અસલ જીવનમાં કેવી દેખાય છે “રાધાકૃષ્ણ” સિરિયલની રાધા? માંસાહારી થી શુધ્ધ શાકાહારી બની હતી એક્ટ્રેસ

ટીવી પર હાલના દિવસોમાં રાધાકૃષ્ણ સીરીયલ ખુબ જ પસંદ કરવામાં આવી રહેલ છે. ૩ વર્ષોથી આવી રહેલ આ શો બધા દર્શકોનો ફેવરિટ બની ચુકેલ છે. ખાસ કરીને સિરિયલમાં રાધા કૃષ્ણનો રોલ કરી રહેલ મલ્લિકા સિંહ અને સુમેધ મુદગલકર બધાના ફેવરેટ કલાકાર છે. સુમેધ તો ટીવીની દુનિયામાં જાણીતું નામ છે, પરંતુ મલ્લિકા માટે આ ડેબ્યુ સીરીયલ હતી. આ સિરિયલથી તેની ફેન ફોલોવિંગ માં ખુબ જ વધારો થયો છે. ઓનસ્ક્રીન મલ્લિકા સિંહ ખુબ જ ભોળી દેખાય છે, પરંતુ રિયલ લાઇફમાં તે કેવી છે તે આજે અમે તમને જણાવીશું.

મલ્લિકા સિંહ વર્ષ ૨૦૦૦માં જમ્મુ કાશ્મીરમાં જન્મેલી હતી. જ્યારે તે ૪ વર્ષની હતી ત્યારે એક દુર્ઘટનામાં તેના પિતાનું નિધન થઈ ગયું હતું. તેવામાં તેનું પાલન-પોષણ રૂબી સિંહ દ્વારા એકલા કરવામાં આવ્યું હતું. રૂબી જમ્મુ અને કાશ્મીરમાં સ્કુલ ટીચર હતી. દીકરીએ એક્ટિંગમાં કારકિર્દી બનાવી હતી એટલા માટે તે મુંબઈમાં પોતાના પેરેન્ટ્સનાં ઘર પર શિફ્ટ થઈ ગઈ. મલ્લિકા સિંહ ની બે માસી એક્ટિંગ અને મોડલિંગનાં ફિલ્ડ સાથે સંબંધ ધરાવતી હતી. તેમની એક માસી સોનિયા સિંહ તો ટીવી જગતમાં જાણીતો ચહેરો પણ છે.

મલ્લિકા સિંહ એક વખત પોતાના નાના-નાની નાં ઘરે આવી હતી ત્યારે તેને જાણવા મળ્યું કે ટીવી સીરીયલ “રાધાકૃષ્ણ” માટે ઓડિશન ચાલી રહ્યું છે. તે માટે ઓડિશન આપવા માટે પહોંચી. સ્ટેજ ફિયર ને લીધે તે ઓડિશન આપતા સમયે નર્વસ હતી. હવે ઓડિશન નાં સમયે તો રૂમમાં બે જ લોકો હાજર હતા, પરંતુ જ્યારે તેણે સમગ્ર યુનિટ ની સામે શુટ કરવું પડ્યું તો તે ગભરાઈ ગઈ. ત્યારબાદ તેના કો-એક્ટર સુમેધ અને પ્રોડક્શન ટીમે તેને હિંમત આપી.

દિલચસ્પ વાત એ છે કે મલ્લિકા રાધાકૃષ્ણ પહેલાં ટીવી સિરિયલ “અશોકા” માટે પણ ઓડિશન આપી ચુકી છે. હવે સંજોગની વાત છે કે તે સિરિયલમાં પણ તે સુમેધની ઓપોઝિટ રોલ માટે ઓડિશન આપી રહી હતી. જોકે ત્યારે તેનું સિલેક્શન થયું ન હતું. ત્યારે સુમેધ “અશોકા” માં સુશીમ નો રોલ પ્લે કરી રહ્યા હતા. ત્યારબાદ નસીબ એવું પલટી ગયું કે મલ્લિકાને આ વખતે સુમેધ ની સાથે સીરીયલ કરવાનો અવસર મળી ગયો.

મલ્લિકા આ શોનાં રંગમાં એટલી રંગાઈ ગઈ કે સીરિયલમાં કામ કરવા દરમિયાન તેણે નોનવેજ ભોજન ખાવાનું છોડી દીધું હતું. આ બાબતમાં તે કહે છે કે હું ભલે ટીવી સિરિયલમાં રાધા નો રોલ કરી રહી હોય, પરંતુ જ્યારે કોઈ ફેન મને મળે છે તો મને અસલ રાધા રાની સમજે છે. એટલા માટે તેની ભાવનાઓને રિસ્પેક્ટ કરીને આ નિર્ણય લીધો છે. વળી ઘણા બધા એક્ટર એવા છે જે ભલે માયથોલોજીકલ રોલ પ્લે કરતા હોય, પરંતુ પોતાના અંગત જીવનમાં કોઈ ચેન્જ કરતા નથી. જોકે મને આવું કરવામાં કોઇ પરેશાની થઇ રહી નથી.

પોતાના ભવિષ્યના પ્લાન વિશે જણાવતાં મલ્લિકાએ કહ્યું હતું કે ફેન્સ તરફથી તેને રાધાના કિરદારમાં એટલો પ્રેમ મળ્યો છે કે કદાચ હવે આગળ પણ લોકો તેને ધાર્મિક સીરીયલ માં જોવાનું પસંદ કરશે, એટલા માટે જો ભવિષ્યમાં મને કોઈ ધાર્મિક ટીવી સીરીયલ અથવા ઇતિહાસ સાથે જોડાયેલ કોઈ સિરિયલમાં કામ કરવાનો અવસર મળશે તો તે રોલ હું ખુશીથી કરીશ.

એક શ્રેષ્ઠ એક્ટર હોવાની સાથે-સાથે મલ્લિકા શાનદાર ડાન્સર પણ છે. તેને આ ટેલેન્ટ પોતાની માં પાસેથી વારસા માં મળેલું છે. તે સિવાય તે પેન્ટિંગ કરવા અને ગિટાર વગાડવામાં પણ હોશિયાર છે. એટલું જ નહીં તે એક સારી જિમ્નાસ્ટ પણ છે.