“બબીતાજી” સાથે નહીં પરંતુ આ સુંદર અપ્સરા સાથે ડેટ પર જવાનાં સપના જુએ છે જેઠાલાલ

Posted by

સબ ટીવીના મશહુર શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” નાં ફેન્સની કોઈ કમી નથી. આ શો પડદા પર અંદાજે ૧૩ વર્ષોથી હિટ રહેલો છે. આ શોની ખાસ વાત એ છે કે તેને દરેક ઉંમરના લોકો એકસાથે બેસીને જુએ છે અને મન હળવું કરી શકે છે. જેટલો મશહુર આ શો છે, એટલા જ મશહુર આ શોનાં બધા કલાકાર પણ છે. શો માં બધા કલાકારોને ખુબ જ પસંદ કરવામાં આવે છે અને તે વ્યક્તિગત રૂપથી ઓછા અને પોતાના કિરદારનાં રૂપમાં વધારે ઓળખવામાં આવે છે. વળી આ શોનો દરેક કિરદાર એકબીજા કરતાં ચડિયાતો છે, પરંતુ આજે અમે તમને શો માં જેઠાલાલનું કિરદાર નિભાવી રહેલ દિલીપ જોશી વિશે વાત કરવાના છીએ.

હકીકતમાં દિલીપ જોશીએ પોતાના અંદાજથી દર્શકોને ખુબ જ દિવાના બનાવી રાખ્યા છે. તેઓ લોકોને ખુબ જ હસાવતા નજર આવે છે. સાથોસાથ જેઠાલાલ અને બબીતા ભાભી ની કેમેસ્ટ્રી પણ લોકોને ખુબ જ પસંદ આવે છે. વળી દરેક લોકો જાણે છે કે જેઠાલાલ બબીતાજી ની પાછળ પાગલ છે, પરંતુ જ્યારે તેમને સવાલ પુછવામાં આવ્યો કે આખરે તેમને ડ્રીમ ગર્લ કોણ છે? તો દિલીપ જોષીએ અન્ય કોઈ નું નામ લીધું હતું. તમે બધા પણ દિલીપ જોશીનાં જવાબથી ચોંકી જશો.

જણાવી દઈએ કે શો માં ભલે જેઠાલાલ બબીતાજી ને ખુબ જ પ્રેમ કરતા હોય, પરંતુ દિલચશ્પ વાત એ છે કે તેમના અસલ જીવનની ડ્રીમ ગર્લ અન્ય કોઈ છે. મહત્વપુર્ણ છે કે દિલીપ જોષી ની પત્ની જયમાલા જોશી છે. જેની સાથે તેઓ એક રોમેન્ટિક ડેટ ઉપર જવા માંગે છે. દિલીપ જોશીએ પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “હું મારી પત્ની સાથે એક નદીના કિનારે, થેમ્સ નદી પર જવા માંગુ છું અને ઇટાલિયન અથવા લેબનીઝ ભોજન કરવા માંગુ છું.” અને તેમણે પોતાના મનપસંદ વેકેશન વિશે વાત કરી હતી, “જ્યારે અમે લન્ડન ગયા હતા તો અમને એક રસોઈ નામનું રેસ્ટોરન્ટ મળ્યું હતું, જે તેને ખુબ જ પસંદ આવ્યું હતું.”

દિલચસ્પ વાત એ છે કે જેઠાલાલનું કિરદાર ઈન્ટરનેટ ઉપર પણ ખુબ જ વાયરલ થતું રહે છે. શો સાથે જોડાયેલ ઘણી ચીજો ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહે છે અને ઘણા મિમ્સ પણ બનાવવામાં આવે છે, જે શોની પોપ્યુલરીટીને જાળવી રાખે છે. વળી દિલીપ જોષીનાં કીરદાર ની વાત કરવામાં આવે તો તેમને ખુબ જ સહજ રીતે જેઠાલાલના રોલને પડદા પર ઉતારેલ છે. શરૂઆતથી જ તેઓ આ શોનો હિસ્સો બનેલા છે અને દર્શકોને પણ તેમને ખુબ જ પ્રેમ આપેલો છે. શોમાં જેઠાલાલ ટપુની મમ્મીનાં પતિ છે, પરંતુ અસલ જીવનમાં તેમની પત્ની જયમાલા છે, જેને તેઓ ખુબ જ પ્રેમ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *