિત રૂપથી સફેદ પાવડર સંબંધિત ગતિવિધિઓમાં સામેલ છે, એટલા માટે જામીન પર બહાર જઈને તે આવું કામ પણ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *