સવારે ભૂખ્યા પેટે પલાળેલા ચણા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે. પલાળેલા ચણા,પલાળેલી બદામ ની તુલનામાં પણ ઘણા વધારે પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે. તે તમને આખો દિવસ ઊર્જાવાન બનાવી રાખે છે અને તેનાથી તમારું મગજ પણ તેજ થાય છે, લોહી ચોખ્ખું બને છે જેનાથી તમારા ચહેરા પર નિખાર આવે છે. સ્થૂળતા થી છુટકારો મેળવવા માટે પણ તે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો તમે દરરોજ એક મુઠી ચણાનું સેવન કરો છો, તો શરીર સાથે જોડાયેલી નાની-મોટી ઘણી બીમારીઓમાં થી હમેશાં માટે છુટકારો મળી જશે. પલાળેલા ચણા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ્સ, ફાઇબર, કેલ્શિયમ, આયરન અને વિટામિનનો સારો સ્ત્રોત હોય છે. પલાળેલા ચણા બ્લડ સર્ક્યુલેશનને પણ ખૂબ જ સારું કરવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ કે પલાળેલા ચણા ખાવાથી શું ફાયદા થાય છે.
રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે
તેનાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. પલાળેલા ચણા ખાવાથી પાચનક્રિયાને સારી થાય છે, સાથોસાથ કબજિયાત અપચો અને એસિડિટીની સમસ્યામાંથી રાહત મળે છે. ચણામાં વિટામિન સિવાય ક્લોરોફિલ અને ફોસ્ફરસ જેવા મિનરલ્સ મળી આવે છે, જે શરીરને બીમારીઓથી દૂર રાખે છે.
પ્રોટીનનો સારો સ્ત્રોત
ચણા અન્ય પોષક તત્વોની સાથે સાથે પ્રોટીનનો પણ સારો સ્ત્રોત છે. શરીરની કોશિકાઓની જાળવણી માટે અને નવી કોશિકાઓના વિકાસ માટે પણ પ્રોટીનની આવશ્યકતા હોય છે. ચણાનું નિયમિત સેવન કરવાથી તમે શરીરમાં પ્રોટીનની પૂર્તિ કરી શકો છો.
ડાયાબિટીસમાં ફાયદાકારક
ચણા ડાયાબિટીસના દર્દી દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો તમને ડાયાબિટીસ છે અને તમે તેને ઠીક કરવા માંગો છો તો તેના માટે પલાળેલા ચણા ખાવાનું શરૂ કરી દો. એક મુઠ્ઠી ચણાને આખી રાત પલાળી રાખો અને તેને સવારે ભૂખ્યા પેટે ખાવાનું શરૂ કરી દો. પરંતુ એક વખત ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.
સ્થૂળતા ઘટાડે
તમને જણાવી દઈએ કે ભૂખ્યા પેટે પલાળેલા ચણા ખાવાથી તમને સ્થૂળતા માંથી પણ છુટકારો મળી શકે છે. તેનાથી તમને તાકાત મળે છે અને સાથે સાથે વજનને કંટ્રોલ કરવામાં પણ ફાયદો મળે છે. ચણામાં ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ ઓછું હોય છે, જે વધુ પડતી ભૂખને નિયંત્રિત કરીને વજન ઘટાડવામાં સહાયક બને છે.
આંખો માટે
ચણા બીટાકેરોટિન નામના તત્વથી ભરપૂર હોય છે, જે આંખો માટે લાભદાયક છે. તે સિવાય ચણામાં વિટામીન-સી પણ મળી આવે છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે.
એનીમિયામાં લાભકારક
એનિમિયા જે લાલ રક્ત કોશિકાઓના વિકાસમાં અડચણરૂપ સાબિત થતી હોય છે. તે થવાનું સૌથી મોટું કારણ આયર્નની કમી છે. ચણા આયરન થી સમૃદ્ધ હોય છે, એટલા માટે એનિમિયા થી છુટકારો મેળવવામાં તમને ચણા મદદ કરી શકે છે.
સ્ફૂર્તિ વધારે
ચણા તાકાત માટે ખૂબ જ ફાયદાકારક છે અને જો તમે થાક મહેસૂસ કરી રહ્યા છો અને શરીરમાં એનર્જીની કમી મહેસૂસ થાય છે, તો તેના માટે પલાળેલા ચણાનું સેવન નાસ્તામાં કરો. તે અમુક હદ સુધી તમને એનર્જી આપે છે અને તમારી સ્ફૂર્તિ જાળવી રાખશે.
Wow nice ane ha Hu pn roj chana khau really body mate bahuj Sara 6