૧૫ દિવસમાં વજન ઓછું કરવા માંગો છો તો બાબા રામદેવનાં બતાવેલા આયુર્વેદિક ડાયટ પ્લાનને અપનાવો

Posted by

વર્તમાન સમયમાં ખરાબ ખાણી-પીણી, અસ્વસ્થ જીવનશૈલી, ફાસ્ટ ફુડનું વધારે પડતું સેવન, તણાવ અને આળસને કારણે લોકો સ્થુળતાનો શિકાર થઈ રહ્યા છે. આજના સમયમાં સ્થુળતા એક મોટી સમસ્યા બનીને સામે આવી રહી છે. સ્થુળતાને કારણે ફક્ત વ્યક્તિની બહારની સુંદરતા ખરાબ નથી થતી, પરંતુ ડાયાબિટિસ, હાર્ટ ડિસીઝ અને ઇન્ફર્ટિલિટી જેવી ઘણી ગંભીર અને ખતરનાક બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે.

વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનનાં એક રિસર્ચ અનુસાર દુનિયાભરમાં અંદાજે ૧૫ કરોડ બાળકો અને યુવાનો સ્થુળતાની સમસ્યાથી પરેશાન છે અને આવતા ૧૦ વર્ષમાં આ સંખ્યા વધીને ૨૫ કરોડ થઈ જશે. વળી WHO નાં એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં કેન્સર બાદ સૌથી વધારે લોકો સ્થુળતાનો શિકાર બની રહ્યા છે. વધતા વજનને ઓછું કરવું બિલકુલ પણ સરળ હોતું નથી. સ્થુળતા માંથી છુટકારો મેળવવા માટે અમુક લોકો જીમમાં કલાકો સમય પસાર કરે છે. જોકે બાબા રામદેવનું માનવામાં આવે તો અમુક આયુર્વેદિક ઉપાયો દ્વારા સ્થુળતાની આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

યોગગુરૂ બાબા રામદેવ સ્થુળતાથી પરેશાન રહેલા લોકોને ખાણીપીણીમાં અમુક ચીજો સામેલ કરવાની સલાહ આપી રહ્યા છે. જેના દ્વારા શરીર ની એક્સ્ટ્રા ચરબી અને ઓછી કરી શકાય છે અને વધતા વજનને રોકી શકાય છે તથા વજન ઘટાડી પણ શકાય છે.

દુધી નું જ્યુસ

દુધીમાં વિટામિન એ, સી અને હાઈ ફાઈબર હોય છે. તે સ્થુળતા ઘટાડવામાં કારગર સાબિત થાય છે. વધી રહેલા વજનને ઓછું કરવા માટે તમે દુધીનું શાક, જ્યુસ અથવા તેનું સુપ નું વગેરેનું સેવન કરી શકો છો.

સફરજન

ડોક્ટર્સ પણ દરરોજ એક સફરજન સેવન કરવાની સલાહ આપે છે. સફરજનમાં એ, બી, સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટિઓક્સિડન્ટ ની ખુબ જ સારી માત્રા રહેલી હોય છે. તે મગજમાં લોહીના પ્રવાહને યોગ્ય જાળવી રાખે છે. તેવામાં સ્થુળતાથી શિકાર થયેલા લોકોને ફેટ ઓછી કરવા માટે સફરજનનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

સવારે આ ચીજોનું કરો સેવન

બાબા રામદેવ સ્થુળતા ઓછી કરવા માટે દરરોજ સવારના સમયે નારંગી અને ગાજરનું જ્યુસ પીવાની સલાહ આપે છે. તે સિવાય તમે ભુખ્યા પેટે બે ગ્રામ શુદ્ધ ચુર્ણ પણ ખાઈ શકો છો. તેનાથી પેટ યોગ્ય રીતે સાફ થઈ જાય છે. સાથોસાથ તમારે દિવસભરમાં અશ્વગંધાની ચા નું પણ સેવન કરવું જોઈએ. વજન ઘટાડવા માટે ગૌધન અર્ક પણ ખુબ જ કારગર સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *