બાળક જિરાફને ઘાસ ખવડાવી રહ્યો હતો અને જિરાફે બાળકને હવામાં ઉછાળ્યો અને પછી….

ઘણી વખત એવી પરિસ્થિતિ સામે આવી જતી હોય છે, જેના વિષે લોકોને ક્યારેય અંદાજો હોતો નથી કે તેમના માટે તે જીવલેણ અથવા ગંભીર સ્થિતિમાં લાવીને મુકી દેશે. ખાસ કરીને જો તમે જાનવરોની પાસે છો તો તમારે હંમેશા સતર્ક રહેવાની જરૂરિયાત છે. કારણકે કોઈ પણ સમયે કોઇ સામાન્ય સ્થિતિ પણ ગંભીર પરિસ્થિતિમાં બદલી શકે છે. આવું જ કંઈક એક સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહેલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. જેમાં એક વિશાળકાય જિરાફ એક બાળકને હવામાં ઉછાળે છે.

માતા-પિતા ની સતર્કતાથી બાળક બચી ગયો

સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયોમાં જોઇ શકાય છે કે આખરે કેવી રીતે એક માતા-પિતાએ કોઈપણ જાતના ડર વગર જિરાફ ની સામે તેને અમુક ઘાસ ખવડાવી રહ્યા હોય છે. તે પોતાના બાળકને પણ થોડું ઘાસ જિરાફ ને ખવડાવવા માટે આપે છે. જોકે માતા-પિતા તે વાતથી અજાણ હોય છે કે તેનું બાળક તેના લીધે મુશ્કેલીમાં પણ મુકાઈ શકે છે.

જિરાફે બાળકને હવામાં ઉછાળ્યો

બાળક જેવું જિરાફ અને ઘાસ ખવડાવવાની કોશિશ કરે છે તે ઘાસ સહિત બાળકને હવામાં ઉઠાવી લે છે. ત્યાં હાજર પેરેન્ટ્સ આ જોઈને ગભરાઈ જાય છે અને તુરંત પોતાના બાળકનાં પગ પકડીને નીચે ખેંચી લેતા હોય છે. જોકે બાળકને તો બચાવી લેવામાં આવેલ પરંતુ આ ઘટના જીવલેણ પણ બની શકે તેમ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તેને ૩ લાખથી વધારે લોકો લાઈક કરી ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Krishnan Swaminathan (@kswaminathan)

ઘણી વખત લોકોને જાનવરોની પાસે જતા સમયે સુચના આપવામાં આવે છે કે તેમણે યોગ્ય અંતર જાળવીને રાખવું જોઈએ. કારણ કે થોડી ચુક પણ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઇ શકે છે. અવારનવાર સોશિયલ મીડિયા પર એવા ઘણા વિડીયો વાયરલ થતા રહે છે, જેમાં વ્યક્તિ પોતાની મુર્ખાઈને લીધે જીવ ગુમાવી બેસે છે. તેમાં આ વિડિયો શેર કરવાનો અમારો ઉદ્દેશ્ય એવો પણ હતો કે આ પ્રકારની ભુલ ફરીથી થાય નહીં.