“બચપન કા પ્યાર” ગાઈ ને ફેમસ થયેલા આદિવાસ ગરીબ બાળક પર ફીદા થાય સિંગર બાદશાહ, કરી નાંખી આવી ઓફર

Posted by

સોશિયલ મીડિયા પર દરરોજ નાની-મોટી ઘટનાઓનાં વિડીયો વાયરલ થતા રહે છે. હાલનાં દિવસોમાં એક બાળકનો સ્કુલ યુનિફોર્મમાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં બાળક “જાને મેરી જાને મન બચપન કા પ્યાર” ગીત ગાતો નજર આવી રહ્યો છે. આ વિડીયો જેવો જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. સિંગર રેપર બાદશાહે તેને પોતાની સાથે એક ગીત માટે લોન્ચ કર્યો છે.

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે. જેના પર ક્યારે શું વાયરલ થઈ જાય, કોઈને ખબર નથી પડતી. વ્યક્તિની કિસ્મત ક્યારે પલટાઈ જાય કોઈ ભરોસો નથી. રાનું મંડલ  જેને કોણ નથી જાણતું. રાનું મંડલ એક સમયે કોલકત્તાના રેલ્વે પ્લેટફોર્મ પણ ગીત ગાઇને લોકોનું મનોરંજન કરતી હતી. ત્યાં પોતાના અવાજથી લોકોનું મનોરંજન કરી પોતાના માટે બે સમયની રોટીનો જુગાડ કરતી હતી. પરંતુ રાતોરાત રાનું મંડલની કિસ્મત એવી પલટી કે તેને અવાજના બેતાજ બાદશાહ હિમેશ રેશમિયાએ તેને રસ્તાથી ઉઠાવીને એક સ્થાન આપ્યું. તેને પોતાના ફિલ્મના ગીત માટે લોન્ચ કરી. આ રીતે એક બીજા સ્કુલ બાળકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

હકીકતમાં સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો જેમાં બાળક “બચપન કા પ્યાર મેરી ભૂલ નહિ જાના” ગીત ગાતા નજર આવી રહ્યો છે. આ વીડિયોને જેવો જ છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે સાંભળ્યો તો તે બાળકના દિવાના થઈ ગયા. જ્યારે મુખ્યમંત્રીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો વાયરલ કરી દીધો. જ્યાં “બચપન કા પ્યાર” વાળું ગીત હાલનાં સમયે સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. આ ગીતને ગાવા વાળા બાળકને છત્તીસગઢના મુખ્યમંત્રીએ સન્માનિત કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by PATNA in HD (@patnahd)

છત્તીસગઢનાં સુકમા નો રહેવાવાળો વિદ્યાર્થી સહદેવ દિરડો એ આ સોંગને ગાયું છે. આ ગીત પછી ફક્ત મુખ્યમંત્રી ભુપેશ બઘેલ જ દિવાના નથી થાય, પરંતુ સિંગર બાદશાહે પણ આ ગીતને સાંભળ્યા બાદ બાળક સાથે ફોન પર વાત કરી. આ સાથે જ તેમણે પોતાની સાથે ગાવા માટે લોન્ચ કરવાની વાત કહી છે. જ્યારે આ ગીતની ઓરીજનલ ગાયક મોનુ અલબેલા છે. તેમણે પણ બાળકના ગાવાનાં ટેલેન્ટને ઘણું પસંદ કર્યું છે અને વધામણી પણ આપી છે.

જ્યારે મુખ્યમંત્રી ભુપેશ બઘેલે વિદ્યાર્થી સહદેવ સાથે મુલાકાત કરી, તેનું સ્વાગત કર્યું. એટલું જ નહિ મુખ્યમંત્રીએ બાળકને ગીત ગાવા કહ્યું, જેમાં બાળક” બચપન કા પ્યાર” ગીત ગાતા નજર આવી રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે બાળકના ગળામાં માળા પહેરાવી છે અને તે ત્યાં ગીત ગાતા નજર આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભુપેશ બઘેલે જેવો જ આ બાળકનો વિડીયો પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો. ત્યારે બાદથી તો બાળકના ગીતે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી. બોલીવુડ સિંગર બાદશાહ આ ગીતને સાંભળ્યું, તેને પસંદ આવ્યા બાદ સહદેવને પોતાના ગીતમાં ઓફર આપી દીધી. ત્યારબાદ બાદશાહે બાળક સાથે ફોન પર વાત કરી અને તેને ચંદીગઢ બોલાવી લીધો.

હાલમાં આ વિડીયો આ સમયે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. આ બાળકનાં વિડીયો ને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. હવે. જોવાની વાત એ હશે કે આ બાળક ક્યાં સુધી પહોંચી શકે છે. એક સમયે રાનું મંડલ પણ સમાચારોમાં હતી પરંતુ હવે આ બાળક સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છવાયેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *