અશુભ નહીં નસીબદાર હોય છે Left Handers (ડાબોડી), દુનિયામાં ફક્ત ૧૨ ટકા લોકો જ ડાબોડી છે

Posted by

“તમે ખાવા પીવા માટે ડાબા હાથનો ઉપયોગ શા માટે કરો છો? ડાબા હાથનો ઉપયોગ કરનાર બાળકો ખરાબ હોય છે.” બાળપણમાં પણ તમે અવારનવાર જોયું હશે કે ડાબા હાથથી કામ કરવા પર મનાઈ ફરમાવવામાં આવતી હતી. તેમનું કહેવાનું હોય છે કે ડાબા હાથથી કામ કરવું શુભ હોતું નથી. ઘણી વખત તો આ દબાણમાં આવીને બાળકો ડાબો હાથ વધારે સક્રિય હોવા છતાં પણ જમણા હાથથી કામ કરવા માટે મજબુર બને છે.

પુજાપાઠ હોય કે કોઈ શુભ કામ હોય જમણા હાથના ઉપયોગ કરવા પર ભાર મુકવામાં આવે છે. વડીલો તો બાળકોને ડાબા હાથથી ભોજન કરવા ઉપર પણ ટોકતાં હોય છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર ડાબા હાથનો ઉપયોગ શુભ કાર્યો માટે અશુભ માનવામાં આવે છે. વળી ડાબા હાથથી ભોજન કરવાને પણ અશુભ માનવામાં આવે છે. પરંતુ વિજ્ઞાન તેને ખુબ જ ખાસ માને છે. દુનિયામાં ફક્ત ૧૨ ટકા લોકો જ ડાબા હાથનો ઉપયોગ કરવામાં સક્ષમ છે. તો ચાલો આજે અમે તમને ડાબા હાથનો ઉપયોગ કરનાર લોકોની ખાસ વાતો જણાવીએ.

આર્ટિસ્ટ હોય છે

દરેક કાર્યમાં ડાબા હાથનો ઉપયોગ કરનાર વ્યક્તિમાં એક ખાસ વાત જોવામાં આવે છે. આ લોકો પોતાના ડાબા હાથનો ખુબ જ સારી રીતે ઉપયોગ કરે છે, સાથોસાથ તેમનામાં એટલી જ અથવા તો તેનાથી થોડી ઓછી કુશળતાથી પોતાના જમણા હાથના પ્રયોગ કરવાની પણ કલા હોય છે.

બેસ્ટ આઈકયુ

સામાન્ય ભાષામાં ડાબોડી તરીકે ઓળખાતા લોકોનું આઈકયુ લેવલ પણ વધારે હોય છે. એક શોધ અનુસાર કોઈ આઇક્યુ ટેસ્ટમાં સફળ થનારા લોકોનાં લિસ્ટમાં સૌથી વધારે ડાબોડી લોકો હોય છે. શોધકર્તાઓનું માનવું છે કે ડાબા હાથનો ઉપયોગ કરનાર લોકો અન્ય લોકોની સરખામણીમાં ચીજોને એક અલગ દૃષ્ટિકોણથી જોવાની ક્ષમતા રાખે છે. વિષય ગમે તે હોય તેમનું એક અલગ સાર અથવા દિશા આપવું તેમની આદત હોય છે, જેને જોઈને લોકો પણ દંગ રહી જાય છે.

ધનવાન હોય છે

ડાબા હાથનો ઉપયોગ કરતા લોકોના જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી રહેતી નથી.  તેઓ પોતાના જીવનમાં પૈસા પણ અઢળક કમાય છે, ખર્ચ પણ ખુબ જ કરે છે. પરંતુ અંતમાં તેમણે ક્યારેય પણ પૈસાની કમી મહેસુસ થતી નથી.

મલ્ટીટાસ્કીંગ હોય છે આવી મહિલાઓ

એક શોધ અનુસાર ડાબા હાથનો ઉપયોગ કરતી મહિલાઓ એક સાથે ઘણું બધું કામ કરી શકે છે. તેનું એક કારણ છે કે તેમના દ્વારા સંતુલન જાળવવા માટે બંને હાથનો પ્રયોગ કરવો પણ સરળ હોય છે. ડાબા હાથે કામ કરતી મહિલાઓ પોતાના દિમાગને એવી રીતે નિયંત્રિત કરે છે કે તેમના બંને હાથ એક સાથે કામ કરવા લાગ્યા છે. તેમનો દિમાગ ખુબ જ ઝડપથી બંને હાથને કમાન્ડ આપવા લાગે છે. પરિણામ સ્વરૂપ આંખના પલકારામાં તેઓ બધા કામ ખતમ કરી લે છે.

રોચક જાણકારી

ડાબા હાથનો ઉપયોગ કરતા લોકો વિશે એક રોચક તથ્ય એવું પણ છે કે સામાન્ય રીતે લેફ્ટ હેન્ડેડ લોકો જન્મની સાથે જ આદત લઈને આવે છે. વૈજ્ઞાનિકો અનુસાર જો કોઈ મહિલાએ એક સાથે બે બાળકોને જન્મ આપ્યો છે તો તેમાંથી એક બાળકની લેફ્ટ હેન્ડેડ હોવાની સંભાવના હોય છે.

ખુબ જ જલ્દી શરમાઈ જાય છે

તેનું એક કારણ એવું પણ છે કે તેઓ પોતાની ભુલ ખુબ જ જલ્દી સમજી લેતા હોય છે. તેને આપણે તેમની ખાસિયત પણ કહી શકીએ છીએ. તે સિવાય લેફ્ટ હેન્ડેડ લોકો ખુબ જ ગુસ્સાવાળા સ્વભાવનાં પણ હોય છે. તેમને હંમેશા ગુસ્સો નથી આવતો, પરંતુ જો તેઓ કંઈ ખોટું જુએ તો તેઓ પોતાના ગુસ્સાને નિયંત્રિત કરી શકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *