બેડરૂમની અંદર પતિ-પત્નીએ ભુલથી પણ ના કરવા જોઈએ આ ૫ કામ, નહીંતર બરબાદ થવામાં સમય નહીં લાગે

Posted by

પતિ-પત્નીનો સંબંધ એકનું નાજુક દોરા જેવો હોય છે. તેને તમારી જીવનભર સંભાળીને રાખવો પડે છે. પરંતુ ઘણી વખત તમારી લાખો કોશિશ કરવા છતાં પણ લગ્નજીવનમાં પરેશાની આવવા લાગે છે. તેનું એક કારણ ઘરનું ખરાબ વાસ્તુ પણ હોઇ શકે છે. પતિ-પત્ની બંને મોટા ભાગે સૌથી વધારે સમય એક સાથે પોતાના બેડરૂમમાં પસાર કરતા હોય છે. એ જ કારણ છે કે તમારા બેડરૂમ વાસ્તુશાસ્ત્ર યોગ્ય હોવું જોઈએ. વળી અમે તમને બેડરૂમ વાસ્તુ શાસ્ત્ર સાથે જોડાયેલી ઘણી બધી ચીજો પહેલાં જણાવી ચુક્યા છીએ. પરંતુ આ વખતે અમે તમને એવી પાંચ ભુલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને મોટાભાગે ઘણા પતિ પત્ની કરતા હશે. આ ભુલોને લીધે ઘરનું વાસ્તુ શાસ્ત્ર બગડી જાય છે અને ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાવા લાગે છે.

Advertisement

આ નકારાત્મક ઉર્જાને લીધે ઘરમાં રહેતા લોકો પણ નેગેટિવિટી આવી જાય છે. જો કે બેડરૂમમાં મોટાભાગે પતિ પત્ની સાથે રહે છે. તેવામાં તે બંને ની અંદર નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી જાય છે અને ત્યારબાદ બંને ની વચ્ચે લડાઈ ઝઘડા શરૂ થઇ જતા હોય છે. તેવામાં તમારી સાથે કોઈ અનર્થ ન થાય એટલા માટે આજે અમે તમને એવી પાંચ ભુલો થી સાવધાન કરવા જઈ રહ્યા છીએ, જે તમારા લગ્નજીવનને બરબાદ કરી શકે છે. તો ચાલો જાણીએ કે તમારા બેડરૂમની અંદર કઈ કઈ ભુલ કરવાથી બચવું જોઈએ.

પોતાના બેડરૂમ ની અંદર ક્યારે પણ મિત્રો તથા મહેમાનોને બેસાડવા જોઈએ નહીં. આ વાત તમને સાંભળવામાં થોડી અજીબ લાગી રહી હશે, પરંતુ આ વાત બિલકુલ સાચી છે. આવું કરવાથી તમારા ગૃહસ્થ જીવનમાં કોઈની ખરાબ નજર લાગવાનો ખતરો રહે છે. એટલા માટે બની શકે ત્યાં સુધી કોઈ બહારના વ્યક્તિને પોતાના બેડરૂમમાં બેસાડવો નહીં અથવા સુવા દેવો નહીં.

આજકાલ બેડરૂમમાં નવા નવા પ્રયોગ કરવાનું ચલણ ચાલી રહ્યું છે. તેવામાં ઘણા લોકો પોતાના બેડરૂમમાં વોશબેઝિન પણ બનાવી લેતા હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્રના હિસાબથી બેડરૂમમાં વોશબેસિન બનાવવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને તેમના સંબંધોમાં તિરાડ પડવાની શરૂ થઈ જાય છે. એટલા માટે પોતાના બેડરૂમમાં ક્યારે પણ વોશબેઝિન બનાવવું જોઈએ નહીં.

બેડરૂમમાં ક્યારેય પણ અરીસાને બેડની સામે રાખવો જોઈએ નહીં. બેડની સામે અરીસો રાખવાથી બેડરૂમમાં નકારાત્મક ઊર્જા વધારે રહે છે. આ અરીસો રાતના સમયે વધારે નુકસાનદાયક હોય છે. એટલા માટે પોતાના બેડરૂમમાં બેડની સામે ક્યારેય પણ અરીસો લગાવવો જોઈએ નહીં અને જો લગાવવામાં આવેલ હોય તો દરરોજ રાત્રે તેને કાળા કપડાથી ઢાંકી દેવો જોઈએ, જેથી તેની નકારાત્મક ઊર્જા ઘરમાં ન ફેલાય.

બેડરૂમની અંદર ક્યારે પણ ફુલ છોડના કુંડા રાખવા જોઇએ નહીં. જો તમે કુંડા રાખવા માંગો છો તો કુત્રિમ ફુલ વાળા કુંડા રાખો. તેનાથી પતિ-પત્નીની વચ્ચે પ્રેમ સંબંધ મધુર રહે છે.

આજકાલ બેડરૂમની અંદર બોક્સ વાળા પલંગ રાખવાનું ચલણ ખુબ જ વધી ગયું છે. પલંગમાં બનેલા બોક્સમાં લોકો ઘણા પ્રકાર નો સામાન રાખે છે, પરંતુ તે વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારે તેની અંદર ધારદાર ચીજો અથવા વીજળી નો સામાન રાખવો જોઈએ નહીં, તેનાથી સંબંધોમાં અંતર વધે છે. સાથોસાથ બેડરૂમની અંદર બુટ ચપ્પલ પણ રાખવા જોઇએ નહીં.

Advertisement

Leave a Reply

Your email address will not be published.