ભારત અને પાકિસ્તાનની મેચ રદ્દ કરવાને લઈને બીસીસીઆઇનાં ઉપાધ્યક્ષનું મોટું નિવેદન

Posted by

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા ચર્ચાનો વિષય રહે છે અને હવે જ્યારે બંને દેશો વચ્ચે કોઈક ક્રિકેટ મેચ રમાય છે, તો ચારો તરફ તેની ચર્ચા થાય છે અને બધાની નજર તેના ઉપર ટકેલી હોય છે. હવે ૨૪ ઓક્ટોબર ને રવિવારનાં રોજ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ટી-૨૦ વર્લ્ડકપ ની મેચ રમાડવામાં આવશે, જેને લઇને બધાને ખુબ જ ઉત્સુકતા છે. ટી-૨૦ વિશ્વકપમાં આ મેચ રવિવારનાં રોજ દુબઈમાં રમવામાં આવશે અને આ મેચની બધી ટિકિટો વેચાઈ ચુકી છે.

ભારત અને પાકિસ્તાન વિશ્વ કપમાં જ્યારે એકબીજા સાથે ટકરાય છે, તો તેની ચર્ચા ચારોતરફ થતી રહે છે. વળી વિશ્વકપમાં પાકિસ્તાને ભારતને ક્યારે પણ હરાવેલ નથી અને હંમેશા ભારતને વિશ્વ કપની મેચમાં જીત પ્રાપ્ત થયેલી છે. હવે ભારત અને પાકિસ્તાનની મેચ પહેલા વાતાવરણ ખુબ જ ગરમાયેલું છે અને આ મેચને રદ કરવાની માંગણી ઉઠી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ભારતના જવાનો ઉપર હુમલો કર્યો હતો, જેમાં ભારતનાં ૯ જવાન શહીદ થયા છે, જેના કારણે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ રમવું જોઈએ નહીં એવી માંગણી ઉઠી છે.

યુનિયન મીનીસ્ટર ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે, “ભારતે પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમવી જોઈએ નહીં. હાલનું વાતાવરણ સારું નથી, જેના લીધે આ મેચ રમવી યોગ્ય નથી.” હવે દેશભરમાં ઘણાં લોકો મેચ ન રમવાની વાત કરી રહ્યા છે, પરંતુ બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ તેના ઉપર મોટું નિવેદન આપ્યું છે. રાજીવ શુક્લાએ કહ્યું છે કે, “ભારતીય જવાનો પર થયેલા હુમલાથી અમે ખુબ જ દુઃખી છીએ અને અમે તેની ઉપર કડક પગલાં ઉઠાવીશું. વળી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ની વાત કરવામાં આવે તો તે રદ કરી શકાય નહીં. કારણ કે આ મેચ વિશ્વ કપમાં રમાઈ રહેલ છે, જે આઇસીસી અંતર્ગત આવે છે, જેના લીધે આપણે આ મેચ રમવી જ પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *