અસલમાં બુઢ્ઢા થઈ ચુક્યા છે બોલીવુડનાં આ ૫ મોટા સ્ટાર્સ, જુઓ તેમની અસલી તસ્વીરો

Posted by

હિન્દી સિનેમાનાં કલાકારોને પડદા પર જોવામાં અને રિયલ લાઈફમાં જોવા પર ઘણો અંતર જોવા મળે છે. પડદા પર કલાકાર પોતાના રોલ પ્રમાણે મેકઅપમાં નજર આવે છે અને તે ઘણા સુંદર દેખાય છે. જ્યારે રિયલ લાઇફમાં મેકઅપ વગર જોવા પર તેમની સુંદરતામાં કમી જોવા મળે છે. એવી જ કઈક સ્થિતિ હાલ ઇન્ડસ્ટ્રીનાં મોટા સુપરસ્ટારની પણ છે. મેકઅપનો જ કમાલ છે કે તે ૫૦ ની ઉંમર પાર કરવા છતાં પણ પડદા પર યંગ દેખાય છે. તો ચાલો આજે અમે તમને એવા ૫ મોટા કલાકાર વિશે જણાવીશું.

અક્ષય કુમાર

બોલિવુડનાં ખિલાડી એટલે કે અક્ષય કુમાર ૫૩ વર્ષની ઉંમર પાર કરી ચુક્યા છે. પરંતુ તે છતાં પણ તે લીડ એક્ટરનાં રૂપમાં કામ કરી રહ્યા છે. તે પોતાનાથી અડધી ઉંમરની અભિનેત્રીઓ સાથે પડદા પર રોમાન્સ કરતા દેખાઈ જાય છે. વર્ષ ૧૯૯૧માં ફિલ્મ “સોગંદ” થી પોતાના ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરવાવાળા અક્ષય કુમાર ૩૦ વર્ષોથી હિન્દી સિનેમા પર રાજ કરી રહ્યા છે. ફિલ્મમાં અક્ષય ખુબ જ હેન્ડસમ નજર આવે છે. જ્યારે રિયલમાં તે વૃદ્ધત્વથી ઘેરાયેલા રહે છે. મેકઅપને કારણે તે હેન્ડસમ લાગે છે.

અજય દેવગન

વાત કરીએ હવે બોલીવુડના સિંઘમ એટલે કે અજય દેવગન ની. અજય દેવગન પણ છેલ્લા ૩૦ વર્ષોથી હિન્દી સિનેમા પર રાજ કરી રહ્યા છે. અજયનાં ફિલ્મી કારકિર્દીની શરૂઆત પણ વર્ષ ૧૯૯૧માં ફિલ્મ “ફુલ ઓર કાટે” થી થઈ હતી. ફિલ્મ હિટ રહી હતી. અજય ૫૨ વર્ષના થઈ ચુક્યા છે. પરંતુ હજુ પણ તે ફિલ્મોમાં લીડ એક્ટરનાં રૂપમાં સક્રિય છે. અજય દેવગનનો રંગ રીયલ માં ઘણો શ્યામ છે. જોકે મેકઅપને કારણે એમનો રંગ નિખરી જાય છે અને તે હેન્ડસમ પણ દેખાય છે.

રજનીકાંત

દક્ષિણ ભારતમાં રજનીકાંતને ભગવાન માનવામાં આવે છે અને તેમના ફેન્સ એમની પુજા કરે છે. રજનીકાંત મુખ્ય રૂપથી તમિલ ફિલ્મોમાં કામ કરે છે. જોકે એમણે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ૭૦ વર્ષીય રજનીકાંત ફિલ્મમાં મેકઅપને કારણે અડધી ઉંમરનાં લાગે છે. બતાવી દઇએ કે રજનીકાંતનાં સારા અભિનયનાં દરેક લોકો દિવાના છે.

સલમાન ખાન

સલમાન ખાનની ગણતરી હીન્દી સિનેમાનાં સૌથી સફળ અભિનેતાના રૂપમાં થાય છે. સલમાન ખાન ૫૫ વર્ષના થઈ ચુક્યા છે અને એમના ચહેરાથી વૃદ્ધત્વ સ્પષ્ટ દેખાય છે. વર્ષ ૧૯૮૯ થી લઈને અત્યાર સુધી સલમાન બોલીવુડમાં લીડ એક્ટરનાં રૂપમાં કામ કરી રહ્યા છે. અભિનેતા તરીકે એમની પહેલી ફિલ્મ “મેને પ્યાર કિયા” હતી. સલમાન મેકઅપને કારણે ખુબ જ હેન્ડસમ લાગે છે. જ્યારે તેમની હકીકત તો તમે ફોટામાં જોઈ જ ચુક્યા છો. મેકઅપ ૫૫ ની ઉમરનાં સલમાનને ૩૫ વર્ષનો બતાવવાનું કામ કરે છે.

શાહરૂખ ખાન

આ લિસ્ટમાં જાણીતા અભિનેતા શાહરૂખ ખાનનું નામ પણ સામેલ છે. ૫૫ વર્ષના થઈ ચુકેલા શાહરુખ ખાન રીયલ લાઇફમાં ઘણા વૃદ્ધ દેખાય છે. પરંતુ મેકઅપને કારણે તે પડદા પર ધુમ મચાવતા રહે છે. તેમના ચહેરા થી પણ મેકઅપ વગર વૃદ્ધત્વ સ્પષ્ટ દેખાય છે. જણાવી દઈએ દે કે શાહરુખ ખાન ૧૯૯૨થી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *