આયુષ મંત્રાલય દ્વારા જણાવવામાં આવેલ આ આયુર્વેદિક ઉકાળો પીવાથી કોરોના વાયરસ તમારી નજીક પણ નહીં ફરકે

Posted by

કોરોના સંક્રમણ ભારતમાં ફેલાયું તે પહેલાથી જ આયુષ મંત્રાલય દ્વારા લોકોને ઉકાળો પીવાની સલાહ આપવામાં આવી રહી હતી. આયુષ મંત્રાલયની સલાહ છે કે દિવસમાં ઓછામાં ઓછું એક વખત ઉકાળો પીવાથી આપણે મોટાભાગે કોરોના વાયરસ થી બચી શકીશું.

શરીરને કુદરતી રીતે મજબૂત બનાવે છે ઉકાળો

આયુષ મંત્રાલય દ્વારા લોકોને જાતે ઉકાળો બનાવવા માટેની રેસિપી જણાવવામાં આવેલ છે. હકીકતમાં ઉકાળો બનાવવા માટે જે સામગ્રીઓનો ઉપયોગ કરવાની સલાહ આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે, તે બધી આપણા શરીરને કુદરતી રીતે મજબૂત બનાવવાનું કામ કરે છે.

આ બધી વસ્તુઓથી ઇમ્યુનિટી એટલે કે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત થાય છે. સૌથી સારી બાબત એ છે કે ઉકાળો બનાવવા માટે જરૂરી વસ્તુઓમાં મોટાભાગની વસ્તુઓ ઘરનાં રસોઇ ઘરમાં જ તમને સરળતાથી મળી જશે. તમે પણ એક નજર નાખીને જોઈ લો કે ઉકાળો બનાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ કરવાથી કોરોનાનો નાશ કરી શકાય છે.

આ વસ્તુઓ માંથી બનાવો ઉકાળો

  • તુલસીના પાંદડા
  • તજ
  • તીખા
  • સુંઠ
  • કિસમિસ
  • ગોળ
  • લીંબુ

આ સિવાય ભારતના દેશી નુસખા જેવા કે તુલસી, આદુ, તીખા, તજ, અજમા, ગીલોય વગેરેનો ઉકાળો પીવાથી પણ કોરોનાને દૂર ભગાવી શકાય છે.

ઉકાળો બનાવવાની રીત

આયુષ મંત્રાલય દ્વારા જણાવવામાં આવેલ રેસીપી અનુસાર ઉકાળો બનાવવાની વિધિ અહીંયા બતાવવામાં આવેલ છે. ઘરમાં જેટલા વ્યક્તિ છે તેટલા કપ પાણી લો અને તેને ગેસ પર ઉકળવા માટે મૂકો. જ્યારે પાણી ગરમ થઈ જાય તો ફ્લેમ ધીમી કરો અને તેમાં તુલસીનાં પાંદડા, તજ, તીખા, સૂંઠ, કિસમિસ અને ગોળ નાખી દો આ બધી સામગ્રીઓને નાખી દીધા બાદ જ્યારે પાણી ઉકળવા લાગે તો તેને કાઢીને ગાળી લો અને તેમાં લીંબુ નીચોવી દો.

આ ઉકાળાને દિવસમાં જો તમે બે વખત પીવો છો તો ખૂબ જ સારું સુરક્ષા કવચ તૈયાર થઈ જશે. આ ઉકાળાને પીવાથી તમે કોરોના સહિત ઘણી બીમારીઓ સામે સરળતાથી લડવા માટે સક્ષમ બની જશો.

આયુષ મંત્રાલયનાં આ નુસખાને જોઈને એ સ્પષ્ટ મતલબ કાઢી શકાય છે કે પ્રકૃતિએ આપણને કોરોના આપ્યો છે, તો તેનું સમાધાન પણ પ્રકૃતિ પાસે જ રહેલ છે. જરૂરિયાત છે તો ફક્ત વ્યક્તિએ નિરાશાના સમયમાંથી બહાર નીકળવાની. કારણ કે ચિંતા અને ગભરાટ બીમારીને વધારવાનું કામ કરે છે. પડકાર ગમે તેટલો મોટો હોય તેનું સમાધાન જરૂર હોય છે કોરોના વાયરસનાં પડકારને પણ આપણે આ રીતે જ પોતાને યોદ્ધા બનાવીને હરાવવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *