આયુર્વેદમાં આ ચુર્ણને “અમૃત” કહેવામાં આવ્યું છે, આ ચુર્ણનું સેવન કરવાથી કોઈપણ પ્રકારની બીમારી થાય છે દુર

Posted by

આમળા, બહેડા અને હરડેનાં મિશ્રણને ત્રિફળા કહેવામાં આવે છે. આયુર્વેદમાં ત્રિફળાને ખુબ જ અસરકારક માનવામાં આવે છે અને તેનુ ચુર્ણ ખાવાથી ઘણા પ્રકારના રોગોમાંથી છુટકારો મળી જાય છે. ત્રિફળા ચુર્ણનાં ફાયદા કયા-કયા છે અને કેવી રીતે ચુર્ણ લેવામાં આવે છે તેની જાણકારી આ પ્રકારે છે.

અશક્તિ દુર કરે

જો તમારા શરીરમાં કમજોરી હોય તો આ ચુર્ણ ખાવાનું શરૂ કરી દો. ત્રિફળા ચુર્ણ ખાવાથી શરીરને તાકાત મળે છે અને શરીર આસાનીથી થાકતુ નથી. તમે એક ચમચી ચુર્ણ લઈને તેમાં ઘી અને મધ અથવા ખાંડ ભેળવો આ અને તેને આરોગો. રોજ આ મિશ્રણનું સેવન કરવાથી તમારા શરીરમાં શક્તિ આવી જશે. તમે ઈચ્છો તો આ ચુર્ણને પાણી સાથે પણ લઈ શકો છો.

રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે

આ ચુર્ણ ખાવાથી પ્રતિકારક શક્તિ વધે છે અને શરીરને કોઈ પણ પ્રકારની બીમારીઓથી લડવાની તાકાત મળે છે. આ ચુર્ણ ખાવાથી શરદી, ઉધરસ અને વાયરલ તાવ નથી આવતો. એટલા માટે જે લોકોને શરદી અથવા ઉધરસની આસાનીથી થઈ જતી હોય તેવા લોકોએ આ ચુર્ણ ખાવુ.

હાઇબ્લડ પ્રેશરથી મળે આરામ

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા આજકાલ ઘણા લોકોમાં જોવા મળે છે. હાઈ બ્લડ પ્રેશર થવા પર ત્રિફળાનું સેવન કરો. ત્રિફળા ખાવાથી હાઈ બ્લડ પ્રેશર સારું થઈ જાય છે. જે લોકોને હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા છે, તે લોકો રાત્રે સૂતી વખતે દુધની સાથે ત્રિફળા ખાઈ લે. એક અઠવાડિયા સુધી દુધની સાથે ત્રિફળા લેવાથી હાઈ બ્લડ પ્રેશર દુર થઈ જાય છે.

કબજિયાતથી રાહત મળે

આ ચુર્ણ ખાવાથી કબજિયાતની તકલીફનો પણ નીકાલ મળી જાય છે. જે લોકો કબજિયાતની સમસ્યાથી પરેશાન રહે છે, તે લોકોએ હૂંફાળા પાણીમાં ત્રિફળા ચુર્ણ લેવુ. આ ખાવાથી તમારું પેટ સવાર સુધીમાં એકદમ સાફ થઈ જાય છે.

આંખોનાં રોગ દુર કરે

ત્રિફળા ખાવાથી આંખનાં રોગ મિનિટોમાં દુર થઈ જાય છે. જે લોકોની આંખમાં બળતરાની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ આ ચુર્ણને ઠંડા પાણીમાં ભેળવી દે અને આ પાણીથી તમારી આંખો ધોઈ લેવી. આ સિવાય મોતિયાબિંદ અને આંખોની રોશની ઓછી થવાની તકલીફમાં પણ એક ચમચી ચુર્ણ અને થોડા ગાયનાં દેશી ઘી અને મધમાં મેળવી લો અને આ મિશ્રણનું સેવન કરો. આવું કરવાથી આંખોની રોશનીમાં સારી એવી અસર પડે છે.

માથાનો દુખાવો દુર કરે

માથાનો દુખાવો થાય એટલે તમે ત્રિફળા ચુર્ણની અંદર હળદર અને ગીલોઈને ઉમેરીને એક મિશ્રણ તૈયાર કરો અને આ મિશ્રણનું સેવન કરી લેવું. આ મિશ્રણ ખાવાથી તમારા માથાનો દુખાવો એકદમ સારો થઈ જશે.

સ્થુળતા દુર કરે

સ્થુળતાથી પીડાતા લોકો ત્રિફળા ચુર્ણનું સેવન કરે. આ ચુર્ણ ખાવાથી સ્થુળતાની સમસ્યા માંથી છુટકારો મળી જાય છે. સ્થુળતાની સમસ્યાથી પીડાતા લોકો ત્રિફળાનું સેવન રોજ સવારે મધની સાથે કરી અને તેના ઉપર હલકુ ગરમ પાણી પી લે. એક મહિના સુધી આ મિશ્રણનું સેવન કરવાથી પેટની ચરબી ઓછી થવા લાગે છે.

મોઢાની દુર્ગંધ દુર કરે

મોઢાની દુર્ગંધ થી પીડાતા લોકો ત્રિફળા ચુર્ણનું મંજન કરે. ત્રિફળા ચુર્ણ થી મંજન કરવાથી મોઢાની દુર્ગંધ દુર થઈ જાય છે. બસ તમે દિવસમાં બે વાર તેના પાણી થી કોગળા કર્યા કરો.

શરીરમાંથી ઝેરીલા પદાર્થોનો નિકાલ કરે

ત્રિફળા ચુર્ણ ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થો બહાર નીકળી જાય છે. લોહી શુદ્ધ થવાથી ખીલની સમસ્યા નથી થતી અને શરીરના ઝેરીલા પદાર્થો બહાર નીકળવાથી ફેફસાંને લગતી બીમારી, કમળો અને બ્રોન્કાઇટીસ થી શરીરની રક્ષા થાય છે.

ચામડી માટે લાભકારક

ત્રિફળા ચુર્ણનાં ફાયદા ચામડી સાથે પણ જોડાયેલા છે અને આ ચુર્ણનાં પાણીથી મોઢાને સાફ કરવામાં આવે તો ચહેરો સુંદર બની જાય છે. આ ઉપરાંત ચામડીમાં બળતરા થવા પર જો આ ચુર્ણનાં પાણીને પ્રભાવિત જગ્યા પર લગાવવામાં આવે તો બળતરા એકદમ દુર થઈ જાય છે. તમારે બે ચમચી ત્રિફળા ચુર્ણને ઠંડા પાણીની અંદર ભેળવી દેવાનું અને આ પાણીથી તમારી ચામડીને ધોઈ લેવી. દિવસમાં બે વાર આ પાણીથી તમારી ચામડી સાફ કરવી લાભકારક છે.

ડાયાબિટીસ માં કારગર

ત્રિફળા ખાવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે અને આ રોગનાં ખરાબ પ્રભાવથી બચી શકાય છે. ડાયાબિટીસના દર્દીએ બસ રોજ થોડું ત્રિફળા ચુર્ણ પાણી સાથે લેવું. આવું કરવાથી તેમના લોહીમાં શુગરનું પ્રમાણ નહિ વધે. ત્રિફળામાં કરવામાં આવેલા ઘણા સંશોધનો પરથી સાબિત થયું છે કે તેનું સેવન કરનાર ડાયાબિટીસના દર્દીઓ માટે તે ઉત્તમ છે અને તેને ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રાખી શકાય છે.

ત્રિફળા ચુર્ણ ખાવાના બીજા પણ ઘણા બધા ફાયદા છે અને આ ચુર્ણને ખાવાથી ગેસ, પાચનક્રિયા અને પેટને સંબંધિત બીમારીઓ થતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *