બાળપણમાં હિટ અને મોટા થઈને ફ્લોપ થયા ૮ બોલીવુડ સ્ટાર્સ, ખુબ જ ટેલેંટેડ હતી નંબર ૨ વાળી હિરોઈન

ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકાર રહેલા છે, જેમણે બોલિવૂડમાં પોતાનું ડેબ્યુ એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કર્યું હતું. જ્યાં ચાઇલ્ડ આર્ટિસ્ટ થી ડેબ્યુ કરનાર અમુક બાળકો મોટા બનીને સ્ટાર બની ગયા, તો વળી અમુક એવા પણ છે જે બાળપણમાં તો હિટ થયા પરંતુ મોટા થવા પર તેમને ખાસ સફળતા મળી નહીં. આજની આ પોસ્ટમાં અમે બોલિવૂડના તે સ્ટાર્સ વિશે જણાવીશું, જેમણે બાળપણમાં પોતાના કામથી ખૂબ જ લોકોની વાહવાહ મેળવી હતી, પરંતુ ત્યારબાદ દર્શકો તરફથી તેમને એટલો પ્રેમ મળ્યો નહીં જેના તેઓ હકદાર હતા. અમુક ની તો ગણતરી ફ્લોપ એક્ટરમાં પણ થવા લાગી છે. આજની આ પોસ્ટમાં અમે બોલિવૂડના એવા જ સિતારાઓ વિશે જણાવીશું, જે બાળપણમાં હિટ થયા હતા, પરંતુ મોટા થવા પર ફ્લોપ થઈ ગયા.

ઇમરાન ખાન

ઇમરાન ખાને ફિલ્મ “જો જીતા વહી સિકંદર” અને “કયામત સે કયામત તક” માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. બાળપણમાં લોકોએ તેના કામની ખૂબ પ્રશંસા કરી, પરંતુ મોટા થવા પર તેમનો જાદુ ચાલી શક્યો નહીં. ફિલ્મ “જાને તુ યા જાને ના” ને બાદ કરતા તેમની બધી જ ફિલ્મો ફ્લોપ રહી હતી.

ઉર્મિલા માતોડકર

રંગીલા ગર્લ બોલીવુડની જાણીતી હિરોઈન છે. પરંતુ તેમને તે સ્થાન પ્રાપ્ત થયું નહીં જેના તેઓ હકદાર હતા. તેમણે “કળિયુગ” અને “માસુમ” માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મ માટે તેમને દર્શકો તરફથી ભરપૂર પ્રેમ મળ્યો હતો.

જુગલ હંસરાજ

ભૂરી આંખો અને ગુડ લુક્સ હોવા છતાં પણ જુગલ હંસરાજ નો જાદુ દર્શકો પર ચાલી શક્યો નહીં. તેઓ ફિલ્મ “માસુમ” થી ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે નજર આવ્યા હતા, જેને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યા હતા. પરંતુ મોટા થયા બાદ તેઓને ઈન્ડસ્ટ્રીમાં ખાસ સફળતા મળી નહીં.

હંસિકા મોટવાણી

ભલે હંસિકા આજે સાઉથની જાણીતી અભિનેત્રી બની ચૂકી છે. પરંતુ બોલિવૂડમાં તેમને કોઈ ખાસ સફળતા મળી નહીં. તેમણે “કોઈ મિલ ગયા”, “જાગો” અને “હવા” જેવી ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું અને તેમને દર્શકોને ખૂબ જ પ્રેમ મળ્યો હતો.

કુણાલ ખેમુ

કુણાલ ખેમુ બાળપણમાં “હમ હૈ રાહી પ્યાર કે”, “રાજા હિન્દુસ્તાની”, “ભાઈ” અને “જુડવા” જેવી ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો હતો. પરંતુ મોટા થયા બાદ તેમને તે સફળતા મળી નહીં જેની તેઓ આશા રાખી હતી. જોકે “ઢોલ”, “ટ્રાફિક સિગ્નલ” અને “ધમાલ” જેવી ફિલ્મોમાં તેમના કામની પ્રશંસા કરવામાં આવી હતી.

સના સઈદ

ફિલ્મ “કુછ કુછ હોતા હૈ” માં અંજલિનું કિરદાર નિભાવનાર સનાએ ખૂબ જ વાહવાહ મેળવી હતી. પરંતુ મોટા થયા બાદ તે કંઈ ખાસ કમાલ દેખાડી શકી નહીં. જો કે તેમણે “સ્ટુડન્ટ ઓફ ધ યર” અને “ફુગલી” જેવી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેમના કામની પ્રશંસા મળી નહીં.

આફતાબ શિવદાસાની

આફતાબ શિવદાસાની ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે “મિસ્ટર ઈન્ડિયા”, “ચાલબાજ”, “શહેનશાહ” જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. પરંતુ હીરોના રૂપમાં દર્શકોએ તેમને પસંદ કર્યા નહીં.

આદિત્ય નારાયણ

આદિત્ય નારાયણ આજે બોલીવુડના ફેમસ સિંગર છે, પરંતુ બાળપણમાં તેઓએ પોતાના અભિનયનો જલવો બતાવ્યો હતો. આદિત્ય બાળપણમાં “પરદેસ”, “અકેલે હમ અકેલે તુમ” અને “જબ પ્યાર કિસી સે હોતા હૈ” જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. પરંતુ મોટા થયા બાદ તેમણે ફિલ્મોમાં કામ કર્યું તો તેમને સફળતા મળી નહીં. જણાવી દઈએ કે બોલીવુડ ફિલ્મ “શાપિત” થી તેઓ ડેબ્યુ કરી ચૂક્યા છે.

પરજાન દસ્તુર

“કુછ કુછ હોતા હૈ”, “જુબેદા” અને “મહોબ્બતે” જેવી ફિલ્મોમાં પોતાનો જાદુ બતાવી ચૂકેલા પરજાન દસ્તુર મોટા થઈને કંઈ ખાસ કમાલ બતાવી શક્યા નહીં. જો કે તેઓ “બ્રેક કે બાદ”, “સિકંદર” અને “પરજાનીયા” જેવી ફિલ્મોમાં નજર આવ્યા, પરંતુ દર્શકોએ તેમને હીરો તરીકે સ્વીકાર કર્યા નહીં.