બાળકોની સામે માતા-પિતાએ ભુલથી પણ ના કરવા જોઈએ આ ૫ કામ, નહિતર બાળકોનું જીવન થઈ જાય છે બરબાદ

Posted by

બાળકો સૌથી વધારે સમય ઘરમાં પોતાના પેરેન્ટ્સ સાથે વિતાવે છે અને તેમની પાસે જ વધારે વસ્તુઓ શીખે છે. સારૂ હોય કે ખરાબ માતા-પિતા તેમના માટે દરેક વસ્તુનું ઉદાહરણ હોય છે. પેરેન્ટ્સ બાળકોને સાચી વાત શીખવામાં આખી ઉંમર લગાવે છે, પરંતુ અજાણતાં તેઓ બાળકોને થોડી ખરાબ વસ્તુ પણ શીખવાડી દે છે. જેની બાળકો પર ઘણી નકારાત્મક અસર પડે છે. આવો જાણીએ શું હોય છે તે વાતો, જેની બાળક પર માનસિક રૂપથી ઊંડી અસર પડે છે.

તકરાર કરવી

જો તમારું બાળક દરરોજ તમને તકરાર કરતા કે પછી ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા કરતા જુએ છે, તો તેનો વ્યવહાર જાતે જ હિંસક થઈ જશે. ઘરમાં થવા વાળી લડાઈ જોઈને બાળક ક્યાંકને ક્યાંક પોતાને પણ દોષી માનવા લાગે છે. જો પેરેન્ટ્સ અંગતમાં કોઇ વાતને લઇને વિવાદ કરે પણ છે, તો તેને બાળકની સામે જ સારી રીતે ઉકેલવાની કોશિશ કરે. તેનાથી બાળકોને શીખવા મળે છે કે લડાઈ ઝઘડા વગર પણ કોઈ બાબતને શાંતિથી વાત કરીને ઉકેલી શકાય છે.

મારપીટ કરવી

ઘરમાં થવાવાળી કોઈપણ પ્રકારની હિંસા બાળકોનું જીવન હંમેશા માટે ખરાબ કરી શકે છે. અબ્યુસિવ હોય કે ફિઝિકલ કોઈપણ રીતે હિંસાને મોટા થઈ રહેલા બાળકો પર માનસિક રૂપથી ઊંડી અસર પડે છે. બાળક દુર્વ્યવહાર કરવાનું સૌથી પહેલા પોતાના પેરેન્ટ્સ પાસેથી જ શીખે છે. એવા બાળકો મોટા થવા પર નશા કે આલ્કોહોલ વગેરેનાં વ્યસની થવાની સંભાવના વધારે હોય છે.

સખત અનુશાસન

માતા-પિતા પોતાના બાળકોને કઈ રીતે અનુશાસન શીખવાડે છે તે પણ બાળકોના વ્યવહાર પણ ઘણો પ્રભાવિત કરે છે. જ્યારે પેરેન્ટ્સ બાળક પર જબરજસ્તી કોઇ વસ્તુનો દબાવ બનાવે છે, તો બાળકના વ્યવહારમાં આવવા લાગે છે અને તે ધીરે-ધીરે પોતાના પેરેન્ટ્સ થી દુર થવા લાગે છે. કઠોર અનુશાસનમાં બાળક હંમેશા આક્રમક થઈ જાય છે અને તેમના દિમાગ પર તેની નકારાત્મક અસર પડે છે.

એન્ટી સોશિયલ હોવું

શિકાગો યુનિવર્સિટીના એક રિસર્ચ અનુસાર જો તમે એક સામાજિક ગતિવિધિઓથી દુર રહેવા વાળા એટલે કે એન્ટી સોશિયલ માતા પિતા છો, તો આ વાતની ઘણી સંભાવના છે કે તમારા બાળક આ ખરાબ આદતને તમારી પાસેથી શીખશે અને આખું જીવન એવી રીતે જ  વિતાવશે. બાળકો પેરેન્ટસની આદતોને જ અપનાવે છે અને તેમના અસામાજિક હોવાની અસર પણ બાળકો પર એવી જ પડે છે. તેનાથી બાળકોની સોશિયલ સ્કીલ ખરાબ થઈ જાય છે અને તે કોઈ સાથે હળીમળી શકતા નથી.

તણાવ કે દબાવને સંભાળી ન શકવું

કોઈપણ રીતે તણાવ કે માનસિક દબાવને પેરેન્ટ્સ કેવી રીતે લે છે, તે બાળકો તેમની પાસે સારી રીતે શીખે છે. જો તમે ઘણા જલ્દી પરેશાન થઈ જાઓ છો અને હંમેશા તણાવમાં રહો છો, તો તમારું બાળપણ કોઇપણ પ્રકારનાં પ્રેશરને સંભાળી શકશે નહીં. આવી સ્થિતિમાં તે તેવો જ વ્યવહાર કરશે જેવો કે તમને કરતાં જુએ છે. ગુસ્સામાં આવીને ચીસો પડાવી, ગમે તેમ બોલવું અને વસ્તુની તોડફોડ કરવું, બાળકો પેરેન્ટ્સ પાસે જ શીખે છે.

બાળકો ભલે મોટા થઈ જાય પરંતુ પેરેન્ટ્સ તેમના માટે હંમેશા પરફેક્ટ રોલ મોડલ હોય છે. પેરેન્ટ્સ માટે જરૂરી છે કે તે બાળકો માટે હંમેશાં સારું ઉદાહરણ રજુ કરે. તમારી અમુક ખોટી આદતો બાળકનું જીવન હંમેશા માટે ખરાબ કરી શકે છે. તમારા બાળકોમાં સારી આદતો નાખો અને સારા પેરેન્ટ્સ બનાવાની કોશિશ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *