તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શો છે જેની લોકપ્રિયતા દરેક ઘરમાં તમને જોવા મળશે. આ શો ખૂબ જ લાંબા સમયથી ચાલી રહ્યો છે. આ શો ના મુખ્ય પાત્ર જેઠાલાલ અને દયાબેન લોકોની વચ્ચે ખૂબ જ ફેમસ છે. જો કે શો લોકપ્રિયતા એટલી વધારે છે કે શો માં કામ કરવાવાળા બાકીના કલાકારો ની પોપ્યુલારિટી પણ કોઈનાથી ઓછી નથી. શો ની અંદર “અંજલી ભાભી” નું પાત્ર ટીવી એક્ટ્રેસ નેહા મહેતા નિભાવી રહી છે. તે શો માં તારક મહેતાની પત્નીનો રોલ પ્લે કરી રહી છે. શો માં અંજલી ભાભી તમને ભલે સિમ્પલ દેખાઈ રહ્યા હોય પરંતુ રિયલ લાઇફમાં તેઓ ખૂબ જ બોલ્ડ અને સ્ટાઇલિશ છે.
ન્યૂયોર્કમાં કરી ચુકેલા છે ફિલ્મ મેકિંગનો કોર્સ
View this post on Instagram
ખબરોનું માનવામાં આવે તો નિહાળી થોડા સમય માટે અભિનય છોડી દીધો હતો. હકીકતમાં તે ન્યૂયોર્કમાં ફિલ્મ મેકિંગનો એક કોર્સ કરવા માટે ચાલ્યા ગયા હતા. જ્યાંથી તેઓ પરત ફર્યા તો તેમને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં કામ મળી ગયું. નેહા મૂળરૂપથી ગુજરાતનાં રહેવાસી છે. પરફોર્મિંગ આર્ટસ માં તેમણે માસ્ટર્સ જ્યારે ડ્રામા ડિપ્લોમા પણ કર્યું છે.
થિયેટર સાથે પ્રેમ
View this post on Instagram
નેહાને થિયેટર સાથે ખૂબ જ પ્રેમ છે. ટીવીની દુનિયામાં આવતા પહેલા ઘણા વર્ષો સુધી ગુજરાતી થિયેટરનો હિસ્સો રહેલા છે. તે ભારતનાટ્યમ ખૂબ સારી રીતે જાણે છે. ડાન્સ કરવામાં તેમણે નિપુણતા પ્રાપ્ત કરેલ છે. નેહાનાં પિતા એક લેખક છે. એ જ કારણ છે કે તેમને એક્ટિંગ ફિલ્મમાં આવવા માટે ઘર પરિવારનો પુરો સપોર્ટ મળ્યો.
કારકિર્દી
નેહાએ પોતાની કારકિર્દીની શરૂઆત ૨૦૦૧માં આવેલી સીરીયલ “ડોલર બહુ” થી કરી હતી. ત્યારબાદ દેશ મે નિકલા હોગા ચાંદ, આયુષ્માન, મમતા, ભાભી, શકુંતલા, દિલસે દી દુઆ.. સૌભાગ્યવતી ભવ અને વાહ વાહ ક્યા બાત હૈ જેવી સિરિયલોમાં નજર આવ્યા હતા. જોકે તેમને ઘરે-ઘરે ઓળખ સબ ટીવી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માંથી મળી હતી.
તારક મહેતા શોની ફિ
View this post on Instagram
તારક મહેતા શો નો એક એપિસોડ કરવા માટે નેહા અંદાજે ૩૫ થી ૪૦ હજાર રૂપિયા લેતી હોય છે. તે મહિનામાં ૧૫ દિવસ શૂટિંગ કરે છે. હવે તમે અંદાજો લગાવી શકો છો કે નેહા ની કમાણી કેટલી હશે. આટલી કમાણી હોવાને કારણે તેમની લાઇફ સ્ટાઇલ પણ ખૂબ જ શાનદાર છે. તેમની પાસે ઓડી થી લઈને બી.એમ.ડબલ્યુ સુધીની મોંઘી કાર છે.
રિયલ લાઇફમાં છે બોલ્ડ
નેહા તમને તારક મહેતાનાં શો ભલે એકદમ સીધી સાદી લાગી રહી હોય, પરંતુ રિયલ લાઇફમાં તે ખૂબ જ બોલ્ડ છે. તે ઇંસ્ટાગ્રામ ઉપર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. અહીંયા તે ફ્રેન્ડની સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેયર કરતા રહે છે.