બહુ જ ધાર્મિક છે મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણી, આ ભગવાનનાં નામથી કરે છે દિવસની શરૂઆત

અંબાણી પરિવારની વહુ નીતા અંબાણી એક સફળ બિઝનેસવુમન હોવાની સાથે સાથે ખૂબ જ ગ્લેમરસ પણ છે. એ જ કારણ છે કે તે અવારનવાર ચર્ચામાં છવાયેલ રહે છે. વળી નીતા અંબાણી એક બિઝનેસવુમન તો જરૂર છે, પરંતુ તે પોતાના ઘર-પરિવારની જવાબદારીઓને પણ ખૂબ જ સારી રીતે સંભાળે છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ પોતાની ઓળખ પોતાના દમ પર બનાવેલ છે. તેવામાં તેમના વિશે દરેક વ્યક્તિ વધુમાં વધુ જાણવાની કોશિશ કરે છે.

૫૭ વર્ષીય નીતા અંબાણીનો જલવો હજુ પણ જોવાલાયક છે અને સુંદરતાની બાબતમાં તે ઘણી બોલીવુડ એક્ટ્રેસને પણ ટક્કર આપતી નજર આવે છે. તમને જણાવી દઈએ કે તેમની ફેશન સેન્સ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ કડીમાં તેઓ જ્યારે પણ ટ્રેડિશનલ પહેરે છે તો ખૂબ જ સુંદર દેખાય છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે લક્ઝરી અને ગ્લેમરસ લાઈફસ્ટાઈલની શોખીન નીતા અંબાણી ખૂબ જ ધાર્મિક છે. જી હાં, ધર્મ અને પૂજાપાઠમાં તેઓ ખૂબ જ ઊંડી આસ્થા ધરાવે છે. જણાવવામાં આવે છે કે નીતા અંબાણી ભગવાન શ્રીકૃષ્ણ અને ગણપતિ બાપાનાં અનન્ય ભક્ત છે.

અંબાણી પરિવાર ભગવાન શ્રીનાથજીમાં રાખે છે આસ્થા

જણાવી દઈએ કે ફક્ત નીતા અંબાણી નહિ પરંતુ સમગ્ર અંબાણી પરિવાર જ શ્રીનાથજીમાં ખૂબ જ ઊંડી આસ્થા ધરાવે છે. શ્રીનાથજી, શ્રીકૃષ્ણનાં જ બાલ સ્વરૂપ છે અને તેમનું મંદિર રાજસ્થાન નાથદ્વારામાં સ્થિત છે. જેથી કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા નીતા અને મુકેશ પહેલા રાજસ્થાન નાથદ્વારા સ્થિત શ્રીનાથજીનાં મંદિરમાં જરૂર જાય છે.

આકાશ, અનંત અને ઈશાનાં જ્યારે લગ્ન થયા હતા, તો નીતા અને મુકેશ સૌથી પહેલાં અહીં આમંત્રણ આપવા માટે ગયા હતા. એટલું જ નહીં જ્યારે ઇશા અંબાણીનાં ફંકશનની શરૂઆત નીતા અંબાણીએ ભગવાન શ્રીનાથજી નાં ભજન પર નૃત્ય કરી હતી.

લીલાધર મુરલીવાળા શ્રી કૃષ્ણની ભક્તિમાં સમગ્ર અંબાણી પરિવાર હંમેશાથી ડૂબેલો નજર આવે છે. અંબાણી પરિવારમાં કોઈ શુભ કાર્ય હોય કે કોઈ શુભ સંદેશ હોય તો શરૂઆત શ્રીકૃષ્ણનાં નામ થી જ કરવામાં આવે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અંબાણી પરિવારે પોતાના ઘરમાં જ ભગવાન શ્રી કૃષ્ણનું એક ખુબ જ સુંદર મંદિર બનાવી રાખ્યું છે.

નીતા અંબાણી શ્રીકૃષ્ણના અનન્ય ભક્ત છે. આ વાતનું પ્રમાણ તેમણે ત્યારે આપ્યું હતું જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ ચોથી વખત વિજેતા બની હતી. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ ૨૦૧૯માં ચોથી વખત વિજેતા બની હતી તો નીતા અંબાણી આઈપીએલ ટ્રોફી લઈને કૃષ્ણનાં મંદિરમાં પહોંચી ગયા હતા.

ગણપતિ ભક્તિમાં નીતા રહે છે સૌથી આગળ

દરેક વર્ષે ગણેશ ઉત્સવનાં અવસર પર નીતા અને મુકેશ અંબાણી પોતાના ઘરમાં રિદ્ધિ સિદ્ધિનાં દાતા ગણપતિ બાપાને પોતાના ઘરમાં સ્થાપિત જરૂરથી કરે છે. આ ખાસ અવસર પર એંટાલીયામાં ખેલ જગત અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં ઘણા મોટા દિગ્ગજ પણ દર વર્ષે સામેલ થાય છે.

એટલું જ નહીં નીતા અંબાણી અને તેમનો સમગ્ર પરિવાર તિરુપતિ બાલાજીમાં પણ અતૂટ શ્રદ્ધા ધરાવે છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણી પરિવારની સાથે અવારનવાર તિરુપતિ બાલાજીનાં દર્શન માટે જાય છે. મીડિયા રિપોર્ટમાં માનવામાં આવે તો મુકેશ અને નીતાનાં દિકરા અનંતે એક વખત તિરુપતિ બાલાજી મંદિરમાં સફેદ રંગનો દુર્લભ પ્રજાતિનો હાથી દાન કરેલ હતો.