બાળક પર પડવાની હતી દિવાલ પરંતુ ત્યારે માં એ કઈક કર્યું એવું કે દુનિયા કરી રહી છે પ્રસંશા, લોકોએ કહ્યું – “માં તે માં, બીજા વગડા નાં વા”

Posted by

માં અને બાળક નો સંબંધ આ દુનિયામાં સૌથી અદભુત અને નિરાળો હોય છે. માં એક બાળકને હંમેશા મમતામયી દૃષ્ટિથી જુએ છે. ભલે તેનું બાળક ગમે તેટલી ઉંમરનું હોય અને ગમે તેટલું મોટું થઈ ગયેલું હોય. હકીકતમાં કહેવામાં આવે તો દુનિયામાં એક માં જેટલો પ્રેમ પોતાના બાળકને કરે છે, ભાગ્યે જ એટલો પ્રેમ બાળકને કોઈ કરતુ હશે. તે દરેક સમયે પોતાના બાળકની જીદ પુરી કરવાની કોશિશ કરે છે. એટલું જ નહીં તે દરેક મુસીબત માં તેનો સાથ આપે છે. વળી પોતાના બાળક પર જ્યારે કોઈ મુસીબત આવે છે તો તે પોતાના ઉપર લઈ લે છે.

જણાવી દઈએ કે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક માં પોતાના બાળકને બચાવવા માટે પોતાના જીવની પણ પરવાહ કરતી નથી. મહત્વપુર્ણ છે કે હૃદયસ્પર્શી આ વીડિયો સોશિયલ મીડિયાનાં અલગ-અલગ પ્લેટફોર્મ પર ખુબ જ છવાયેલો છે. વળી આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને મોટી સંખ્યામાં તેને પસંદ પણ કરવામાં આવી રહ્યો છે.

જલ્દી એક વાયરલ થયેલ વિડિયો થોડી સેકન્ડનો છે, જેમાં જોઇ શકાય છે કે એક માં પોતાના બાળકને લઈને એક દિવાલ ની બાજુમાં બેસી હોય છે. તે પોતાના બાળક સાથે વાતો કરી રહી હોય છે અને તેની વચ્ચે તેને મહેસુસ થવા લાગે છે કે દિવાલ નીચે તરફ પડી રહી છે. એટલામાં અમુક સેકન્ડમાં જ હકીકતમાં દિવાલ નીચે પડવા લાગે છે. તેવામાં માં પોતાના બાળકને બચાવવા માટે બાળકની તેની ઉપર આવી જાય છે અને પોતાના શરીરથી બાળકને ઢાંકી દે છે અને ઈંટોને પોતાની ઉપર પડવા દે છે.

મહત્વપુર્ણ છે કે આ વીડિયો ટ્વિટર પર આઈએફએસ સુશાંત નંદાએ પોસ્ટ કરેલ છે અને તેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવેલ છે અને હજારોની સંખ્યામાં યુઝર્સ લાઈક કરી ચુક્યા છે. વળી માં નાં આ મમતાભર્યા વીડિયોને પોસ્ટ કરીને આઇએફએસ દ્વારા લખવામાં આવ્યું છે કે, “દુનિયાને માં ની જરૂરિયાત છે.” એટલું જ નહીં એક યુઝરે લખ્યું છે કે, “એક માં જ હોય છે, જે દરેક મુસિબત પોતાના ઉપર લઈ લે છે.” વળી એક વ્યક્તિએ કોમેન્ટ કરીને લખ્યું હતું કે, “આ સુપરવુમન છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *