બાથરૂમ માંથી બહાર આવીને જીન્સ ઉપર ચડાવવાનું ભુલી ગઈ મલાઇકા અરોડા, લોકો પણ જોઈને થઈ ગયા પાણી-પાણી

બોલિવુડની ગ્લેમરસ એક્ટ્રેસ માંથી એક હુસ્નની મલ્લિકા મલાઈકા અરોડા ભલે આજકાલ લાઈમલાઇટ ની દુનિયા થી દુર રહેતી હોય પરંતુ તેમ છતાં પણ તે પોતાની ગ્લેમરસ તસ્વીરોથી અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જી હાં, મલાઈકા અરોડા એક તરફ જ્યાં પોતાની ફિટનેસ થી ફેન્સને ઇન્સ્પાયર કરે છે, તો વળી બીજી તરફ ગ્લેમરસ અદાઓથી તેનું દિલ પણ જીતી લીધી હોય છે. જણાવી દઈએ કે તે અવારનવાર પોતાના આઉટફીટ ને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ એકવાર તેની સાથે એક એવી ઘટના બની જેને જોઈને લોકો પણ શરમથી પાણી પાણી થઈ ગયા હતા. તો ચાલો જાણીએ કે આખરે સમગ્ર મામલો શું છે.

જણાવી દઈએ કે કોરોના કાળ દરમિયાન મલાઈકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક કિસ્સો શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે, “કોરોનાનો ડર દરેક વ્યક્તિના મનમાં એટલો રહેલો હતો કે દરેક લોકો ફુંકી ફુંકીને પગલા ભરતા હતા. જેના લીધે મારાથી એવી ભુલ થઈ ગઈ હતી જેને યાદ કરીને આજે પણ મને શરમ આવી જાય છે.

હકીકતમાં તે દરમિયાન જ્યારે હું એક રેસ્ટોરન્ટમાં બાથરૂમમાં ગઈ ત્યારે મેં હાથથી નહીં પરંતુ કોણીથી દરવાજો ખોલ્યો હતો. મેં પગથી ટોઇલેટ સીટ ઉઠાવી, બહાર આવી, હાથ ધોયા અને ટિશ્યુ નો ઉપયોગ કર્યો. ત્યારબાદ બાથરૂમનો દરવાજો ખોલ્યો અને પરત પોતાના ટેબલ પર આવી ગઈ. ત્યારબાદ મને અચાનક મહેસુસ થયું કે હું પેન્ટ ઉપર ચડવાનું ભુલી જ ગઈ.

તેની સાથે જ મલાઈકાએ કોરોના વાયરસની રસીને લઈને પણ એક જોક્સ શેર કર્યો હતો. મલાઈકાએ જણાવ્યું હતું કે, “તેને પુરુષોમાં શું પસંદ છે. મલાઈકા અરોડા એ કહ્યું હતું કે મને તે યુવક ખુબ જ પસંદ હોય છે જે થોડા રફ હોય. ચિકનો ફેસ મને પસંદ નથી. મને તે ખુબ જ પસંદ છે, જે ખુબ જ સારી રીતે કિસ કરી શકે છે.

એટલું જ નહીં મલાઈકાએ એવું પણ જણાવ્યું હતું કે તેને એવા પુરૂષો પસંદ નથી જે ગોસિપ કરતા હોય. મલ્લિકાને ફરીથી પુછવામાં આવ્યું કે એવા કોણ વ્યક્તિ છે, જે તેમને અંદર અને બહાર થી ઓળખે છે. તો તેના પર તેણે કહ્યું હતું કે હું અર્જુન કપુરનું નામ લેવા માંગીશ. તે મને જાણે છે, મને સમજે છે, સાથોસાથ પરેશાન પણ કરે છે.

છેલ્લે જણાવી દઈએ કે હાલના દિવસોમાં બંનેના લગ્નને લઈને લાંબા સમયથી સમાચાર મળી રહ્યા છે, પરંતુ મલાયકા અને અર્જુન તરફથી તેના પર હજુ સુધી કોઈ પણ રિએક્શન આવ્યું નથી. જોકે અર્જુન કપુર ઘણી વખત મીડિયાની સામે કહી ચુક્યા છે કે જ્યારે પણ આવું કંઈક થશે, ત્યારે તેઓ સૌથી પહેલા આ વાતની જાણકારી આપશે. વર્કફ્રંટની વાત કરવામાં આવે તો અર્જુન કપુર ખુબ જ જલ્દી “એક વિલન રિટર્ન્સ” માં જોવા મળશે. તેમની “ભુત પોલીસ” હાલમાં જ રિલીઝ થયેલ છે, જેને દર્શકોનો ખુબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે.