બાલ બ્રહ્મચારી હોવા છતાં પણ હનુમાનજીએ કરવા પડ્યા હતા ૩ લગ્ન, મોટાભાગનાં હનુમાન ભક્તોને પણ આ વાતની જાણકારી હોતી નથી

Posted by

સંકટમોચન હનુમાનજીનાં બ્રહ્મચારી રૂપથી તો બધા લોકો પરિચય છે. તેમને બાલ બ્રહ્મચારી પણ કહેવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે હનુમાનજીનાં લગ્ન થયેલા હતા? તેમનું પોતાની પત્ની સાથે એક મંદિર પણ છે, જેના દર્શન માટે દુર દુરથી લોકો આવે છે. કહેવામાં આવે છે કે હનુમાનજી ના તેમની પત્ની સાથેના દર્શન કર્યા બાદ ઘરમાં ચાલી રહેલ પતિ પત્નીની વચ્ચે બધો જ તણાવ ખતમ થઈ જાય છે. આંધ્ર પ્રદેશના ખમ્મમ જિલ્લામાં બનેલ હનુમાનજીનું આ મંદિર ખુબ જ મહત્વ ધરાવે છે. અહીંયા હનુમાનજી પોતાના બ્રહ્મચારી રૂપમાં નહીં, પરંતુ ગૃહસ્થ રૂપમાં પોતાની પત્ની સુવર્ચલાની સાથે બિરાજમાન છે. હનુમાનજીના બધા ભક્તો એવું જ માને છે કે તેઓ બાલ બ્રહ્મચારી હતા.

Advertisement

વાલ્મિકી, કંભ સહિત કોઈ પણ રામાયણ અને રામચરિત માનસમાં હનુમાનજીના આ રૂપનું વર્ણન મળે છે, પરંતુ પારાશર સંહિતામાં હનુમાનજીના વિવાહનો ઉલ્લેખ છે. તેની સાબિતી છે આંધ્રપ્રદેશના ખમ્મમ જિલ્લામાં બનેલ એક ખાસ મંદિર જે સાબિતી છે કે હનુમાનજીના લગ્ન થયેલા હતા.

આ મંદિર યાદ અપાવે છે રામદુતના તે ચરિત્ર નું જ્યારે તેમણે વિવાહના બંધનમાં બંધાવવું પડ્યું હતું. પરંતુ તેનો એવો અર્થ બિલકુલ પણ નથી કે ભગવાન હનુમાનજી બાલ બ્રહ્મચારી ન હતા. પવનપુત્રના લગ્ન પણ થયા હતા અને તેઓ બાલ બ્રહ્મચારી પણ હતા. અમુક વિશેષ પરિસ્થિતિઓને કારણે જ બજરંગબલી એ સુવર્ચલા સાથે વિવાહના બંધનમાં બંધાવવું પડ્યું હતું. હનુમાનજી એ ભગવાન સુર્યને પોતાના ગુરુ બનાવ્યા હતા.

હનુમાનજી સુર્ય પાસેથી પોતાની શિક્ષા ગ્રહણ કરી રહ્યા હતા. ભગવાન સુર્ય રોકાઈ શકે નહીં એટલા માટે હનુમાનજી એ આખો દિવસ ભગવાન સુર્યના રથની સાથે ઉડવું પડતું હતું અને ભગવાન સુર્ય તેમને અલગ અલગ પ્રકારની વિદ્યાઓનું જ્ઞાન આપતા. પરંતુ હનુમાનજીને જ્ઞાન આપતા સમયે ભગવાન સુર્યની સામે એક દિવસ ધર્મસંકટ ઉભું થઈ ગયું. કુલ ૯ પ્રકારની વિદ્યાઓમાંથી હનુમાનજીને તેમના ગુરુએ પ પ્રકારની વિદ્યાર્થીઓ શીખવી દીધી, પરંતુ બાકી બચેલી ૪ પ્રકારની વિદ્યા અને જ્ઞાન એવા હતા, જે કોઈ વિવાહિત વ્યક્તિને જ શીખવી શકાય.

હનુમાનજી સંપુર્ણ શિક્ષા લેવા માટેનું વચન લઈ ચુક્યા હતા અને તેઓ ઓછી વિદ્યા લેવા માટે તૈયાર ન હતા. બીજી તરફ ભગવાન સુર્યની સામે સંકટ હતું કે તેઓ ધર્મના અનુશાસનને કારણે કોઈપણ અવિવાહિકને અમુક વિદ્યાર્થીઓ શીખવી શકે નહીં. આવી સ્થિતિમાં સુર્યદેવ એ હનુમાનજીને લગ્ન કરવાની સલાહ આપી અને પોતાના વચનને પુરું કરવા માટે હનુમાનજીએ પણ વિવાહના સુત્રમાં બંધાઈને શિક્ષા ગ્રહણ કરવા માટે તૈયાર થઈ ગયા. પરંતુ હનુમાનજી માટે દુલ્હન કોણ હોય અને તે ક્યાંથી મળશે, તેને લઈને પણ તેઓ ચિંતિત હતા. તેઓમાં સુર્યદેવે પોતાના શિષ્ય હનુમાનજીને રસ્તો બતાવ્યો.

સુર્યદવે પોતાની પરમ તપસ્વી અને તેજસ્વી પુત્રી સુવર્ચલાને હનુમાનજીની સાથે લગ્ન કરવા માટે તૈયાર કરી લીધી. ત્યારબાદ હનુમાનજીએ પોતાની શિક્ષા પુર્ણ કરી અને સુવર્ચલા હંમેશા માટે પોતાની તપસ્યામાં લીન થઈ ગઈ. આવી રીતે હનુમાનજીના ભલે લગ્ન થયેલા હોય, પરંતુ તેઓ શારીરિક રૂપથી આજે પણ એક બ્રહ્મચારી જ છે.

પારાશર સંહિતામાં લખવામાં આવ્યું છે કે સુર્યદેવે પોતે કહ્યું હતું કે આ લગ્ન બ્રહ્માંડના કલ્યાણ માટે થયેલા છે અને તેનાથી હનુમાનજીનું બ્રહ્મચર્ય પણ પ્રભાવિત થયું નથી. આંધ્રપ્રદેશના જિલ્લામાં બનેલું હનુમાનજીનું મંદિર ખાસ છે. અહીંયા હનુમાનજી પોતાના બ્રહ્મચારી રૂપમાં નહીં, પરંતુ ગૃહસ્થ રૂપમાં પોતાની પત્ની સુવર્ચલાની સાથે બિરાજમાન છે.

હનુમાનજી ના બીજા લગ્નનો ઉલ્લેખ પઉમ ચરિત થી પ્રાપ્ત થાય છે. પઉમ ચરિત અનુસાર રાવણ અને વરૂણદેવ ની વચ્ચે થયેલ યુદ્ધમાં હનુમાનજીએ વરૂણદેવ તરફથી રાવણ સામે યુદ્ધ કર્યું હતું. જેના પરિણામ સ્વરૂપ આ યુદ્ધમાં રાવણની હાર થઈ હતી. યુદ્ધમાં હારી ગયા બાદ રાવણે પોતાની દુહિતા અનંતકુસુમાનાં લગ્ન હનુમાનજી સાથે કરી દીધા હતા.

જ્યારે વરૂણદેવ અને રાવણની વચ્ચે યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે હનુમાનજીએ વરુણદેવ તરફથી લડીને વરૂણદેવને વિજય અપાવી હતી. વરૂણદેવ આ વિજયથી પ્રસન્ન થયા હતા અને પોતાની પુત્રી સત્યવતીનાં લગ્ન હનુમાનજી સાથે કર્યા હતા. હનુમાનજીએ ભલે વિશેષ પરિસ્થિતિઓ અંતર્ગત ત્રણેય લગ્ન કર્યા હતા, પરંતુ તેમણે ક્યારેય પોતાની પત્નીઓની સાથે વહીવવાહિક જીવન પસાર કર્યું ન હતું અને તેઓ આજીવન બ્રહ્મચર્ય ધર્મનું પાલન કરી રહ્યા હતા.

Advertisement

Leave a Reply

Your email address will not be published.