આયુર્વેદનાં આ ૧૧ સુપર ફુડમાં બ્લેક ફંગસ (મ્યુકરમાઇકોસિસ) ને હરાવવાની તાકાત છે, પોતાન ડાયટમાં કરો સામેલ

કોરોના વાયરસ સંપુર્ણ રીતે અટકી ગયેલ નથી, પરંતુ હવે બ્લેક ફંગસનાં કેસ સતત વધતા જઈ રહ્યા છે. દરરોજ ઘણા બધા લોકો મ્યુકરમાઇકોસિસ ની ઝપેટમાં આવીને પોતાની આંખ ગુમાવી રહ્યા છે. ૧૨ હજારથી વધારે લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચુક્યા છે. જાણકારો અનુસાર બ્લેક ફંગસથી મૃત્યુદર ૫૪ ટકા થી વધારે છે અને એક રીતે તે કેન્સરની જેમ દર્દીનાં શરીરને નુકસાન પહોંચાડે છે. જો કે સમય રહેતાં તેની ઓળખ કરી લેવામાં આવે તો તેનો ઇલાજ થઇ શકે છે. બ્લેક ફંગસ મોટાભાગે તે દર્દીઓમાં જોવામાં આવે છે, જે કોરોના વાયરસથી સ્વસ્થ થઈ ચૂક્યા છે અને જેમને ડાયાબિટીસની સમસ્યા છે.

જેમકે તમે બધા જાણો છો કે આપણી ખાણી-પીણીની થી પણ તમામ પ્રકારની બીમારીઓ વધે છે. તેવામાં જો તમે કોરોના વાયરસથી રિકવર થઇ ચુક્યા છો તો આવી સ્થિતિમાં બ્લેક ફંગસ થી બચવા માટે તમારે પોતાના આહાર ઉપર પણ ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત છે. બ્લેક ફંગસને ઓછું કરવા માટે આયુર્વેદિક ડોક્ટર દ્વારા તેના માટે અમુક આહાર લેવાનું સુચન કરેલ છે.

આયુર્વેદની ૧૧ ઔષધિ કરી રહી છે ફંગલને રોકવામાં મદદ

બેંગ્લોરનાં જીવોતમ આયુર્વેદ કેન્દ્રના ડો.શરદ કુલકર્ણીએ મ્યુકરમાઇકોસિસ સામે ઝઝુમી રહેલા લોકોને ૧૧ ચીજોનાં સેવન પર ભાર મૂકેલો છે. તેમણે કહ્યું હતું કે જો તમે કોરોના વાયરસનાં રિકવરીનાં સ્ટેજમાં છો તો તમારી આ ચીજોને પોતાના આહારમાં લેવી જોઇએ, જેનાથી તમને ખુબ જ સપોર્ટ મળશે અને બ્લેક ફંગસથી તમે પોતાનો બચાવ પણ કરી શકશો.

હળદર

ડોક્ટર અનુસાર બ્લેક ફંગસની બીમારીમાં હળદરનું સેવન તમે તમામ રીતે કરી શકો છો. તેને તમે શાકભાજી અને પુલાવમાં પણ પ્રયોગ કરવાની સાથે-સાથે દુધમાં પણ ઉમેરીને સેવન કરી શકો છો. હળદરમાં એંટી-ઓક્સીડેંટ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ તત્વ મળી આવે છે, જે શરીરને રોગો સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે.

તેમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન-સી, વિટામિન-કે, પોટેશિયમ, કેલ્શિયમ, કોપર, આયરન, મેગ્નેશિયમ તથા ઝિન્ક જેવાં ઘણાં પોષક તત્વ મળી આવે છે. તેનું સેવન કરવાથી આપણા શરીરની ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. જેનાથી સંક્રામક રોગો સામે પોતાનો બચાવ કરી શકાય છે. હળદરમાં વાત-કફ દોષને ઓછો કરવાવાળા ગુણ હોય છે અને તે શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે. ડાયાબિટીઝનાં દર્દીઓ માટે પણ હળદરનું સેવન ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે.

સુંઠ અથવા આદુ

ચા અને ઉકાળામાં આદુનો ઉપયોગ કરવો તો સામાન્ય વાત છે, પરંતુ જો તમે તેને દુધમાં ઉકાળીને અને શાકભાજીમાં પણ પ્રયોગ કરશો તો તમને કોરોના વાયરસ અને ફંગલ ઇન્ફેક્શનમાં રાહત મળશે.

કાળા મરી

શરદી, ખાંસી અને તાવથી પીડિત લોકો માટે કાળા મરી એક શ્રેષ્ઠ ઔષધીનાં રૂપમાં કાર્ય કરે છે. આયુર્વેદમાં પણ તેનું સેવન કરવાથી શરદી અને તાવની સમસ્યાઓમાંથી રાહત મળે છે. ફંગલ ઇન્ફેક્શનમાં પણ તે મદદગાર બની શકે છે. તમે તેને ચા અને શરબત સિવાય શાકભાજીમાં પણ ઉપયોગ કરી શકો છો.

આમળા

આંબળા વિટામિન-સી નો સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે અને તેમાં ફાઈબરની માત્રા પણ મળી આવે છે, જે પાચન સુધારવામાં મદદ કરે છે. તે ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં સહાયતા કરે છે, જેનાથી આપણે ફંગલ ઇન્ફેક્શન સામે લડી શકીએ છીએ. આમળા પ્રાકૃતિક લૈગ્જેટિવનું કામ કરે છે અને શરીરથી હાનિકારક ઝેરી પદાર્થોને બહાર કાઢે છે.

