બાળકોમાં જોવા મળી રહ્યા છે આ બદલાવ તો ન કરો નજરઅંદાજ, હોઈ શકે છે કોરોનાનાં શરૂઆતી લક્ષણ

Posted by

દેશભરમાં ભલે કોરોના વાયરસની બીજી લહેરમાં કમી જોવા મળી રહી હોય, પરંતુ તેનો મતલબ બિલકુલ પણ એવો નથી કે કોરોના આપણી વચ્ચેથી જઈ ચુકેલ છે. વળી વિશેષજ્ઞ પહેલાથી જ ત્રીજી આવવાની ચેતવણી આપી ચુક્યા છે. તેમાં આવનારો સમય વધારે ખતરાથી ભરેલો હોઈ શકે છે. કારણ કે ત્રીજી લહેર ખાસ કરીને બાળકો માટે ખુબ જ ખતરનાક જણાવવામાં આવી રહેલ છે. જોકે ડોક્ટરોનું માનવું છે કે થોડી સાવધાની રાખીને બાળકોને આ વાયરસથી બચાવી શકાય છે. યોગ્ય સમય પર લક્ષણોની ઓળખ કરીને જો તેનો ઈલાજ શરૂ કરી દેવામાં આવે તો તે મદદગાર સાબિત થઇ શકે છે. વળી ૧૮ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે હજુ સુધી એક પણ રસી આવેલી નથી. તેમાં બાળકો માટે અમુક લક્ષણો એવા છે, જેને ક્યારેય પણ નજરઅંદાજ કરી શકાય નહીં. તો ચાલો જાણીએ તેના વિશે.

ગળામાં બળતરા અને શરદી ખાંસી

ઘણી વખત બાળકોને ગળામાં બળતરા થતી હોય છે અને તેની સાથે શરદી ખાંસી પણ થઇ જતા હોય છે. વળી અવાજ બદલવો અને ગળામાં બળતરા થવી કોરોના ને કારણે ઉપરના શ્વસનનાં સોજા નાં લક્ષણો હોઈ શકે છે. તેવામાં ડોક્ટર બાળકોને કોગળા કરવાની તથા નાસ લેવાની સલાહ આપે છે.

નાકમાંથી પાણી વહેવું

જો તમને પોતાના બાળકના નાકમાં પરેશાની જોવા મળી રહી છે, તો તમારે તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. તેમાં નાકમાંથી પાણી વહેવું, નાક બંધ થવું, નાકમાં ખંજવાળ થવી અને સુંઘવાની શક્તિ ઓછી થવી અથવા સંપુર્ણ રીતે ખતમ થઈ જવી સામેલ છે. આ લક્ષણોને તમારે ક્યારેય પણ નજરઅંદાજ કરવા જોઇએ નહીં.

થાક અને દુખાવો થવો

ડોક્ટર માને છે કે જે રીતે બીજી લહેરમાં થાક લાગવો, કમજોરી આવવી અને સ્નાયુઓમાં દુખાવો થવા જેવા લક્ષણ નજર આવ્યા હતા. એવા જ લક્ષણો બાળકોમાં પણ જોવા મળી શકે છે. જો બાળકોમાં થાક સ્નાયુ તથા શરીરમાં દુખાવો, સુસ્તી લાગવી વગેરે લક્ષણ જોવા મળે તો તમારે એલર્ટ રહેવું જોઈએ અને પોતાના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

પેટ સાથે જોડાયેલી સમસ્યા

પેટ સાથે જોડાયેલી સમસ્યા પણ કોરોનાનો એક લક્ષણ છે. જો બાળકોને ડાયરિયા, પેટમાં દુખાવો, ભુખ ન લાગવી અને મોઢામાં ચાંદી પડવી જેવી પરેશાની થઇ રહી હોય તો તેને હળવાશથી લેવાની ભુલ કરવી જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *