હિન્દુ કેલેન્ડર અનુસાર વર્ષ ૨૦૨૨ નો પાંચમો મહિનો શ્રાવણ શરૂ થઈ ચુકેલ છે. શ્રાવણ મહિનો શિવજીને સમર્પિત છે. શ્રાવણ મહિનાના દરેક સોમવારનો વિશેષ મહત્વ જણાવવામાં આવેલ છે. પુરાણો અનુસાર મહાદેવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનો સર્વોત્તમ માનવામાં આવે છે. માન્યતા છે કે જે ભક્ત શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત રાખી ભગવાન ભોલેનાથને જળાભિષેક અને સંપુર્ણ વિધિ વિધાનથી પુજા કરે છે. તેના બધા જ દુઃખ દુર થાય છે. આ વર્ષે શ્રાવણ મહિનાના દરેક સોમવારના વ્રતની પુજા ખુબ જ ખાસ માનવામાં આવી રહી છે. કારણ કે આ વખતે શ્રાવણ મહિનાના સોમવાર માં શુભ યોગ બની રહ્યો છે.
શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગ ઉપર અલગ અલગ પ્રકારની ચીજો ચઢાવવામાં આવે છે. આ દિવસે શિવલિંગ ઉપર ગંગાજળ, બિલીપત્ર, ધતુરા, ભાંગ, કપુર દુધ, ચોખા, ચંદન અને ભસ્મ જેવી ચીજો અર્પિત કરવામાં આવે છે. પરંતુ એક ચીજ એવી છે જે ભગવાન શિવને અત્યંત પ્રિય છે. જ્યોતિષનું કહેવું છે કે આ ચીજને જો શ્રાવણ મહિનાના દિવસે શિવલિંગ ઉપર ચઢાવવામાં આવે તો વ્યક્તિનું નસીબ રાતો રાત ચમકી ઉઠે છે.
હકીકતમાં શ્રાવણ મહિનાના કોઈપણ દિવસે ભગવાન શિવની કૃપાદ્રષ્ટિ મેળવવા માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપાય કરે છે. તમે જાણતા હશો કે રુદ્ર અને શિવ પર્યાયવાચી શબ્દ છે. રુદ્ર જ ભગવાન શિવનું પ્રચંડ રૂપ છે. તેવામાં ભગવાન શિવને રુદ્રાક્ષ અર્પિત કરવા ખુબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં રુદ્રાક્ષને ભગવાન શંકરનો મહાપ્રસાદ જણાવવામાં આવેલ છે.
એવી માન્યતા છે કે શિવજીના આંસુમાંથી ઉત્પન્ન થયેલ રુદ્રાક્ષમાં દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવાની તાકાત હોય છે. તે ભગવાન શિવને અર્પિત કરી શકાય છે અને સાથોસાથ તેને ધારણ પણ કરી શકાય છે. તેને ધારણ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ, રોગ, શોક અને ભય માંથી મુક્તિ મળી જાય છે.
શિવલિંગ અને રુદ્રાક્ષ અર્પિત કરતા સમયે યજુર્વેદનાં રુદ્રાષ્ટાધ્યાય મંત્રોનો પાઠ કરવો જોઈએ. તેનાથી ખુબ જ જલ્દી વ્યક્તિની મનોકામના પુરી થઈ જાય છે. સાથોસાથ તેનાથી કુંડળીમાં ગ્રહ દોષનો પ્રભાવ પણ ઓછો થાય છે. રુદ્રાક્ષ ચઢાવવા માટે શિવજીની ઉપસ્થિતિ અત્યંત આવશ્યક છે. એટલા માટે ભગવાન શિવજીના સ્થાન ઉપર જઈને તેમના શિવલિંગ ઉપર રુદ્રાક્ષ ચડાવવું જોઈએ.