એકવાર એક સંત તેના એક શિષ્ય સાથે એક ગામમાં આવે છે અને એક પછી એક તે આ ગામના બધા ઘરે જાય છે અને લોકો પાસે ભીખ માંગવાનું શરૂ કરી દે છે. આ સમય દરમ્યાન ઘણા લોકો તેમને ભિક્ષા આપવાનો ઇન્કાર કરી દે છે. ભિક્ષા ના મળવાના કારણે તેના શિષ્યને ખરાબ લાગે છે પણ આ શિષ્ય તેમના ગુરુને કંઇ કહેતો નથી.
થોડા સમય બાદ આ સંત અને તેમના શિષ્ય સાથે એક ઝાડ નીચે બેસે છે અને આરામ ફરમાવે છે. આરામ કર્યા બાદ ફરી તે બાકીના બીજા ઘરોમાં જાય છે અને ફરીથી ભિક્ષા માંગવા લાગે છે. આ સમય દરમ્યાન આ સંત અને તેનો શિષ્ય એક ઘરે જાય છે અને અવાજ આપીને ભિક્ષા માં ગે છે. થોડીવાર રાહ જોયા બાદ એક નાનકડી છોકરી ઘરની બહાર આવે છે. આ છોકરી સંત ની સામે જોઇને કહે છે કે, તમારે શું જોઈએ છે ? સંતે છોકરી ને જવાબ આપે છે કે, મને તરસ લાગી છે. શું તમે મને પીવા માટે પાણી આપી શકો છો ? આ નાની છોકરી તરત જ તેના ઘરમાંથી બે ગ્લાસ પાણી લાવે છે. પાણી પીધા પછી આ સંત આ છોકરીને કહે છે કે, અમે તમારી પાસેથી ભિક્ષા માંગીએ છીએ. એમને ભિક્ષામાં ખાવા માટે કંઇક આપો.
પરંતુ આ નાનકડી છોકરી ભિક્ષા આપવાની ના પાડી દે છે. સંત આ બાળકીને ભીખ ના માંગવાનું કારણ પૂછે છે. ત્યારે આ બાળકી જણાવે છે કે, અમે ખૂબ ગરીબ છીએ અને અમારા ઘરમાં ખાવાનું બહુ ઓછું છે. તેથી હું તમને કંઈપણ દાન કરી શકું નહિ. આ નિર્દોષ બાળકીની વાત સાંભળ્યા પછી સંતે કહ્યું, કઈ વાંધો નહિ, મને અનાજ દાનમા ના આપો, પણ મને તમારા આંગણા ની થોડી માટી આપો. સંત ની વાત સાંભળી બાળકી તરત જ તેના આંગણા માંથી થોડી માટી લાવે છે અને સંત ને દાનમાં આપે છે. માટી લીધા બાદ આ સંત તેના શિષ્ય સાથે બીજા ઘર તરફ જવા રવાના થાય છે. ત્યારે શિષ્ય સંત ને સવાલ પૂછે છે કે, ગુરુજી, આ માટીનો આપણને કંઈ ફાયદો નથી, તમે તેનું દાન કેમ લીધું ?
શિષ્યની વાત સાંભળી સંત તેને કહે છે કે, આ બાળકી અત્યારે ખૂબ નાની છે. મે તેની પાસેથી દાન લઈને માટી દાન કરવાનું શીખવ્યું છે. જો આજે હું તેની પાસેથી માટીનું દાન ના લઉં તો આ બાળકી મોટી થઇને પણ કોઈને દાન નહિ કરે. આજે તેની પાસેથી દાન લઈને માટી દાન કરવાની ભાવના પેદા કરી છે. જે લોકોએ આજે આપણને દાન આપવાનો ઇન્કાર કર્યો છે. જો તેમને બાળપણમાં દાન આપવાનું શીખવવામાં આવ્યું હોત તો તેઓએ આપણને દાન આપ્યું હોત. હું નથી ઈચ્છતો કે આ બાળકી પણ મોટી થઇને આ લોકો જેવી જ બને.
કહાની થી મળેલી શીખ
આપણે આપણા બાળકોને જે શીખવીએ છીએ તે મોટા થઈને તેવા જ બને છે. તેથી આપણે બાળકોને નાનપણ થી જ સારા કામ કરવાનું શીખવવું જોઈએ. જેથી તે મોટા થઈને એક સારા વ્યક્તિ બની શકે અને બીજા લોકોને પણ મદદ કરી શકે.