શાહરુખ ખાનનાં દિકરા આર્યન ખાનની ધરપકડ બાદ એક બાદ એક નવા રહસ્ય ખુલી રહ્યા છે. જણાવી દઈએ કે એનસીબી દ્વારા ક્રુઝમાં ચાલી રહેલ પાર્ટી દરમિયાન આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની ઉપર સફેદ પાઉડર લઈ જવાનો આરોપ છે. એટલું જ નહીં તેમની સાથે ૭ અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી ૩ લોકોની રિમાન્ડ વધારીને ૭ તારીખ સુધી કરવામાં આવેલ છે, જેમાં આર્યન ખાન પણ સામેલ છે.
વળી એનસીબી દ્વારા આર્યન ખાન પાસે આ મામલા સાથે જોડાયેલી ઘણી જાણકારી લેવામાં આવી રહી છે. તેવામાં તેમણે પોતાના ઘરેલુ જીવન વિશે પણ ઘણા રહસ્યો ખોલ્યા છે. તેમણે પુછપરછ દરમિયાન એવું જણાવ્યું હતું કે તેમના પિતા ખુબ જ વધારે વ્યસ્ત રહે છે, જેના લીધે તેણે પોતાના પિતા શાહરૂખ ખાનને મળવા માટે પહેલા એપોઈન્ટમેન્ટ લેવી પડે છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં “બાદશાહ” અને “કિંગ ખાન” નાં નામથી મશહુર શાહરુખ ખાન પોતાની એક્ટીંગ માટે ઓળખવામાં આવે છે.
પરંતુ હાલમાં તે પોતાના દીકરાની ધરપકડ બાદથી ખુબ જ વધારે ચર્ચામાં ચાલી રહેલ છે. આર્યન ખાને એવું પણ જણાવ્યું હતું કે તેમના પિતા ફિલ્મોમાં સારો રોલ નિભાવવા માટે ખુબ જ વધારે મહેનત કરે છે, એટલા માટે તેમનું શેડ્યુલ ખુબ જ વધારે વ્યસ્ત રહે છે અને તેણે પોતે પણ મળવા માટે તેની મેનેજર પુજા પાસે એપોઈન્ટમેન્ટ લેવી પડે છે. આર્યન ખાને એવું પણ જણાવ્યું હતું કે પિતાના વ્યસ્ત શેડ્યુલ ને કારણે તેઓ પોતાની ઈચ્છા અનુસાર પોતાના પિતાને મળી શકતા નથી, એટલા માટે તેમણે મેનેજર પાસે પોતાની એપોઇન્ટમેન્ટ બુક કરાવી પડે છે.
બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝમાં મોટું નામ કમાઇ ચુકેલા શાહરુખ ખાન હાલના દિવસોમાં પોતાના દીકરાની ધરપકડ બાદથી ખુબ જ વધારે ચર્ચામાં છવાયેલા છે, પરંતુ તેમના તરફથી હજુ સુધી આ બાબતમાં કોઈપણ પ્રકારનું નિવેદન અથવા જાણકારી આપવામાં આવી નથી. વળી કોર્ટમાં આર્યન ખાનનાં વકીલ દ્વારા તમામ દલીલ આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પણ કોર્ટ દ્વારા ૭ તારીખ સુધી તેને એનસીબી ની કસ્ટડીમાં રાખવામાં આવે છે. એનસીબી દ્વારા કહેવામાં આવ્યું હતું કે આર્યન ખાનનાં મોબાઈલ ચેકિંગ દરમિયાન ઘણા મહત્વના પુરાવા હાથ લાગ્યા છે.