આયુર્વેદ અનુસાર તમારા કિચનમાં રહેલી આ ચીજોથી જ તમે ઝડપથી પોતાનું વજન ઘટાડી શકો છો, આજથી ઉપયોગ શરૂ કરો

Posted by

દુનિયાની મોટી વસ્તી હાલના સમયમાં સ્થુળતા અથવા તો વધતા વજનની સમસ્યાથી પરેશાન છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે વધતા વજનની સમસ્યા ઘણા પ્રકારની અન્ય બીમારીઓનું પણ કારણ બની શકે છે. વજન વધવાથી હૃદયરોગનો ખતરો વધી જાય છે. તેવામાં બધા લોકોએ પોતાના વજનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ. વિશેષજ્ઞોનું માનવું છે કે આપણી ખાણી-પીણીની સીધી અસર વજનને પ્રભાવિત કરે છે. તેવામાં આપણે ભોજનમાં તે ચીજો જરૂરથી સામેલ કરવી જોઈએ, જે વજન ઘટાડવામાં સહાયક બને છે.

આહાર વિશેષજ્ઞો કહે છે કે વજન ઓછું કરવા માટે તમારે વધારે પરેશાન થવાની આવશ્યકતા નથી. આપણા કિચનમાં ઘણી બધી એવી ચીજો રહેલી છે, જેનો ઉપયોગ કરીને આ સમસ્યામાંથી સરળતાથી છુટકારો મેળવી શકાય છે. દરરોજ ભોજન માટે પ્રયોગમાં આવતા ઘણા બધા મસાલામાં એવા ગુણ હોય છે, જે સરળતાથી વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે. તો ચાલો તમને તેના વિશે વિસ્તારપુર્વક જણાવીએ.

વજન ઓછું કરવામાં મદદ કરે છે મરી

દરેક ઘરમાં મસાલા માટે મરી નો પ્રયોગ કરવામાં આવે છે. આહાર વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર ભોજનને સ્વાદિષ્ટ બનાવવા સિવાય મરીનું સેવન વજન ઓછું કરવામાં સહાયક હોય છે. મરી મેટાબોલિઝમ અને પાચનની સમસ્યા અને યોગ્ય કરવામાં સહાયક છે. તેવામાં મરીનું સેવન વજન ઘટાડવા માટે લાભદાયક માનવામાં આવે છે. વજન ઓછું ઘરના લોકોએ પોતાની ડાયટમાં મરી ને જરૂર સામેલ કરવી જોઈએ.

એલચી છે ફાયદાકારક

ભોજનનો સ્વાદ વધારવા વાળી એલચી વજન ઓછું કરવામાં સહાયક બની શકે છે, તેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય. એલચીમાં એવા ઘણા ગુણ મળી આવે છે, જે પાચનતંત્રને ઉત્તેજિત કરવાની સાથે ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. વજન ઓછું કરનાર લોકો માટે એલચીનો ઉપયોગ લાભદાયક સાબિત થઇ શકે છે. તેનો પ્રયોગ મસાલાની સાથે ચા માં ઉમેરીને પણ કરવામાં આવે છે.

વરિયાળીનું સેવન કરી શકો છો

આહાર વિશેષજ્ઞોનાં જણાવ્યા અનુસાર વરીયાળી ફાઇબર, એન્ટી-ઓક્સીડેન્ટ અને ખનીજનો એક સમૃદ્ધ સ્ત્રોત હોય છે, જે ફેટ બર્ન કરવામાં મદદ કરી શકે છે. વરિયાળી પાચન અને મેટાબોલિઝમને યોગ્ય રાખવામાં સહાયક બને છે. જેનાથી ભોજનના પોષક તત્વોનું અવશોષણ વધે છે અને ભુખ ઓછી લાગે છે. સવારે એક ગ્લાસ વરિયાળીનું પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. વરિયાળીનું પાણી પેટ ભરેલું મહેસુસ કર આવે છે, જેનાથી વધારે ખાવાની ઈચ્છા થતી નથી અને વજન સરળતાથી ઓછું કરી શકાય છે.

હળદર છે અત્યંત લાભદાયી

ભારતીય મસાલામાં હળદરને સૌથી વધારે કારગર ઔષધીનાં રૂપમાં માનવામાં આવે છે. હળદર એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપુર હોય છે. જે શરીર માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે સિવાય તે મેટાબોલિઝમને વધારવામાં પણ સહાયક હોય છે, જે વજન ઓછું કરવામાં મદદગાર સાબિત થાય છે. એ જ કારણ છે કે વજન ઓછું કરનાર લોકો માટે હળદરનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *