તારક મહેતા : બબીતા થી લઈને અંજલિ સુધી, અસલ જીવનમાં કુંવારા છે આ સિતારાઓ, એક ની ઉંમર તો ૪૬ વર્ષની છે

Posted by

છેલ્લા ૧૩ વર્ષથી કોમેડી ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” દર્શકોના દિલ પર રાજ કરી રહ્યું છે. શોનાં દરેક કિરદાર પોતાના માં ઘણો ખાસ છે. માત્ર દેશમાં પરંતુ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ને વિદેશમાં પણ પસંદ કરવામાં આવે છે. હંમેશા શો ટીઆરપી લિસ્ટ માં પણ પ્રમુખ ની જગ્યા બનાવે છે. શોમાં ઘણા કલાકારને વિવાહિત બતાવ્યા છે પરંતુ રિયલ લાઇફમાં તેઓ કુંવારા છે. આજે શો ના એવા જ ૫ કલાકારો વિશે અમે તમને બતાવવા જઈ રહ્યા છે.

બબીતા ઐયર

શો માં બબીતા ઐયર મુનમુન દત્તા પોતાની સુંદરતા અને ગ્લેમરસ અવતાર થી હંમેશા ફેન્સ નું દિલ જીતી લે છે. તે શોની અને ગોકુલધામ સોસાયટી ની સૌથી સ્ટાઈલિશ મહિલા છે. તે શોમાં કૃષ્ણન સુબ્રમણ્યમ ઐયરની પત્નીના રોલમાં નજર આવે છે. પરંતુ રિયલ લાઇફમાં મુનમુન દત્તા કુવારી છે. તે ૩૩ વર્ષની થઇ ચુકી છે અને એમણે હજુ સુધી લગ્ન કર્યા નથી. તે સિંગલ હોવા માટે કહી ચુકી છે કે રિયલ લાઇફમાં એમને એમની પસંદનો છોકરો હજુ સુધી મળ્યો નથી અને તે એકદમ સિંગલ છે.

રોશન સિંહ સોઢી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ગુરુ ચરણ સિંહ, રોશન સિંહ સોઢી કિરદાર નિભાવી ચુક્યા છે. શોમાં ઘણીવાર જોવામાં આવે છે કે રોશન સિંહ સોઢી પોતાની પત્નીને ઘણો પ્રેમ કરે છે અને એમનો પ્રેમ રિલેશન હંમેશા જોવામાં આવે છે. પરંતુ રિયલ લાઇફમાં રોશન સિંહ સોઢી એટલે કે ગુરુ ચરણ સિંહ કુંવારા છે, તેમના લગ્ન નથી થયા. જણાવી દઇએ કે ગુરુ ચરણ સિંહ લાંબા સમયથી શોનો ભાગ નથી રહ્યા. એમણે વર્ષ ૨૦૧૩માં અંગત કારણોને કારણે શોને અલવિદા કહી દીધુ હતું. પરંતુ એમને શો મા ઘણા પસંદ કરવામાં આવ્યા હતા.

અંજલી મહેતા

હવે વાત કરીએ અંજલી મહેતા એટલે કે નેહા મહેતાની. શોમાં લાંબા સમય સુધી અંજલી મહેતાનું કિરદાર નેહા મહેતાએ નિભાવેલ છે. શોમાં તે થોડા વર્ષોથી આ શોનો ભાગ નથી રહી અને અંજલી મહેતાનો રોલ હાલમાં સુનેના ફોજદાર અદા કરી રહી છે. નેહા આ શોમાં તારક મહેતાની પત્નીનો રોલ નિભાવી ચુકી છે અને તેમના કામને ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. પરંતુ રિયલમાં તે કુંવારી છે. એમની ઉંમર ૪૩ વર્ષની છે અને એમણે હજુ સુધી લગ્ન નથી કર્યા.

કૃષ્ણન ઐયર

કૃષ્ણન ઐયરનાં રૂપમાં ફેન્સને જોવા મળે છે તનુજ મહાશબ્દે. તનુજ મહાશબ્દે બબીતા ઐયરનાં પતિની ભૂમિકામાં નજર આવે છે. જોકે રિયલ લાઈફ માં તનુજ પણ કુંવારા છે. તે ૪૬ વર્ષનાં છે અને હજુ સુધી સિંગલ છે. જણાવી દઇએ કે તનુજ મધ્યપ્રદેશનાં રહેવાસી છે. એમનો જન્મ મધ્યપ્રદેશનાં દેવાસ જિલ્લામાં થયો હતો.

બાવરી

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં બાવરી ઘણી ઓછી જોવા મળે છે, પરંતુ તે જ્યારે પણ નજર આવે છે દર્શકોનું મનોરંજન કરે છે. શોમાં બાવરીનાં રોલમાં મોનિકા ભદોરિયા જોવા મળે છે. મધ્યપ્રદેશનાં શહેર ગવાલિયર માં જન્મેલી બાવરી એટલે કે મોનિકા બાઘાની પાછળ દીવાની રહે છે. જોકે રિયલ લાઇફમાં તો તે સિંગલ અને કુંવારી છે. બતાવીએ કે મોનિકા પણ હવે શોનો ભાગ નથી રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *