IPL 2021 ની બાકી બચેલી મેચ પહેલા ધોનીએ વજન ઘટાડીને બધાને ચોંકાવી દીધા, ઇન્ટરનેટ પર છવાઈ ગઈ માહી ની તસ્વીરો

ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ સ્થગિત થયા બાદ ચેન્નઈ સુપર કિંગનાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતાના પરિવારની સાથે સમય પસાર કરી રહેલ છે. જોકે આ દરમિયાન તેઓ પોતાને ફિટ રાખવા માટે ખુબ જ મહેનત કરી રહેલ છે. ધોનીએ આઇપીએલ ૨૦૨૧ની બાકી બચેલી મેચનાં આયોજન પહેલા પોતાનું વજન ઘટાડી દીધું છે. હવે તેમની નવી તસ્વીરોમાં તેઓ સ્લિમ નજર આવી રહ્યા છે. ધોની નો અવતાર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયેલ છે. પાછલા દિવસોમાં ધોનીએ પોતાના ૪૦મો જન્મદિવસ ઉજવ્યો હતો. વળી થોડા દિવસો પહેલા ધોનીનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તે પોતાના ઘોડાની સાથે ફાર્મ હાઉસમાં રેસ લગાવતા નજર આવી રહ્યા હતા.

મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા ધોની

ફિટનેસની બાબતમાં ધોની યુવા ક્રિકેટર થી બિલકુલ ઓછા નથી. ધોનીની સ્ફુર્તિ તેમની વિકેટકીપિંગ માં પણ નજર આવે છે. ધોની ક્રિકેટ ની વચ્ચે ઝડપથી દોડ લગાવનાર સ્ફુર્તિલા વિકેટકીપર રહેલા છે. હાલમાં જ ધોનીને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવેલ હતા. તે સિંગર રાહુલ વૈદ્યના લગ્નમાં સામેલ થવા માટે અહીં પહોંચ્યા હતા. એરપોર્ટ પર ધોની સ્લિમ અને ફિટ લુકમાં નજર આવ્યા હતા.

દાઢી-મુંછ માં ધોની

૭ જુલાઈનાં રોજ મહેન્દ્રસિંહ ધોનીએ પોતાનો ૪૦મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમણે પોતાનો બર્થ ડે રાંચી સ્થિત ફાર્મ હાઉસ પર મિત્રો અને પરિવારની સાથે ઉજવ્યો હતો. ધોની પરિવારની સાથે શીમલા ફરવા માટે પણ ગયા હતા. આ દરમિયાન ધોનીનો દાઢી-મુંછ વાળો નવો લુક પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. ધોનીનો આ લુક ફેન્સને ખુબ જ પસંદ આવ્યો હતો.

૧૭ સપ્ટેમ્બરથી શરૂ થશે આઇપીએલ

વળી આઇપીએલ ૨૦૨૧ની વાત કરવામાં આવે તો કોરોના ને લીધે આઇપીએલ ની હાલ ની સિઝન ને બીસીસીઆઈએ ૪ મે નાં રોજ સ્થગિત કરી દીધી હતી. હવે આ ટૂર્નામેન્ટની ૩૧ મેચ રમવાની બાકી છે. આઇપીએલ ૨૦૨૧ને હવે સપ્ટેમ્બરમાં ફરીથી શરૂ કરવામાં આવશે. તેની બાકી બચેલી મેચ યુએઈમાં રમાડવામાં આવશે. રિપોર્ટ અનુસાર આઇપીએલ ૨૦૨૧ની બાકી બચેલી મેચ ૧૭ સપ્ટેમ્બર થી શરૂ થનાર છે. વળી તેની ફાઇનલ ૧૫ ઓક્ટોબરનાં રોજ રમાડવામાં આવશે.