બાહુબલીનાં ભલ્લાલદેવની એક આંખ ખરાબ છે અને તેઓની ફક્ત એક આંખ જ કામ કરે છે, જાણો કેવી રીતે થઈ આવી હાલત

Posted by

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઘણી બધી ફિલ્મો બહુ જ ધમાકેદાર બનતી હોય છે. સાઉથની ફિલ્મોમાં એવા-એવા કારનામાં થાય છે, જે વાસ્તવિક જિંદગીમાં ક્યારે થઇ શકતા નથી. સાઉથની ફિલ્મોમાં જે થાય છે તેની માત્ર આપણે કલ્પના જ કરી શકીએ છીએ. બાહુબલી એ ફિલ્મોમાંથી જ એક છે. ફિલ્મ બાહુબલી જેટલું નામ અને પૈસા અત્યાર સુધી કોઈ પણ ફિલ્મે કમાયેલ નથી. બાહુબલી ફિલ્મનું નામ ઇતિહાસના પન્નાઓમાં નોંધાઈ ચૂક્યું છે. આ ફિલ્મ એમજ સુપરહિટ સાબિત નહોતી થઈ. તેને સુપર હિટ બનાવવા માટે ફિલ્મના બધા કલાકારોએ ખૂબ જ મહેનત કરી.

Advertisement

ફિલ્મ બાહુબલીમાં રાણા દગ્ગુબાતી ભલ્લાલદેવની ભૂમિકામાં જોવા મળ્યા હતા. એમની ભૂમિકા લોકોને ખૂબ જ પસંદ આવી હતી. હાલમાં આ એક્ટરે પોતાની ગર્લફ્રેન્ડ મિહીકા બજાજ જોડે સગાઈ કરી છે. આ કારણને લીધે તેઓ આ દિવસોમાં તે સમાચારોમાં છવાયેલા છે. વીતેલા દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર રાણા દગ્ગુબાતી અને મિહીકા બજાજ ની સગાઈની તસ્વીરો ખૂબ જ વાયરલ થઈ હતી. આ દરમિયાન આ એક્ટરનું એક ઇન્ટરવ્યુ વાયરલ થયું છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. આ ઇન્ટરવ્યુમાં અત્યારે બતાવ્યું છે કે તેમને માત્ર એક આંખથી જ દેખાય છે.

નથી દેખાતું એક આંખથી

દરમિયાન, એક શો માં એક મહિલાની વાતોથી દુઃખી થઈને, રાણા દગ્ગુબાતી એ આ વાતનો ખુલાસો કર્યો હતો. શોમાં રાણા દગ્ગુબાતી તે મહિલાને કહે છે કે તેમને એક આંખથી દેખાતું નથી. આ દરમિયાન તેમણે બતાવ્યું કે તેમને જમણી આંખમાં સમસ્યા હોવાને કારણે તેમને માત્ર ડાબી આંખ જ દેખાય છે. સાથે જ એમણે એમ પણ કહ્યું કે આ આંખ પણ કોઇએ તેમને મર્યા પછી દાનમાં આપી હતી. તેમના પ્રમાણે જો તેઓ પોતાની જમણી આંખ બંધ કરી લે તો તેમને કંઈ પણ દેખાશે નહીં.

શો માં કર્યું જાહેર

એક શો દરમિયાન દર્શકોના વચ્ચે રાણા દગ્ગુબાતી એ આ વાતને જાહેર કરી હતી. એક્ટરે જ્યારે આ વાત બધાને બતાવે તો ત્યાં હાજર બધા લોકો ભાવુક થઈ ગયા. તેમણે બધાના સામે આ રહસ્યને જાહેર એટલા માટે કર્યો કે તેમના ફ્રેન્ડ્સ અને દર્શકોનો પ્રોત્સાહન વધી શકે. તેમણે કહ્યું કે જિંદગી એવી રીતે જીવવી જોઈએ, જેનાથી તમને તમારી કોઈ પણ ખામી તમારા સપનાને પુરા થવાથી રોકી ન શકે. બતાવી દઇએ કે, તેલુગુ શો માં તેમણે પોતાના આ રહસ્ય પરથી પરદો ઉઠાવ્યો હતો.

બધા ચોંકી ગયા


એક્ટરની આ વાત સાંભળી બધા લોકો ચોંકી ગયા હતા. જ્યારે તેમણે કહ્યું હતું, “તમને એક વાત કહું? મને મારી જમણી આંખ થી જરાય પણ દેખાતું નથી. મને માત્ર મારી એક આંખથી જ દેખાય છે.” આ ખુલાસા એ સાથે શો ના એન્કર થી લઈને ઓડિયન્સ સુધી બધાને હેરાન કરી દીધા હતા. આ ખામી હોવા છતાં પણ રાણા દગ્ગુબાતી એ પોતાની કારકિર્દીમાં સફળતા મેળવી લીધી છે. ઘણા બધા લોકો છે જે એમનાથી પ્રેરણા પ્રેરણા લઈ શકે છે. તેમજ એક રિપોર્ટમાં પહેલા પણ આ વાત જાહેર થઈ ચૂકી છે કે રાણા દગ્ગુબાતી ને જમણી આંખ થી દેખાતું નથી અને આ સમસ્યા તેમને નાનપણથી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *