બે પત્ની હોવા છતાં પણ કુમાર સાનુ બોલીવુડની આ ટોપ એક્ટ્રેસનાં પ્રેમમાં બન્યા હતા દિવાના

હિન્દી સિનેમાનાં દિગ્ગજ અને લોકપ્રિય ગાયકમાં કુમાર સાનુ નું નામ પણ લેવામાં આવે છે. ૯૦નાં દશકમાં તો કુમાર સાનુ નું બોલિવુડ પર એકતરફી રાજ હતું. આ દશકમાં તેમણે એકથી એક ચડિયાતા હિટ ગીત આપ્યા છે. આજે પણ કુમાર સાનુ નો સુરીલા અવાજનાં લોકો દિવાના છે. કુમાર હંમેશા પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે જ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહ્યા છે. આવો આજે તમને તેમના અંગત જીવન સાથે અવગત કરાવીએ.

કુમાર સાનુ નો જન્મ ૨૦ ઓક્ટોબર, ૧૯૫૭માં પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાત્તામાં થયો હતો. કુમાર સાનુ નું સાચું નામ કેદારનાથ ભટ્ટાચાર્ય છે. બોલિવુડમાં એન્ટ્રી ની સાથે જ તેમણે પોતાનું નામ બદલી દીધું હતું. પોતાના સમયમાં કુમાર શાનુએ ઘણી ફિલ્મોનાં ગીત પણ ગાયા છે. કુમાર સાનુ ને તેમની સારી ગાયિકી કે માટે “કિંગ ઓફ મેલોડી” પણ કહેવામાં આવે છે. કુમાર સાનુ ખાસ કરીને રોમેન્ટિક ગીતને પોતાની અવાજ આપવા માટે જાણીતા છે.

કુમાર સાનુ જ્યાં એક તરફ પોતાની સુરીલા અવાજથી દેશ દુનિયાને પોતાના દિવાના બનાવ્યા તો વળી બીજી તરફ તેમણે પોતાના લગ્નજીવન અને પોતાના અફેર થી પણ ખુબ જ ચર્ચામાં છવાયેલા રહ્યા છે. વિવાહિત હોવા છતાં તેમનું નામ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી સાથે જોડાયું હતું. કુમાર સાનું એ એક નહીં પરંતુ બે લગ્ન કર્યા છે. ચાલો તમારી સાથે આ બધી વાતો પર વિસ્તારથી ચર્ચા કરીએ.

કુમાર સાનુ નાં પહેલા લગ્ન ૮૦નાં દશકમાં રીટા ભટ્ટાચાર્ય સાથે થયા હતા. ત્યારબાદ પોતાની કારકિર્દી બનાવવા માટે પત્ની સાથે સાનુ મુંબઈ આવી ગયા હતા. અહીં બંનેએ બે બાળકો જાકો અને જાન નું સ્વાગત કર્યું. તેમનું નામ પણ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાવા લાગ્યું અને આ વાતની ખબર પત્ની રીટા ને લાગી અને પછી બંને વચ્ચે અંતર આવવાનું શરૂ થઈ ગયું. ત્યારબાદ તે સમય આવી ગયો જ્યારે બંને એ અલગ થવાનો નિર્ણય લઈ લીધો. જાણકારી માટે જણાવી દઈએ કે તે સમયે તેમનું ત્રીજું બાળક પણ રીટાનાં ગર્ભમાં હતું.

કુનિકા લાલ સાથે નામ જોડાયું

અભિનેત્રી કુનિકા લાલ અને કુમાર સાનુ નાં રિલેશન ચર્ચામાં રહેવા લાગ્યા. કુનિકા લાલ ને હિન્દી સીનેમામાં તો કંઈ ખાસ પ્રાપ્ત ન થયું પરંતુ સાનુ સાથે પોતાના રિલેશનને કારણે તે ચર્ચામાં જરૂર જળવાઈ રહી. તે વર્ષ ૧૯૯૩ ની વાત છે. જોકે બંનેનાં સંબંધો ખુબ જ તુટી ગયા હતા. બીજી તરફ કુમારની પત્ની રીટાને તેની ખબર લાગી તો તે તેનાથી તે સંપુર્ણ રીતે તુટી ચુકી હતી.

મીનાક્ષી સાથે પણ થઇ મોહબ્બત

કુનિકા સાથે રિલેશન સમાપ્ત થયા બાદ કુમારનું નામ તે સમયની જાણીતી અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી સાથે જોડાયું. ફિલ્મ જુર્મ નાં પ્રીમિયર દરમિયાન કુમાર અને મીનાક્ષી પહેલીવાર મળ્યા હતા. પહેલી જ નજરમાં કુમારને મીનાક્ષી સાથે પ્રેમ થઈ ગયો હતો. મીનાક્ષીની આ ફિલ્મનું ગીત “જબ કોઈ બાત બીગડ જાયે” કુમારે ગાયું હતું. કુમાર ને જરૂર પહેલી જ નજરમાં મીનાક્ષી સાથે પ્રેમ થઈ ગયો હતો, જોકે મીનાક્ષી શરૂઆતી દિવસોમાં સાનુ ને પ્રેમ કરતી હતી નહીં, પરંતુ ધીરે ધીરે બંને એક બીજાના નજીક આવવા લાગ્યા.

જોકે બંને વચ્ચેની નજદીકી એ કુમારનું વસાવેલું ઘર તોડાવી દીધું હતું. રીટા એ કુમારને મીનાક્ષી સાથે અફેરના કારણે છુટાછેડા આપી દીધા હતા. પછી કુમાર અને મીનાક્ષીનું પણ બ્રેકઅપ થઈ ગયું. એક ઇન્ટરવ્યુમાં કુમાર ની પત્નીએ કહ્યું હતું કે, “કુમારની ઘણી ગર્લફ્રેન્ડ છે, અને હવે તે જાણીતી અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીને ડેટ કરી રહ્યા છે.” બીજી તરફ મીનાક્ષી એ રિલેશનને નકાર્યા બાદ કુમારે પણ મીનાક્ષી સાથે પોતાના સંબંધનો સ્વીકાર કર્યો હતો.

સલોની ભટ્ટાચાર્ય થી છે બે દીકરીઓ

એક લગ્નને બે અફેર પછી કુમારે સલોની ભટ્ટાચાર્ય સાથે બીજા લગ્ન કર્યા. કુમાર સાનુ અને સલોની સાનુની બે દીકરીઓ છે. જેનું નામ શૈનન અને એના છે. સલોની પોતાની બંને દીકરીઓ સાથે લંડનમાં રહે છે. શૈનને પિતા કુમારનાં રસ્તા પર ચાલતા ગાયકીની દુનિયામાં હાથ અજમાવવા માટે કારકિર્દીની શરૂઆત કરી દીધી છે. શૈનને ૨૦૧૪માં પોતાનું એક મ્યુઝિક આલ્બમ રીલીઝ કર્યું હતું.