બાળકોની રસી ને લઈને આવ્યા સારા સમાચાર, એઇમ્સ ડૉકટર ગુલેરીયાએ કહ્યું આ મહિનાથી બાળકોને મળી શકે છે રસી

કોરોના વાયરસની ત્રીજી લહેરની વચ્ચે કેન્દ્ર થી લઈને રાજય સરકાર દરેક સતર્ક બની ગયેલ છે. રસીકરણની ઝડપને વધારવામાં આવી રહેલ છે. જો કે ત્રીજી લહેરમાં સૌથી વધારે ખતરો બાળકોને લઈને વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. એ જ કારણ છે કે દરેક લોકોની નજર બાળકો માટે આવનાર રસી પર રહેલી છે. તેની વચ્ચે એમ્સનાં ડાયરેક્ટર ડોક્ટર રણજીત ગુલારીયાએ કહ્યું હતું કે બાળકોનાં રસીકરણની તૈયારીઓ ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે રસીકરણ મહત્વનું પગલું હશે.

એઇમ્સ ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરીયાએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર સુધીમાં દેશમાં બાળકોનું રસીકરણ શરૂ થઈ શકે છે. ગુલેરીયાએ કહ્યું હતું કે કોરોના સંક્રમણ ની ચેઇન તોડવા માટે આ એક મહત્વપુર્ણ પગલું હશે. બાળકો માટે ભારત બાયોટેક ની કૉવેક્સિનનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને તેના પરિણામ સપ્ટેમ્બર સુધીમાં આવવાની અપેક્ષા છે. તેમણે જણાવ્યું હતું કે ફાઈઝરની રસીને પહેલાથી જ FDA નું એપ્રુવલ મળી ચુક્યું છે. સંભાવના છે કે સપ્ટેમ્બર સુધીમાં આપણે બાળકો માટે રસીકરણ શરૂ કરી દઈશું.

ઝાયડસ કરી ચુક્યું છે પરીક્ષણ

જણાવી દઈએ કે બાળકો માટે રસીનું પરીક્ષણ કરી રહેલ ઝાયડસ કેડિલા એ ૧૨ થી ૧૮ વર્ષના બાળકો માટે ટેસ્ટીગનું કામ પુર્ણ કરી લીધું છે. અમદાવાદ સ્થિત દવા ફર્મ દ્વારા ૧ જુલાઈનાં રોજ ZyCoV-D ને ઈમરજન્સી ઉપયોગની મંજુરીની પરવાનગી માંગવામાં આવી છે. જોકે દેશના ઔષધિ મહાનિયંત્રણ (DCGI) તરફથી તેને ઇમર્જન્સી ઉપયોગની અનુમતિ આપવામાં થોડા દિવસો હજુ લાગી શકે છે.

બાળકોને આપવામાં આવશે ત્રણ ડોઝ

ઝાયડસ કેડિલાની રસી કોરોના વાયરસ વિરુદ્ધ એક પ્લાસ્મિડ ડીએનએ રસી છે. આ રસીનાં બાળકોને ત્રણ ડોઝ આપવામાં આવશે.

સ્કુલ શરૂ કરવા પર ભાર

ડોક્ટર ગુલેરીયા એ કહ્યું હતું કે આવનારા અમુક સપ્તાહમાં અથવા સપ્ટેમ્બર સુધીમાં બાળકો માટે રસી ઉપલબ્ધ હોવી જોઈએ. તેની સાથે તેમણે સ્કુલ ખોલવા ઉપર પણ ભાર મુક્યો હતો અને કહ્યું હતું કે આપણે ચરણબધ્ધ રીતે સ્કુલ શરૂ કરવા જોઈએ. તેનાથી બાળકોને વધારે સુરક્ષા મળશે અને લોકોમાં પણ ભરોસો રહેશે કે તેમના બાળકો સુરક્ષિત છે.