ઓટો-ડિલીટ થઈ જશે વોટ્સઅપ પર આવેલ મેસેજ, જાણો આ નવા આવનારા ફીચર વિશે

લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સઅપ પોતાના પ્લેટફોર્મ નવા-નવા ફીચર જોડતું રહે છે. ખબરો અનુસાર વોટ્સઅપ નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર બાદ યુઝર્સ દ્વારા મોકલવામાં આવેલ મૅસેજ અમુક સમય બાદ જાતે જ ડિલીટ થઈ જશે. ફેસબુકની માલિકીની કંપની વોટ્સઅપ હાલના દિવસોમાં આ નવા ફીચરનો ટેસ્ટ કરી રહી છે. WABetaInfo ના રિપોર્ટ અનુસાર વોટ્સઅપનું આ નવું ફીચર બીટા વર્ઝન યુઝર માટે ૨.૧૯.૨૭૫ વર્ઝનમાં સ્પોટ કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ વર્ઝન ૨.૨૦.૧૯૭.૪ માં યુઝર્સને સેટિંગમાં એક Expiring Messages ને ઇનેબલ કરી શકે છે. આ ફીચર દ્વારા યુઝર્સ ૭ દિવસ બાદ ચેટમાં ઓટો-ડિલીટ મેસેજ ફીચરનો ઉપયોગ કરી શકશે. આ ફીચરનાં આવ્યા બાદ વોટ્સઅપના મેસેજ યુઝર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ સમય બાદ ચેટ માંથી ડીલીટ થઈ જશે. તેના માટે મેસેજ મોકલનાર યુઝર જે ચેટને Disappeared માર્ક કરવાનું રહેશે. હાલમાં આ ફીચર ગ્રુપ ચેટ માટે સ્પોટ કરવામાં આવેલ છે. તેના માટે યુઝરે ગ્રુપ ઇન્ફૉમાં જઈને Disappeared ને ઓન કરીને ટાઇમર ઓન કરવાનું રહેશે. ત્યારબાદ યુઝર દ્વારા મોકલવામાં આવેલ મેસેજ નક્કી કરેલ સમય બાદ જાતે ડીલીટ થઈ જશે. હાલમાં આ ફીચર પબ્લિક બેટા વર્ઝન માટે ઉપલબ્ધ થયેલ નથી.

જુના બીટા વર્ઝનમાં જાણવા મળ્યું હતું કે વોટ્સઅપનું એક્સપાયરીંગ મેસેજ ફીચર ઇન્ડીવીજુઅલ ચેટની સાથે સાથે ગ્રુપ ચેટ માટે પણ ઉપલબ્ધ થશે. આ ફીચરનો ઉદ્દેશ્ય સ્નેપચેટ જેવા એપ પર મોજુદ સેલ્ફ-ડિસ્ટ્રકટિંગ મેસેજથી થોડો અલગ છે.

રિપોર્ટ અનુસાર વોટ્સઅપનો ઇરાદો જૂની ચેટ્સને ઓટો-ડિલીટ કરીને ચેટ્સ અને ઓવરઓલ એપને હળવી બનાવવાનો છે. નવા વર્ઝનમાં ચેટ ડિલીટ કરવા માટે ૭ દિવસની સમયમર્યાદા જોવા મળી રહી છે. વળી વોટ્સઅપ ઓટો-ડીલીટ મેસેજ માટે ૧ કલાક, ૧ દિવસ, ૧ સપ્તાહ, ૧ મહિના અને ૧ વર્ષનો ઓપ્શન યુઝર્સને આપી શકે છે.

વોટ્સઅપનું Disappearing મેસેજ ફીચર થોડું ડિલીટ ફોર ઓલ ફીચરની જેમ જ છે. ડિલીટ ફોર ઓલ ફીચરમાં યુઝરને ચેટને ડીલીટ કરવાનો ઓપ્શન મળે છે. પરંતુ આ ઓપ્શન અમુક સમય માટે જ હોય છે. પરંતુ હવે યુઝર ટાઇમર લગાવીને ફોરવર્ડ કરવામાં આવેલ મેસેજ ડીલીટ કરી શકે છે.

વોટ્સઅપ દ્વારા આ પહેલા એન્ડ્રોઇડ બીટા વર્ઝન યુઝર્સ માટે નવું અપડેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ અપડેટ બાદ યુઝર્સને પોતાના વોટ્સઅપ સ્ટેટસને કોન્ટેકથી હાઇડ કરી શકશો. આ અપડેટ વર્ઝન ૨.૧૯.૨૬૦ બીટા થી રજૂ કરવામાં આવેલ છે. આ ફિચરને વોટ્સઅપ દ્વારા હાઇડ મ્યુટેડ સ્ટેટસ અપડેટ નામ આપ્યું છે.