બજારમાં ધુમ મચાવવા આવી રહી છે TATA અને Mahindra ની આ બે ગાડીઓ, કિંમત ફક્ત ૫ લાખ રૂપિયા

આવનારો સમય દેશના ઓટો સેક્ટર માટે ઘણી ઉમ્મીદ લઈને આવી રહ્યો છે. આગલા અમુક મહિનામાં દેશમાં એક થી એક ચડિયાતી અને શાનદાર ગાડી લોન્ચ થવાની છે. જેમાં ટાટા મોટર્સની સૌથી સસ્તી માઇક્રો એસયુવી Punch થી લઇને મહેન્દ્ર ની જાણીતી એસયુવી Scorpio નેક્સ્ટ જનરેશન મોડલ સામેલ છે. હાલમાં આ બંને ગાડી ને લઈને થોડી જાણકારી સામે આવી છે. થોડા દિવસો પહેલા ટાટા મોટર્સે પોતાની આ એસયુવીથી પડદો ઉઠાવ્યો હતો. જેમાં તેની એક્સટિરિયર ડિટેલ શેર કરવામાં આવી છે. તે સિવાય મહિન્દ્રા સ્કોર્પિયો ને ઘણા અલગ અલગ અવસર પર ટેસ્ટ દરમિયાન સ્પોટ કરવામાં આવી છે. તો આવો જાણીએ આ ગાડીઓ વિશે.

Tata Punch

ટાટા મોટર્સ દ્વારા ગયા ઓટો એક્સપો દરમિયાન HBX કન્સેપ્ટને રજુ કર્યો હતો. આ માઇક્રો એસયુવી આ કોન્સેપ્ટ પર બેસ્ડ છે. તેની ડિઝાઇન અને લુક પણ કોન્સેપ્ટ મોડલથી ઘણું મળતું આવે છે. કંપનીએ આ એસયુવીનાં નિર્માણમાં ALFA આર્કિટેક્ચર નો ઉપયોગ કર્યો છે. જો તેના પાછળનાં ભાગની ડિઝાઇન પર ધ્યાન આપીએ તો તેના ટેલગેટ ને સારી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ઈન્ટિગ્રેટેડ રૂફ સ્પોઇલર અને વાય આકારના LED એલીમેન્ટ્સ સાથે ટેલ લાઈટ HBX કોન્સેપ્ટ જેવા જ છે. જ્યાં આ કન્સેપ્ટ મોડલ થી અલગ છે, તે તેનું રિયર બમ્પર, પ્રોડક્શન મોડલમાં તેને ટોન ડાઉન કરવામાં આવ્યું છે.

કંપની તેમાં ૧.૨ લીટરની ક્ષમતાનું પેટ્રોલ એન્જિન આપી શકે છે. જે 83bhp નો પાવર અને 114Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે આવે છે. કંપની તેને ઓટોમેટીક ગિયર બોક્સ સાથે પણ બજારમાં ઉતારી શકે છે. આ એસયુવી નેચરલ એસપાયડ સાથે જ ટર્બો એન્જિન સાથે પણ આવશે. આ એસયુવી ને ૧.૨ લીટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે પણ લોન્ચ કરી શકાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેની કિંમત ૫ લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે.

Mahindra Scorpio

મહિન્દ્રા પોતાની જાણીતી એસયુવી સ્કોર્પિયોનાં ચોથા જનરેશનનાં મોડલને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ SUV ઘણા અલગ-અલગ અવસર દરમિયાન સ્પોટ કરવામાં આવી છે. જાણકારી અનુસાર નવી સ્કોર્પિયો સાઈઝમાં હાલના મોડલ થી મોટી હશે. તેમાં કંપની નવા ડિઝાઇનના ફ્રન્ટ ગ્રિલ સાથે LED હેડલેપ, સી-શેપ ડે ટાઈમ રનીંગ લાઈટ, નવું બમ્પર, ફોગ લેપ અને ૧૦ સ્પોક એલોય વ્હીલ્સ આપી રહી છે. સેફ્ટી ફીચર તરીકે કંપની તેમાં એન્ટી બ્રેકિંગ સિસ્ટમ (ABS),ઇલેક્ટ્રોનિક્સ બ્રેક ફોર્સ ડીસ્ટ્રીબ્યુષ્ન (EBD) અને વીએસસી સાથે સ્પીડ એલર્ટ, પાર્કિંગ સેન્સર, ડુઅલ એરબેગ જેવા ફિચરને સ્ટાન્ડર્ડ તરીકે સામેલ કરી શકે છે.

નવી ફોર્થ જનરેશન મહિન્દ્રા સ્કોર્પિયોમાં ૨.૦ લીટરની ક્ષમતા mStallion ટર્બોચાર્જર પેટ્રોલ એન્જિન આપવામાં આવશે. જ્યારે તેને ડીઝલ વેરિએન્ટમાં ૨.૨ લિટર ક્ષમતાનાં mHawk ડીઝલ એન્જિન આપી શકાય છે. નવા અપડેટ અને ફીચર્સ સાથે સાઇઝમાં મોટી હોવાના કારણે તેની કિંમત હાલના મોડલ થી વધારે હશે.