બાળકનાં ગળામાં સિક્કો અટવાઈ જાય તો તુરંત કરો આ ઉપાય, જાણી લેશો તો ક્યારેય કામ આવશે

Posted by

નાના બાળકો મોટાભાગે રમતિયાળ હોય છે. તેઓ કોઈપણ રંગબેરંગી ચીજો જોઈને સૌથી પહેલા તેને પોતાના મોઢામાં મુકીને ઓળખવાની કોશિશ કરતા હોય છે. તેમના માટે તેમનું સેન્સર તેમની જીભ અને આંગળીઓ જ હોય છે. એટલા માટે જન્મ બાદ ત્રણ વર્ષ સુધીનું બાળક એવી કોઈ પણ ચીજ જેને તે પકડીને ઉપાડી શકે છે તેને મોઢામાં મુકે છે. જોકે આ એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ ઘણી વખત બાળકો આ ચીજોને મોઢામાં લઈને ગળી જતા હોય છે. આ ચીજોમાં સિક્કા અને પ્લાસ્ટિક સૌથી વધારે ફેમસ છે.

સિક્કો ગળી જવો ખતરનાક છે

સમય રહેતા જો બાળકના ગળામાં ફસાયેલ સિક્કો કાઢવામાં ન આવે તો બાળકના જીવ ઉપર જોખમ પણ ઉભો થઈ શકે છે. આવું એટલા માટે કારણ કે મોટાભાગના મામલામાં આ સિક્કો બાળકોનાં ફુડ પાઇપ માં ફસાઈ જાય છે. જે થોડા સમય સુધી રોકાઈ શકે છે, પરંતુ જો આ સિક્કો બાળકની શ્વાસ નળીમાં અટકી જાય છે, તો તુરંત ઉપચાર કરવો જરૂરી હોય છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ ધીરજથી કામ લેવું જોઈએ અને ગળામાં ફસાયેલી વસ્તુને બહાર લાવવા માટે આ ટિપ્સને અજમાવવી જોઈએ.

બાળકના ગળામાં ફસાયેલ સિક્કો કાઢવા માટે અપનાવો આ ટીપ્સ

બાળકનાં ગળામાં ફસાયેલો સિક્કો કાઢવા માટે સૌથી પહેલા બાળકને આગળની તરફ ઝુકાવો હવે છાતીને એક હાથથી દબાવો અને બીજા હાથથી તેની પીઠ ઉપર પ થી ૬ વખત થપકી આપો. આ પ્રક્રિયાને ૨ થી ૩ વખત પુનરાવર્તન કરો. તેના લીધે તેની છાતીમાં કફ બનશે અને ગળી ગયેલો સિક્કો બહાર આવી જશે.

ગળામાં સિક્કો ફસાઈ જવા પર બાળકના પેટના ઉપરના ભાગને બંને હાથથી પકડો અને એક ઝટકાથી દબાવતા રહો. તેનાથી છાતીનો શ્વાસ નીચે જશે નહીં અને ઉપર તરફ આવશે અને સિક્કો બહાર નીકળી જશે.

ગળામાં સિક્કો ફસાઈ જવા પર ખાસી થવા લાગે છે. તેવામાં બાળકને ત્યાં સુધી ખાંસી કરવા માટે કહેવું જોઈએ જ્યાં સુધી કફ ન બને. કફની સાથે ગળી ગયેલી વસ્તુ પણ બહાર આવી જશે. આવી સ્થિતિમાં જો બાળકને છીંક આવે તો તે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. કારણ કે છીંક આવવાથી શ્વાસ નળીમાં અટવાઈ ગયેલી ચીજ બહાર આવી શકે છે.

જો તમારું બાળક તમારી વાત સમજવા યોગ્ય છે તો તેને ખાંસી કરવા માટે કહો. જ્યાં સુધી કફ ન બની જાય ત્યાં સુધી આવું કરતા રહો. કારણ કે કફની સાથે શ્વાસ નળીમાં ફસાયેલી ચીજ બહાર આવી શકે છે.

જો સિક્કો નીકળી રહ્યો ન હોય અને બાળક લીલું પડવા લાગે તો તેને તુરંત ડોક્ટર પાસે લઈ જવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *