બોલિવૂડ અભિનેત્રીઓની સુંદરતા અને ફિટનેસનો કોઈ જવાબ હોતા નથી. તેમની ફિટનેસ જોઈને ભારતની કોઇપણ યુવતીઓ ફિટ રહેવા માટે પ્રોત્સાહિત થાય છે. પરંતુ આ અભિનેત્રીઓને સુંદરતા અને ફિટનેસ એમ જ મળતી નથી, તેને જાળવી રાખવા માટે તેઓ ખૂબ જ મહેનત કરતા હોય છે. જીમમાં જઈને કલાકો સુધી તેઓ પરસેવો વહાવતા હોય છે અને ત્યારબાદ આ અભિનેત્રીઓના ફિગરમાં આવો કમાલ જોવા મળી આવે છે.
બોલીવુડ જગતની યુવાન અભિનેત્રીઓ તો પોતાની ફિટનેસ પ્રત્યે સજાગ રહે છે, પરંતુ અમુક અભિનેત્રીઓ તો એવી પણ છે જે બે-બે બાળકોની માં હોવા છતાં પણ ફિટનેસની બાબતમાં યુવાન અભિનેત્રીઓને પાછળ રાખી દે છે. તેમની સુંદરતા અને ફિટનેસની આગળ બોલીવુડની બધી હિરોઈન ફેઇલ થઈ જાય છે. આ લિસ્ટમાં કઈ કઈ હિરોઈનનું નામ છે તે ચાલો જાણીએ.
રવિના ટંડન
રવીના ટંડનનું નામ બોલિવૂડની સૌથી સુંદર અને મશહૂર અભિનેત્રીઓમાં સામેલ થાય છે. ૯૦ના દશકમાં રવીના ટંડને ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી. ફિલ્મ મોહરા નું ગીત “ટીપ ટીપ બરસા પાની” થી રવિના યુવાનોના દિલમાં આગ લગાવતી હતી. તેઓ આ ગીતમાં પીળી સાડી પહેરીને એટલા સુંદર દેખાઈ રહ્યા હતા કે તેનો કોઈ જવાબ નથી. તમને જણાવી દઈએ કે રવિનાનાં બે બાળકો છે, જેમનું નામ રક્ષા અને રણબીર છે. તેના બે બાળકો હોવા છતાં પણ ૪૪ વર્ષની રવિના આજે પણ એટલી જ સુંદર દેખાઈ રહી છે.
ભાગ્યશ્રી
ફિલ્મ મેને પ્યાર કિયા થી બધાના દિલમાં પોતાની જગ્યા બનાવનાર ભાગ્યશ્રી એક ખુબ જ સુંદર અભિનેત્રી છે. જણાવી દઈએ કે વર્ષ ૧૯૯૦માં ભાગ્યશ્રી એ બિઝનેસમેન હિમાલય ડસાની સાથે લગ્ન કરી લીધા હતા. આજે ભાગ્યશ્રી બે બાળકોની માતા છે. તેમને એક ૨૩ વર્ષનો દીકરો છે જેનું નામ અભિમન્યુ છે અને ૨૧ વર્ષની દીકરી છે જેનું નામ અવંતિકા છે. ૪૯ વર્ષની ભાગ્યશ્રીને જોઈને કોઈ એવું ન કહી શકે કે તે બે બાળકોની માં છે.
કાજોલ
કાજોલ ભારતીય ફિલ્મ સિનેમાની ખૂબ જ જાણીતી અભિનેત્રી છે. કાજોલ નું નામ ઇન્ડસ્ટ્રીની બહેતરીન એક્ટ્રેસમાં સામેલ થાય છે. તેમના ખાતામાં એકથી એક ચડિયાતી સુપરહિટ ફિલ્મો છે. જણાવી દઈએ કે કાજોલે બોલિવૂડ એક્ટર અજય દેવગન સાથે લગ્ન કર્યા છે. કાજોલનાં બે બાળકો છે, જેનું નામ ન્યાસા અને યુગ છે. ૪૪ વર્ષીય કાજોલ આજે પણ તેટલી જ સુંદર અને ચાર્મિંગ દેખાઈ રહી છે.
જુહી ચાવલા
૯૦ના દશકમાં જુહી ચાવલા બોલિવૂડની મોસ્ટ ડિમાન્ડિંગ એક્ટ્રેસ હતી. જુહી ચાવલા વર્ષ ૧૯૯૫માં બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ જુહી ખૂબ જ ઓછી ફિલ્મોમાં નજર આવી છે. જુહીને બે બાળકો છે, જેનું નામ જાનવી અને અર્જુન મહેતા છે. બે બાળકોની માં હોવા છતાં પણ ૫૧ વર્ષની જુહી ચાવલા આજે પણ એટલી જ સુંદર દેખાઈ રહી છે.
માધુરી દીક્ષિત
બોલિવૂડમાં “ધક ધક ગર્લ” નાં નામથી મશહૂર માધુરી દીક્ષિતે અમેરિકાના સર્જન ડોક્ટર શ્રીરામ નેને સાથે વર્ષ ૧૯૯૯માં લગ્ન કર્યા હતા. માધુરી ત્યારે પણ બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી હતી અને આજે પણ સૌથી સુંદર અભિનેત્રી છે. ૫૧ વર્ષની હોવા છતાં પણ માધુરીની સુંદરતામાં કોઈ કમી આવી નથી. આજે પણ તેમની સ્માઈલ પર લાખો લોકો ફિદા છે. જણાવી દઈએ કે માધુરીનાં બે બાળકો છે જેમનું નામ અરીન અને રાયન છે.