અતુલ : પિતાજી, આજે મારા શિક્ષકે મને ૧૦૦ વખત ‘હું ગધેડો છું.’ એવું લખવા આપ્યું છે, પિતા : તો તેં શું કર્યું? પછી અતુલે એવો જવાબ આપ્યો કે પિતાનું મગજ ચકરાઈ ગયું

Posted by

જોક્સ-૧

Advertisement

માલિક (નોકરને) : હું બહાર જાઉં છું, તું દુકાન સંભાળજે.

જો કોઈ તને ઓર્ડર આપે, તો પછી તેને સારી રીતે પુરો કરજે.

થોડી વાર પછી માલિક પાછો આવ્યો અને તેણે નોકરને પુછ્યું : કોઈ ઓર્ડર આવ્યો હતો?

નોકર : હા, આવ્યો હતો, તેણે બંને હાથ ઉંચા કરીને ખુણામાં ઊભા રહેવાનો આદેશ આપ્યો હતો.

મેં ઓર્ડર સ્વીકાર્યો અને તે રોકડ લઈને જતો રહ્યો.

જોક્સ-૨

ધનીરામે સવારનું છાપું જોયું તો એમના અવસાનનાં સમાચાર તેમને વાંચવા મળ્યા.

તરત જ એમણે પોતાના એક મિત્રને ફોન કર્યો અને કહ્યું : અરે…આજના અખબારમાં મારા અવસાનનાં સમાચાર તમે વાંચ્યા?

મિત્ર : હા વાંચ્યા….. પણ તમે કયાંથી બોલી રહ્યા છો?

જોક્સ-૩

બાળપણમાં આપણે બધા બહુ નટખટ હતા,

તો હવે શું થયું?

હવે આપણા બધા નટ ઢીલા થઈ ગયા છે, અને માત્ર ખટ ખટ બચી છે.

જોક્સ-૪

રાધાનાં ઘરની ઘંટી વાગી એટલે રાધાએ દરવાજો ખોલ્યો,

સામે બે ભિખારી ઊભા હતા.

રાઘા બોલી : તો હવે તમે એકને બદલે બેની જોડી બનાવી ભીખ માંગવાનું શરૂ કર્યું છે.

ભિખારી બોલ્યો : ના બહેન! આજે મારો છેલ્લો દિવસ છે.

હું કાલે દેશમાં જવાનો છું એટલે મારા આ મિત્રને મારા દરરોજના ઘર બતાવવા સાથે લાવ્યો છું.

જેથી એને કોઈ તકલીફ ન પડે.

જોક્સ-૫

સરલા (કમલાને) : અરે, તારા પતિ પાસેથી તું આસાનીથી આટલા બધા પૈસા કઈ રીતે મેળવી શકે છે?

કમલા : બહુ સહેલી વાત છે. હું એને મારા પિયેર જવાનું કહું છું એટલે તરત જ તે મને ભાડાના પૈસા આપી દે છે.

જોક્સ-૬

કમલેશ : શેઠજી, આપ આટલા બધા પૈસાદાર કઈ રીતે બન્યા?

શેઠજી : પહેલાં હું એક પૈસાદાર માણસનો ભાગીદાર બન્યો. એની પાસે પૈસો હતો અને મારી પાસે અનુભવ!

કમલેશ : પછી શું થયું?

શેઠજી : પછી શું થયું? એની પાસે અનુભવ છે અને મારી પાસે પૈસો.

જોક્સ-૭

મેનેજર (નોકરીના ઉમેદવારને) : અરે ભાઈ, તારે માટે અહીં કોઈ નોકરી નથી.

મારી પાસે નોકરી માટે એટલા બધા માણસો રોજ આવ્યા કરે છે કે એમનાં નામ સુદ્ધાં મને યાદ રહી શકતાં નથી?

ઉમેદવાર : તો મને એ બધા માણસોના નામો લખી લેવાનું કામ સોંપો.

જોક્સ-૮

મેનેજર (સેલ્સમેનને) કેમ આજે કોઈ ઓર્ડર મળ્યો?

સેલ્સમેન : હા, એક સદ્દગૃહસ્થે ફરીથી એના ઘર પર નહીં આવવાનો ઓર્ડર આપ્યો,

અને બીજા એક ગૃહસ્થે ‘ગેટ-આઉટ’ નો ઓર્ડર કર્યો.

જોક્સ-૯

બટુક : માં, મને તું તારા લાડલો બેટો કહ્યા કરે છે, પણ મારા પર વિશ્વાસ તો રાખતી નથી.

માં : એવું તો હોય કંઈ? ગઈ કાલે મેં તને મીઠાઈના ડબાની ચાવીઓ આપી નહોતી?

બટુક : હા, ચાવીઓ આપી તો હતી, પણ એકે ચાવી લાગુ થઈ નહીં.

જોક્સ-૧૦

અતુલ : પિતાજી, આજે મારા શિક્ષકે મને ૧૦૦ વાર ‘હું ગધેડો છું.’ એવું લખવા આપ્યું છે.

પિતા : તો તેં શું કર્યું?

અતુલ : પિતાજી, મેં ૧૦૦ વાર ‘હું ગધેડો છું’ એમ લખી નાખ્યું, હવે એની નીચે તમારા નામની સહી કરો.

જોક્સ-૧૧

દાકતરે એક મહિલાને દવાની બે બાટલો આપીને કહ્યું :

જુઓ, આ બાટલીમાં દવા છે એ તમારા પતિને આપવાની, અને આ ટોનીકવાળી બાટલી તમારા પાળેલા કુતરાને આપવાની.

જો જો અદલબદલ ન થઈ જાય.

મહિલા : ના રે ના, એવું થાય તો મારા કુતરાનું આવી જ બને ને!

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *