કોરોના વાયરસનો કહેર હવે રોકાવાનું નામ નથી લઈ રહ્યો. ભારતમાં પણ ૩૫ હજારથી વધારે લોકો આ ખતરનાક વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ વાયરસને કારણે ભારતમાં અત્યાર સુધીમાં ૧ હજારથી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. કોરોના વાયરસની સૌથી મોટી પરેશાની એ છે કે આ વાયરસ સામાન્ય ફ્લુ ની તુલનામાં ત્રણ ગણો ઝડપથી ફેલાય છે. તેવામાં તેનાથી બચવા માટે સામાજિક અંતર જાળવવું ખૂબ જ જરૂરી છે. એ જ કારણ છે કે દેશભરમાં હજુ લોકડાઉનને વધારીને ૧૭ મે સુધી કરી દેવામાં આવ્યું છે.
જોકે ૧૭ મે બાદ પણ આ વાયરસ એટલો સરળતાથી જવાનો નથી, એટલા માટે ભવિષ્યમાં પણ આપણે ઘણા પ્રકારની સાવધાની રાખવાની રહેશે. કોરોનાનાં આ વાતાવરણમાં ઘણી વખત ફળ, શાકભાજી કરિયાણું વગેરે લેવા માટે મજબૂરીમાં ઘરેથી બહાર નીકળવું પડે છે. જો તમે પણ આ બધો સામાન લેવા માટે જઈ રહ્યા છો, તો અમુક વિશેષ વાતોનું ધ્યાન રાખવાનું રહેશે. જો તમારા તરફથી થોડી પણ બેદરકારી રાખવામાં આવી તો તમે શાકભાજીની સાથે કોરોના વાયરસને પણ પોતાને ઘરે લાવી શકો છો.
સામાજિક અંતર
કોરોના થી બચવા માટે સામાજિક અંતર ખૂબ જ મહત્વનું છે. કોઈપણ સામાનની દુકાન પર જતા પહેલા જોઈ લેવું કે તે દુકાન પર વધારે ભીડ તો નથી ને. હંમેશા તે દુકાન જ પસંદ કરવી જ્યાં ભીડ ઓછી હોય. દુકાનની બહાર સામાન લેતા સમયે પણ અન્ય ગ્રાહકો અને દુકાનદાર થી સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું.
માસ્ક અને સ્વચ્છતા
જે પણ દુકાનેથી સામાનની ખરીદી કરો છો ત્યાં સુનિશ્ચિત કરી લો કે દુકાનદારનાં મોઢા પર માસ્ક લગાવેલ છે કે નહીં. તેની સાથોસાથ દુકાનદારના હાથમાં ગ્લવઝ પણ હોવા જોઈએ. તે દુકાન પર સાફ સફાઈનું કેટલું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તે વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
ઉતાવળ કરવી નહીં
દુકાનેથી જ્યારે પણ સામાન ખરીદો તો કોઈપણ પ્રકારની ઉતાવળ કરવી નહીં. જો દુકાન પર પહેલાથી કોઇ ગ્રાહક છે તો તેના જવાની રાહ જોવી. તે સિવાય ફક્ત તે સામાનને જ સ્પર્શ કરવો જેની જરૂરિયાત હોય, અન્યથા સામાન ડાયરેક્ટ પોતાની થેલી માં નંખાવી દેવો.
સેનેટાઈજેશન
બહાર જતા સમયે પોતાની સાથે હેન્ડ સેનેટાઈઝર ની એક બોટલ પણ લઈ જવી. જ્યારે પણ પૈસા અથવા કોઈપણ સામાન્ય હાથ લગાવો તો હાથને સેનેટાઈઝ કરી લેવા. સાથોસાથ બજારમાં પોતાના નાક, આંખ અને ચહેરાને ઓછામાં ઓછી વખત સ્પર્શ કરવા.
ઘરે આવીને સફાઈ
જ્યારે સામાન લઈને ઘરે આવો છો તો પોતાના હાથને ફરીથી સેનેટાઈઝ કરો. જો ખાવાનું સામાન ફુલ પેકેટમાં છે તો તેને પણ સેનેટાઈઝ કરી શકો છો. શાકભાજી અને ફળ જેવી ચીજોને ગરમ પાણીથી ધોઇ લો. કાચા શાકભાજી અને સલાડ ખાવાથી બચો.
જો તમે આ નિયમોનું પાલન કરો છો તો કોરોના તમારા ઘરમાં ક્યારેય જગ્યા નહીં બનાવી શકે અને તમારો પરિવાર સુરક્ષિત રહેશે. ધ્યાન રાખો કે કોરોના વાયરસ ૨૪ કલાકથી લઈને ૧ સપ્તાહ સુધી બહારની સપાટી પર જીવિત રહી શકે છે. એટલા માટે જે સમાનને ધોઈ ન શકાય તેને બહારથી લાવ્યા બાદ ૧ સપ્તાહ માટે અલગ કરી દો. જે થેલીમાં તમે સામાન લાવો છો તેને પણ સારી રીતે ધોઈ લો.