બાળક પેદા કરવામાં કમજોર હોય છે ટાઇટ કપડાં પહેરતા પુરુષો, રિસર્ચમાં થયો મોટો ખુલાસો

Posted by

આજનાં જમાનામાં દરેક વ્યક્તિ ફેશનની સાથે જીવવાનું પસંદ કરે છે. આ કડીમાં ટાઈટ કપડાં પહેરવાની ફેશન ટ્રેન્ડમાં ખૂબ જ પ્રચલિત છે. યુવતીઓ સિવાય ઘણા યુવકો પણ ટાઈમ કે જીન્સ અથવા પેન્ટ પહેરવાનું પસંદ કરે છે. જો કે આવું કરવું તમારા ફેમિલી પ્લાનિંગ પર પાણી ફેરવી શકે છે. હકીકતમાં હાલમાં જ અમેરિકામાં એક રિસર્ચ થયો હતો જેમાં મળી આવ્યું હતું કે જે લોકો ટાઈટ કપડા પહેરે છે, તેમની બાળક પેદા કરવાની ક્ષમતા પર તેની નેગેટિવ અસર પડે છે.

રિસર્ચ હાર્વર્ડ ટીએચ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ (Harvard T.H. Chan School of Public Health) દ્વારા કરવામાં આવેલ છે. તેમાં શારીરિક સમસ્યાઓ થી પરેશાન ૬૫૬ પુરુષો પર એક સ્ટડી કરવામાં આવી હતી. આ સ્ટડીમાં જે નિષ્કર્ષ નીકળ્યું તેના અનુસાર પરિવારને આગળ વધારવાનું પ્લાનિંગ કરી રહેલા પુરુષોએ ટાઈટ કપડાં પહેરવાને બદલે ઢીલા કપડાં પહેરવા જોઈએ. ટાઈટ કપડા તમારા શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તાને ઓછી કરી નાખે છે. વળી તેનાથી વિપરીત ઢીલા કપડા તેમાં વધારો કરે છે.

આ રિસર્ચમાં તે પુરુષોને સામેલ કરવામાં આવ્યા હતા, જેમના માતા-પિતા બનવાની સમસ્યા આવી રહી હતી. તેવામાં શોધકર્તાઓ અનુસાર આ પુરુષોની ખાણીપીણી, દિનચર્યા, ઊંઘની ગુણવત્તા, શરાબ-સિગરેટનું સેવન અને પહેરવેશ જેવી ચીજો પર અધ્યયન કરવામાં આવ્યું હતું. તેમાં આ વાત સામે આવી હતી કે ટાઇટ કપડા પહેરતા પુરૂષોની તુલનામાં ઢીલા કપડાં પહેરતા પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ૧૭ ટકા વધારે હતી. વળી આવા પુરુષોનાં શુક્રાણુઓમાં અંડાણુંઓ સુધી પહોંચવાની કેપેસિટી પણ ૩૩ ટકા વધારે જોવા મળી હતી.

રિસર્ચર એલન પેસી જણાવે છે કે પુરુષોમાં શુક્રાણુઓનું ઉત્પાદન તેમના યૌન અંગનાં ટેમ્પરેચર પર ડીપેન્ડ કરે છે. જો કોઈ પુરુષનાં યૌન અંગનુ તાપમાન ૩૪ ડિગ્રી સેલ્સિયસથી વધારે હોય તો તેનું મગજ FSH નાં સ્ત્રાવને ઓછો કરી નાખે છે. આ FSH હોર્મોન જ યૌન અંગનાં શુક્રાણુઓનું પ્રોડક્શન કરવાનો નિર્દેશ આપે છે. એટલા માટે જે પુરુષો ટાઈટ કપડા પહેરે છે તેમનામાં આ માત્રા ૧૪ ટકા સુધી ઓછી જોવા મળે છે.

ડોક્ટર જોર્જ શેવરોનાં જણાવ્યા અનુસાર જ ટાઇટ કપડાં પહેરવાને કારણે તમારા શુક્રાણુ ઓછા થઈ જાય છે, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ૩ મહિના સુધી સતત ઢીલા કપડાં પહેરીને ફરીથી પોતાના શુક્રાણુઓનાં ઉત્પાદન અને તેની ગુણવત્તાને વધારી શકો છો. જણાવી દઈએ કે આ શોધનાં આંકડા જર્નલ હ્યુમન રીપ્રોડક્શનાં લેટેસ્ટ અંકમાં પબ્લિશ થયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *