ભાગેડુ વિજય માલ્યાની દિકરી છે બોલીવુડની મશહુર એક્ટ્રેસ, નામ જાણીને તમને જરૂરથી જોરદાર ઝટકો લાગશે

Posted by

વિજય માલ્યા એક ભારતીય વ્યવસાયી અને રાજનેતા છે. તે યુબી ગ્રુપનાં અધ્યક્ષ છે. જેનો વેપાર ઉડ્ડયન, ખાતર અને રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રમાં ફેલાયેલો છે. તેમનો જન્મ ૧૮ ડિસેમ્બર, ૧૯૫૫માં થયો હતો. તેઓ કર્ણાટકમાં મેંગલોર બતવાલ શહેરથી છે. વર્ષ ૧૯૭૩માં પોતાના પિતાના આકસ્મિક નિધન પછી વિજય માત્ર ૨૮ વર્ષની ઉંમરમાં યુબી ગ્રુપનાં અધ્યક્ષ બની ગયા. ત્યારથી લઈને અત્યાર સુધી યુબી ગ્રુપના એક બહુરાષ્ટ્રીય સમુહની જેમ ઉભર્યું છે. જેના અંતર્ગત લગભગ ૬૦ કંપનીઓ છે.

૧૯૭૩ થી લઈને ૧૯૯૯ સુધી ગ્રુપનું ટર્નઓવર લગભગ ૬૪ ટકા વધ્યું. વિજય માલ્યાએ સમુહની તમામ કંપનીઓને મજબુત બનાવી અને ખોટમાં ચાલી રહેલી કંપનીઓને વેચી દીધી અથવા તો બંધ કરી દીધી. તેમણે પોતાનું બધું ધ્યાન ગ્રુપનાં મુખ્ય વ્યવસાય આલ્કોહોલ પર લગાવ્યું. માલ્યાને અંગત રીતે ખેલકુદમાં ઘણી દિલચસ્પી છે.

મોટરસ્પોર્ટ સાથે તેમનો ખાસ લગાવ છે. ૧૯૭૦ અને ૧૯૮૦નાં દશકમાં તેમણે ઘણી ટ્રેક રેસિંગ પ્રતિયોગિતામાં ભાગ લીધો. તે સોલાવરમ ગ્રા.પ્રી. (૧૯૮૧-૮૧) અને કોલકાતા ગ્રા.પ્રી. (૧૯૭૯) નાં વિજેતા પણ રહ્યા. વિજય માલ્યાને લોકો સૌથી વધારે તેમના રંગીન મિજાજ માટે જાણે છે. તેમને પેજ ૩ પાર્ટીમાં હંમેશા મોડલ સાથે જોવામાં આવે છે.

માલ્યાને લક્ઝરી કારનો પણ ઘણો શોખ છે. કિંગફિશર કેલેન્ડર ગર્લ્સ મોડલ સાથે તેમની તસ્વીરો હંમેશા ચર્ચામાં જળવાઈ રહી. માલ્યા પાસે ૨૫૦ થી વધારે લક્ઝરી અને વિન્ટેજ કાર હતી. પરંતુ આજે તે દેશના સૌથી મોટા કર્જદાર છે અને આજના સમયમાં જોવા જઈએ તો માલ્યા ની ઇમેજ એક ભાગેડુનાં રૂપમાં પરિવર્તિત થઈ ગઈ છે. જાણકારી અનુસાર વિજય માલ્યા ભારતીય બેંકથી કરોડો રૂપિયા લઈને વિદેશ ફરાર થઈ ગયા.

તમને જણાવી દઈએ કે વિજય માલ્યાએ બે લગ્ન કર્યા છે. જેમાંથી વિજય માલ્યાએ પહેલા લગ્ન સમીરા સાથે કર્યા જે એર ઇન્ડિયાની હોસ્ટેસ હતી અને દેખાવમાં ઘણી સુંદર હતી. જ્યારે માલ્યાએ તેમને પહેલી વાર જોઈ તો તેમના પર ફિદા થઇ ગયા. માલ્યાએ તેમની સાથે ૧૯૮૬માં લગ્ન કરી લીધા. આ લગ્નથી તેમને એક દિકરો છે, જેનું નામ સિદ્ધાર્થ છે. થોડા જ વર્ષો પછી માલ્યા સમીરા થી છુટાછેડા લઈને બેંગ્લોરમાં તેમના પડોશમાં રહેવા વાળી રેખા માલ્યા સાથે લગ્ન કરી લીધા. જેનાથી તેમની બે દીકરીઓ પુત્રી લીના અને તાન્યા મલ્યા છે.

આજે અમે તમને વિજય માલ્યાની એક બીજી દિકરી વિશે જણાવવાના છીએ, જેના વિષે કદાચ જ તમે જાણતા હશો. તમને જણાવી દઈએ કે વિજય માલ્યા અને બોલીવુડની જાણીતી અભિનેત્રી સમીરા રેડ્ડી વચ્ચે એક ખાસ રિલેશન છે અને આ રિલેશન છે બાપ દીકરીનો. તમને જણાવી દઈએ કે હાલમાં જ થોડા સમય પહેલા તેમની એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ ફોટોને લઈને લોકોએ ઘણા પ્રકારના સવાલો ઉઠાવ્યા હતા. પરંતુ કદાચ ઘણા ઓછા લોકો જાણે છે કે બોલિવુંડની જાણીતી અભિનેત્રી સમીરા રેડ્ડીનું કન્યાદાન માલ્યાએ કર્યું છે. સમીરા રેડ્ડી વિજય માલ્યાને અંકલ કહીને બોલાવે છે.

વળી સમીરા રેડ્ડીની બોલિવુડ કારકિર્દી વિશે વાત કરીએ તો તેમની કારકિર્દી ખુબ જ સારી રહી હતી. સમીરાએ ઘણી બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં સામેલ દે ધના ધન, તેજ, નકશા, ટેક્સી નંબર 1211, નો એન્ટ્રી, મેને દિલ તુજકો દિયા, ડરના મના હે, મુસાફિર જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *