બાળકોનો આત્માવિશ્વાસ વધારવા માટેની આ ૫ સરળ ટિપ્સ, અભ્યાસમાં પણ થશે આગળ

Posted by

દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેનું બાળક અભ્યાસમાં હંમેશા આગળ રહે. મોટા થઈને એક સફળ અને સારા વ્યક્તિ બને. પરંતુ આ બધા માટે તમારા બાળકમાં આત્મવિશ્વાસ હોવો ખુબ જરૂરી છે. બાળકોમાં આત્મવિશ્વાસ વધારવા માટે માતા-પિતા અને શિક્ષકનું ખૂબ જ યોગદાન હોય છે. તેવામાં બાળકોમાં આત્મવિશ્વાસ વધારવા માટે નીચે દર્શાવવામાં આવેલી બાબતો પર ધ્યાન આપીને તેને સહયોગ કરો.

  • બાળકોમાં આત્મવિશ્વાસ વધારવા માટે માતા-પિતાએ તેમની સાથે વધુમાં વધુ સમય પસાર કરવો જોઈએ. બાળકોને નાનામાં નાની ગતિવિધિઓમાં તેના સાથી બનો. તેનાથી તમે પોતાના બાળકને સારી રીતે સમજી શકશો અને સાથોસાથ તેની નજર થી પણ તે વાતોને જોવા લાગશો.
  • જવાબદાર માતા-પિતા અને શિક્ષકો હોવાને કારણે આપણે બાળકોની સાથે સુરક્ષિત અને પાક્કો સંબંધ બનાવવા માટે પ્રયાસ કરવા જોઈએ. તેનાથી બાળક સાથે તમારા સંબંધ ઊંડા થશે અને બાળક વધારે સુરક્ષિત અને આશ્વત મહેસૂસ કરશે.

  • બાળકની મહેનતની હંમેશા પ્રશંશા કરો. વાસ્તવિક પરિણામ કંઈ પણ હોય પરંતુ તેના પ્રયત્નના વખાણ કરવા જોઇએ. જેથી બાળકને મહેસુસ થાય કે તેના કામના વખાણ થઈ રહ્યાં છે.
  • કોઈપણ વ્યક્તિ નથી ઇચ્છતો કે તેનું બાળક કોઇ પણ ખતરાનો સામનો કરે. છતાં પણ જરૂરી છે કે બાળકોને કોઇ પણ સ્થિતિનો સામનો કરવાનું શીખવાનો મોકો મળે. એટલા માટે સંકટમાં ઢાલ બનવાને બદલે તેને સહારો આપવા માટે તેની સાથે રહો. મુશ્કેલીભરી પરિસ્થિતિઓમાંથી પસાર થવા માટે તેમને સ્વયં તૈયાર થવાનો મોકો આપો.
  • માતા-પિતા અને શિક્ષક હોવાને કારણે આપણે બાળકોની ક્ષમતાઓ પર ભરોસો કરવો જોઈએ. ખૂબ જ વધારે આશાવાદી પણ થવાનું નથી અને બાળકોને તેમની મરજી મુજબ કરવાની છૂટ પણ આપવાની નથી. પરંતુ બાળકોને હાર માનતા પહેલા પોતાની દિલચસ્પીનું કામ કરવાની કોશિશ કરવા માટે પર્યાપ્ત અવસર જરૂર આપવો જોઈએ.
  • બાળકના વર્તણૂકની નિંદા કરીને અથવા તેના પર કોઈ સ્ટેમ્પ લગાવવાથી બાળકનો આત્મવિશ્વાસ કમજોર થઈ જાય છે અને તે પોતાની નજરમાં નીચો સાબિત થાય છે.

  • બાળકોની તુલના ભાઈ-બહેનો અથવા તેના સાથીઓ અથવા પોતાની સાથે કરવાથી બાળકની આત્મકુશળતા પર ખુબ જ વિપરીત અસર પડી શકે છે.
  • હંમેશાં બાળકને તેની નબળાઈઓ બતાવવાને બદલે તેના ગુણો પર ધ્યાન આપવું જરૂરી છે. બાળકને પોતાની રુચિ અને પ્રતિભા અનુસાર આગળ વધવા દેવા અને તેની મહેનતની પ્રશંસા કરવામાં કંજૂસાઈ ન કરવી.
  • બાળકો માટે તે સમજવુ ખુબ જ જરુરી છે કે આગળના જીવનમાં ચડાવ-ઉતાર આવતા રહેશે. ખૂબ જ આશાવાદી થવાથી કામ ચાલશે નહીં. કારણકે તે સ્થિતિમાં હાર સહન કરવી ખુબ જ મુશ્કેલ થઈ જાય છે. તેવામાં બાળકોને તે બાબતો અને કારણોની અસરને શીખવામાં મદદ આપવી જોઈએ જેમના પર તેમનું નિયંત્રણ નથી. તેમને મોટી મોટી કાલ્પનિક આશાઓથી બચાવવા જોઈએ.

  • મજબૂત અને આશ્વત થવા માટે તેઓએ દરેક સફળતા અથવા નિરાશા પર આશાવાદી થવાનું શીખવું પડશે. તેમણે જોશ રાખવાનું છે અને હાર માનવાની નથી.
  • જીવનમાં આપણે બધાએ અસફળતાનો સામનો જરૂર કરવો પડે છે આવા સમયમાં બાળકને સહારો આપવા માટે આપણું હાજર રહેવું જરૂરી છે.
  • આત્મવિશ્વાસ બાળકને શીખવી શકાતો નથી. બાળકના મન પર દરેક વસ્તુની છાપ ખૂબ જ જલ્દી લાગી જાય છે અને તેઓ પોતાની આસપાસની ઘટનાઓને જોઈને ખૂબ જ જલ્દી શીખતા હોય છે. માતા-પિતા અને શિક્ષકો એ બાળકો માટે રોલમોડલ એટલે કે આદર્શ બનવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *