બાળકીને સલામ કરી રહ્યા હતા બધા લોકો, જ્યારે હકીકત સામે આવી તો બધા ચોંકી ગયા હતા

ખેલાડીઓના શુઝ ખુબ જ મોંઘા હોય છે. તેવામાં દરેક એથલીટ તેને ખરીદી શકતા નથી. શુઝને કારણે જ એક ૧૧ વર્ષીય એથલીટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયેલ છે. આ બાળકીય ૩ ગોલ્ડ મેડલ જીતેલ છે, પરંતુ જ્યારે લોકોએ તેના શુઝ જોયા તો લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. હકીકતમાં બાળકીય બ્રાઉન પ્લાસ્ટર બેન્ડેજ થી પોતાના બંને પગને કવર કરી લીધા હતા અને તેની ઉપર Nike લખવાની સાથો સાથ બ્રાન્ડનો લોગો પણ બનાવ્યો હતો. આ તસ્વીરે લોકોને ઈમોશનલ કરી દીધા છે. મોટાભાગના લોકો બાળકીની હિંમતને સલામ કરીને તેમણે Nike નાં ઓરીજનલ શુઝ આપવાની માંગણી કરી છે.

કહેવામાં આવે છે કે જો કોઈ વાત નક્કી કરી લેવામાં આવે તો કોઈપણ અડચણ તમારો રસ્તો રોકી શકતી નથી. ફિલિપાઇન્સમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. અહીંયા એક ૧૧ વર્ષની બાળકી એ કંઈક એવું કરીને બતાવ્યું છે જેના લીધે તે સોશિયલ મીડિયા ઉપર સ્ટાર બની ગઈ છે. હકીકતમાં બાળકી પાસે પહેરવા માટે શુઝ હતા નહીં અને તે પગમાં બેન્ડેજ બાંધીને રેસમાં દોડી અને ૩ ગોલ્ડ મેડલ જીતી લાવી.

મીડિયા રિપોર્ટ અનુસાર ઇલોઇલો પ્રાંત નાં સ્થાનીય સ્કુલમાં ઇન્ટર સ્કુલ એથલીટ્સ મીટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટ માં ૪૦૦ મીટર, ૮૦૦ મીટર અને ૧૫૦૦ મીટર ત્રણ પ્રકારની રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૧ વર્ષીય રિયા એ શુઝ પહેર્યા વગર તેમાં ભાગ લીધો હતો અને ત્રણેય દોડમાં ગોલ્ડ મેડલ જીતીને બધાને ચોંકાવી દીધા હતા.

ઇલોઇલો સ્પોર્ટ્સ કાઉન્સિલ મીટ નાં કોચ પ્રેડિરીક બી વૈલેનજુએલા એ રિયા ની અસાધારણ સફળતાને સોશિયલ મીડિયા પર શેર કરેલ છે. તેમણે સાથોસાથે તસ્વીર પણ શેર કરેલ છે. જેમાં જોઈ શકાય છે કે રિયા એ શુઝ પહેર્યા ન હતા, પરંતુ પગમાં બેન્ડેજ બાંધી રાખેલ છે. જેની ઉપર નાઇકી લખેલું છે.

પ્રેડિરીક બી વૈલેનજુએલા ની પોસ્ટ જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તો અઢળક લોકો રિયા ની મદદ કરવા માટે આગળ આવ્યા હતા. એક વ્યક્તિએ તસ્વીર શેર કરીને નાઇકી પાસે પણ મદદ માગી. ત્યારબાદ એક બાસ્કેટબોલ સ્ટારના માલિક એ ટ્વિટર યુઝર પાસે રિયા બુલોસ નો નંબર માગ્યો અને તેના સુધી મદદ પહોંચાડી.