ભગવાન રામની તસ્વીરો વાળી નોટ આ દેશમાં ચલણ તરીકે ચાલે છે, દેશનું નામ જાણીને આશ્ચર્યચક્તિ થઈ જશો

હજુ સુધી તમે ગાંધીજીની ફોટો છપાયેલી નોટ જોઈ હશે અને તે ચલણમાં પણ છે. પરંતુ જો કોઈ તમને કહે કે ભગવાનનાં નામનાં ફોટો છાપેલી નોટ પણ છે, તો તમે કદાચ વિશ્વાસ કરી શકશો નહીં. જો તમને પુછીએ કે ભગવાન રામની ફોટો વાળી નોટ પણ ચાલી રહી છે. તો તમારો જવાબ ના જ હશે. એટલા માટે વધારે ન વિચારો આ સાચું છે. એક દેશ એવો પણ છે, જ્યાં ભગવાન રામની ફોટો છપાયેલી નોટ ચાલી રહી છે. જો તમને જાણ નથી તો તો આ આર્ટિક્લનાં માધ્યમથી તમને બધી ખબર પડી જશે.

ભગવાન શ્રીરામ જેમણે ત્રેતાયુગમાં અવતાર લઈને રાક્ષસનો અંત કર્યો હતો અને આ ધરતીને રાક્ષસોથી મુક્તિ અપાવી હતી. પરંતુ હાલનાં સમયે સોશિયલ મીડિયા પર ભગવાન રામનાં ફોટો છાપેલી નોટની કહાની ઘણી વાયરલ થઇ રહી છે. આ ખબરે બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા છે. જી હાં, ભારતથી ખુબ જ દુર સાત સમુદ્ર પાર અમેરિકા, જ્યાં રામ મુદ્રાને ઓકટોબર ૨૦૦૧માં મહર્ષિ મહેશ યોગી સાથે જોડાયેલા GCWP દ્વારા લોન્ચ કરવામાં આવી હતી.

જણાવવામાં આવે છે કે ભગવાન રામની ફોટો છપાયેલી નોટ માત્ર અને માત્ર મહર્ષિ મહેશ યોગીનાં આશ્રમમાં ઉપયોગમાં આવે છે. આ નોટને આશ્રમ સાથે જોડાયેલા લોકો આશ્રમની અંદર જ આ મુદ્રાથી સામાન ખરીદી શકતા હતા. આ મુદ્રાનો ઉપયોગ આશ્રમ સિવાય બહાર કરવામાં આવતો નથી. જણાવવામાં આવે છે કે આ મુદ્રાની વહેંચણી ૨૪ ફેબ્રુઆરી, ૨૦૦૨માં શરૂ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ધ ગ્લોબલ કન્ટ્રી ઓફ વર્લ્ડ પીસ નું મુખ્યાલય આયોવા માં વૈદિક શહેરમાં છે.

જણાવવામાં આવે છે કે આ મુદ્રા ચલણ સ્થાનીય વ્યાપારને વધારવા માટે કરવામાં આવ્યો હતો. સિટી કાઉન્સિલે રામ મુદ્રાનું ચલણ સ્વીકાર્યું હતું. જ્યારે ભગવાન રામનાં ફોટો વાળી બધી નોટની કિંમત ૧૦ અમેરિકી ડોલર હતી.

એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે ૨૦૦૩માં રામ મુદ્રા નેધરલેન્ડમાં ચાલતી હતી. જે લગભગ ૧૦૦ દુકાન સાથે ૩૦ ગામમાં તેને ચલાવવામાં આવતી હતી. જ્યારે તે સમયે નાની મુદ્રા ચાલતી હતી. પહેલા તેમાં ૧ થી ૫ અને ૧૦ રૂપિયાની નોટ કાઢવામાં આવી હતી. તે અમેરિકા અને નેધરલેન્ડમાં અમુક સ્થળોમાં ચાલતી હતી. આ નોટ યુરોપમાં ૧૦ યુરો બરાબર હતી અને અમેરિકામાં ૧૦ ડોલર હતી.

ભારતમાં પણ ગાંધીની નોટ ચાલે છે, પરંતુ થોડા સમય પહેલાં ગાંધીજીનાં ફોટો હટાવવાની પણ ચર્ચા થઈ રહી હતી. જો વાત કરીએ મહર્ષિ મહેશ યોગીની તો તેમના જન્મ છત્તીસગઢ માં થયો હતો. તેમને મહર્ષિ મહેશ યોગી કહેવાય છે, પરંતુ તેમનું સાચું નામ મહેશ પ્રકાશ પ્રસાદ વર્મા હતું. તેમનાં શિક્ષણની વાત કરીએ તો તેમણે ફિઝિક્સ માં શિક્ષા લીધા બાદ શંકરાચાર્ય બ્રહ્માનંદ સસ્વતી થી શિક્ષા લીધી. તેમને ભારત જ નહીં વિદેશમાં પણ ઘણા પસંદ કરવામાં આવે છે અને ફેમસ પણ છે. હાલના સમયે આ ખબર સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચાનો વિષે બનેલી છે.