કિંગ ઓફ ગુડ ટાઇમ્સ નાં નામથી મશહૂર ભાગેડુ વિજય માલ્યા ખુબ જ જલ્દી ભારત પરત ફરવાનો છે. તેવામાં તેના જેલ જવાનો સમય નજીક આવી ગયો છે. સરકારી સૂત્રો અનુસાર સમાચાર એજન્સી આઈઆઈએનએસ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે તેને કોઈ પણ સમયે લંડન માંથી ભારત મોકલવામાં આવી શકે છે. ૧૪ મેના રોજ માલ્યાની પ્રત્યાર્પણ નહીં કરવાની અરજી બ્રિટનની સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી.
પૂરી થઈ બધા પ્રકારની કાનૂની પ્રક્રિયા
વિજય માલ્યાના પ્રત્યાર્પણની બધી જ ઔપચારિકતા પૂરી થઈ ગઈ છે. તેને કોઈ પણ દિવસે લંડન થી ભારત લાવવામાં આવી શકે છે. ૪ વર્ષ પહેલા દેશ છોડીને ભાગેલ માલ્યા પર ૧૭ ભારતીય બેંકોનું કર્જ છે. UK કોર્ટ તરફથી સરકારે આગલા ૨૮ દિવસમાં તેને ભારત પરત લાવવાનો છે. ૧૪ મે બાદ થી ૨૦ દિવસ પહેલાંથી જ પસાર થઈ ચુક્યા છે તેવામાં હવે આગલા ૮ દિવસમાં માલ્યાને ભારત લાવવાનો રહેશે.
CBI લેશે સૌથી પહેલા કસ્ટડી
ભારતમાં પ્રત્યાપર્ણ થયા બાદ સીબીઆઇ સૌથી પહેલાં કસ્ટડીમાં લેશે. કારણકે તેની વિરુદ્ધ આ તપાસ એજન્સીએ સૌથી પહેલા કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ ઇડી તેની પુછપરછ કરશે. બેંકોના પૈસા લૂંટનાર પાસેથી પાઇ-પાઇનો હિસાબ માંગવામાં આવશે. બંધ થઈ ચુકેલ કિંગફિશર એરલાઇન્સ ના ફાઉન્ડર માલ્યા પર ૯૦૦૦ કરોડ રૂપિયાનું કરજ છે.
માલ્યા પર મની લોન્ડરિંગ કેસ ચાલી રહ્યો છે. મે ૨૦૧૬માં તે વ્યક્તિગત કારણોથી ભારત થી ભાગી ગયો હતો. ત્યારથી તે બ્રિટનમાં રહી રહ્યો છે. માલ્યાએ ઓછામાં ઓછી ૧૭ ભારતીય બેન્કોને ચીટીંગ કરીને કરજ લીધું અને ગેરકાનૂની રીતે લોન નાં પૂરા પૈસા અથવા તેનો એક ભાગ વિદેશમાં અંદાજે ૪૦ કંપનીઓમાં ટ્રાન્સફર કરી દીધા.