તુલસી

રિકવરીનાં સમયે દરરોજ તુલસીનું સેવન કરવાથી ફંગલ ઇન્ફેકશન થી બચી શકાય છે. તુલસીનાં પાનમાં વિટામિન અને ખનીજ રહેલ હોય છે. તેમાં મુખ્ય રૂપથી વિટામીન-સી, રાઇબોફ્લેવિન, નિયાસિન, કેલ્શિયમ, ઝીંક અને આયર્ન વગેરે મળી આવે છે. ઝીંક અને વિટામિન-સી આપણા ઇમ્યુન સિસ્ટમને બુસ્ટ કરે છે. આયુર્વેદમાં તુલસીનો પ્રયોગ તમામ પ્રકારની ઔષધિ બનાવવામાં કરવામાં આવે છે. તુલસીમાં સિટ્રીક, ટાર્ટરિક, અને મૌલિક એસિડ પણ મળી આવે છે.

ગીલોય

ગિલોયનું વાનસ્પતિક નામ ટીનોસ્પોરા કાર્ડીફોલિયા છે, જેને આયુર્વેદમાં ગિલોયનાં નામથી ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં તેને અમૃત કહેવામાં આવે છે. કારણ કે તે ક્યારેય મરતું નથી. પિરિયડમાં તો બધા લોકો રોગપ્રતિરોધક ક્ષમતાને વધારવા માટે તેનો ઉપયોગ ખુબ જ કરે છે, પરંતુ રિકવરીનાં સમયે પણ તેનો પ્રયોગ લાભકારી માનવામાં આવે છે.

લીમડાનાં પાન

મોટાભાગનાં લોકો લીમડાનાં પાનને તેના કડવા સ્વાદને લીધે ખાતા નથી, પરંતુ આયુર્વેદ અનુસાર દરરોજ ભુખ્યા પેટે લીમડાનાં પાનનું સેવન કરવાથી શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. આયુર્વેદ અનુસાર લીમડાનાં પાનનું દરરોજ સેવન કરવાથી આપણું શરીર ઘણા પ્રકારના વિકારોને સંતુલિત કરે છે. સાથોસાથ ચામડી માટે પણ લીમડાનાં પાન ફાયદાકારક માનવામાં આવે છે. નહાતા સમયે પણ લીમડાનો સાબુ અને ફેસવોશનો પ્રયોગ કરવો જોઇએ.

અશ્વગંધા

અશ્વગંધાનો દરરોજ સેવન કરવાથી ચયાપચય એટલે કે મેટાબોલિઝમ યોગ્ય રહે છે અને સ્થુળતાને સમસ્યામાંથી છુટકારો મળે છે. તેમાં શરીરમાં પેદા થવા વાળા હાનિકારક ફ્રી રેડિકલ્સને નિયંત્રિત કરવાની ક્ષમતા હોય છે અને તે ઇમ્યુનિટી માટે પણ ફાયદાકારક છે. સાથોસાથ હવે આયુર્વેદિક વૈદ્ય શરદ કુલકર્ણી તેને ફંગલ ઇન્ફેક્શનમાં પણ મદદગાર બતાવે છે.

જીરુ

સામાન્ય રીતે જીરાનો ઉપયોગ રસોઈમાં શાકભાજીનો વઘાર કરવા માટે કરવામાં આવે છે, પરંતુ તમે તેને પાણીમાં ઉમેરીને તેનું સેવન કરી શકો છો. જીરામાં ચરબી, સોડિયમ અને કોલેસ્ટ્રોલ ખુબ જ ઓછી માત્રામાં મળી આવે છે. આ આહાર ફાઇબર, વિટામિન, ફોસ્ફરસ, પોટેશિયમ અને કોપરનો પણ એક સારો સ્ત્રોત છે. તેની સાથે જ કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, મેંગેનીઝ નો ખુબ જ સારો સ્ત્રોત છે. ફંગલ ઇન્ફેક્શનમાં પણ તમે પોતાની ડાયટમાં શેકેલા જીરાનું પાણી સામેલ કરી શકો છો.

લસણ

બ્લેક ફંગસ તે લોકોને પણ પોતાનો શિકાર બનાવી રહેલ છે, જેની ઇમ્યુન સિસ્ટમ કમજોર છે અને લસણનું સેવન કરવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. લસણમાં કેલ્શિયમ, આયરન, કોપર, પોટેશ્યમ અને ફોસ્ફરસ પ્રચુર માત્રામાં મળી આવે છે. તેના આ ગુણ તેને ઉત્તમ ઔષધી બનાવે છે.

લવિંગ

આયુર્વેદમાં લવિંગનો ઉપયોગ ઘણા પ્રકારની જડીબુટ્ટીઓ બનાવવામાં કરવામાં આવે છે. તેમાં હાનિકારક બેક્ટેરિયાનું મારવાની તાકાત હોય છે. લવિંગ એ કૃમિનાશક, એન્ટિ-ફંગલ, પેઇનકિલર હોય છે, જે શરીરમાં થયેલ જખમને ભરવામાં પણ મદદગાર છે. દાંતનો દુખાવો અને શ્વાસનાં દુર્ગંધથી લવિંગ મુક્તિ અપાવવા સિવાય ફંગલ ઇન્ફેક્શનમાં પણ મદદગાર સાબિત થાય છે.