સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ફિલ્મો બહુ ધમાકેદાર બનતી હોય છે. સાઉથની ફિલ્મોમાં એવી વસ્તુઓ થાય છે જે અસલી જિંદગીમાં ક્યારેય નથી થઇ શકતી. સાઉથની ફિલ્મોમાં જે દર્શાવવામાં આવે છે તે માત્ર અમે કલ્પનામાં જ વિચારી શકીએ છીએ. બાહુબલી એ ફિલ્મોમાંથી જ એક ફિલ્મ છે.
ફિલ્મ બાહુબલી જેટલો પૈસો અને નામ અત્યાર સુધી કોઈ પણ ફિલ્મ કમાઈ નથી. બાહુબલી ફિલ્મનું નામ ઇતિહાસના કાગળોમાં લખાઈ ચૂક્યું છે. આ ફિલ્મ એમ જ સુપરહિટ સાબિત નથી થઈ હતી. તેને સુપર હિટ બનાવવા માટે ફિલ્મના કલાકારોએ બહુ જ મહેનત કરી હતી. આ કલાકારોની મહેનતે જ ફિલ્મને સુપરહિટ બનાવી હતી.
પરંતુ આ ફિલ્મમાં જે એક કલાકારની ચર્ચા ચારે બાજુ થઈ હતી તે કટપ્પા હતા. બાહુબલી રિલીઝ થવા પર છે દરેક વ્યક્તિ જાણવા માંગતો હતું કે આખરે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? આ ડાયલોગ ઉપર ઘણા જોક્સ પણ બન્યા હતા. જોકે “બાહુબલી-૨” માં આ વાતનો જવાબ મળી ગયો હતો.
પરંતુ આજે અમે આ પોસ્ટમાં કટપ્પા નહીં પરંતુ તેમના દીકરાની વાત કરીશું. બાહુબલીમાં જે અભિનેતાએ કટપ્પાનો રોલ કર્યો હતો તેમનું નામ સત્યરાજ છે. પરંતુ શું આપને ખબર છે કે ફિલ્મમાં ભયાનક દેખાવા વાળો કટપ્પાનો એક દીકરો પણ છે, જે ઈન્ડસ્ટ્રીનો મશહૂર અભિનેતા છે. જી હા, કેટલાય લોકોને ખબર નહીં હોય પરંતુ તમને બતાવી દઈએ કે કટપ્પાનો એક દીકરો પણ છે.
કટપ્પાનો દીકરો છે બહુ જ હેન્ડસમ
બતાવી દઇએ કે સત્યરાજનાં દીકરાનું નામ સિબિરાજ છે. સિબિરાજ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક ઓળખીતા અભિનેતા છે. ફિલ્મમાં ભયાનક દેખાવા વાળા કટપ્પાંનો દિકરો ખૂબ જ હેન્ડસમ અને હોટ છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન સિબિરાજે કહ્યુ હતું કે એમના માટે આદર્શ એમના પિતા જ છે અને એ તેમના જ બતાવેલા રસ્તા ઉપર ચાલે છે.
સિબિરાજ દેખાવમાં ખૂબ હેન્ડસમ છે અને તેના લાખો ફેન છે. આજે અમે તમારા માટે કટપ્પાનાં દીકરા સિબિરાજનાં અમુક ફોટોસ લઈને આવ્યા છીએ. સત્યરાજની એક સુંદર દીકરી પણ છે જેનું નામ દિવ્યા છે. દિવ્યા એમ તો એક નુટ્રીશિયાનિસ્ટ છે અને પોતાની જાતને બોલિવૂડથી દૂર રાખે છે.
બતાવી દઇએ કે બાહુબલી તમિલ અને તેલુગુ ભાષામાં બનેલી એક ભારતીય ફિલ્મ છે. બાહુબલીનું નામ બોલીવુડ ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધારે કમાણી કરવાવાળી ફિલ્મોમાં સામેલ છે.
જેટલી કમાણી બાહુબલી ૧ અને ૨ એ કરેલ તેટલી કમાણી અત્યાર સુધી કોઇપણ ફિલ્મે કરી નથી. રિલીઝ થયેલી ફિલ્મ “બાહુબલી-૨” એ સફળતા ના બધા જ રેકોર્ડ તોડીને કમાણીના મામલામાં બધાને પાછળ છોડી દીધા હતા. તેની ડબિંગ હિન્દી, મલયાલમ અને કેટલી અન્ય ભાષાઓમાં પણ કરવામાં આવી છે. એસ.એસ. રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ૧૦ જુલાઈ ૨૦૧૫માં પહેલીવાર દર્શકો સામે આવી હતી.
આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબતી, અનુષ્કા શેટ્ટી અને તમન્ના ભાટિયા મુખ્ય કલાકારોમાં છે. બાહુબલીની અપાર સફળતા પછી “બાહુબલી-૨” બનાવવામાં આવી અને તે પણ સુપરહિટ સાબિત થઈ હતી.