હિન્દુ ધર્મમાં સપ્તાહના ૭ દિવસ કોઈને કોઈ ભગવાનને સમર્પિત છે. તેવામાં સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. સોમવારના દિવસે જ શિવજીની પુજાનું વિશેષ મહત્વ છે. કહેવામાં આવે છે કે સોમવારના દિવસે ભગવાન શિવની આરાધના કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. શિવજીના વ્રત વાળા લોકોએ સવારે જલ્દી ઊઠીને સ્નાન કરી લેવું જોઈએ. જો શક્ય હોય તો મંદિરમાં જઈને ભગવાન શિવના શિવલિંગ ઉપર જળ અથવા દુધ અર્પિત કરવું જોઈએ. ત્યારબાદ વ્રતનો સંકલ્પ લેવો. કહેવામાં આવે છે કે સવાર અને સાંજ ભગવાન શિવ અને માતા પાર્વતી ની પુજા અર્ચના જરૂર કરવી જોઈએ. સાથોસાથ વ્રત કથા પણ જરૂર કરો. વ્રત કથા વગર વ્રત પુર્ણ માનવામાં આવતું નથી. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારનો દિવસ ખાસ શા માટે છે. ચાલો તેના વિશે તમને વિગતવાર માહિતી આપીએ.
શિવ પુજા માટે સોમવારનો દિવસ ખાસ શા માટે
સોમવારના દિવસે શિવજીની પુજાની સાથોસાથ વ્રત પણ રાખવામાં આવે છે. આ દિવસે રાખવામાં આવતા વ્રતને સોમેશ્વર વ્રત નાં નામથી પણ ઓળખવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે સોમ નાં ઈશ્વર એટલે કે ચંદ્રના ઈશ્વર, જે ભગવાન શિવ કહેવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર ચંદ્રદેવે આ દિવસે ભગવાન શિવની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યા હતા અને પોતાના ક્ષય રોગમાંથી મુક્તિ મેળવેલી હતી. ત્યારથી જ સોમવારનો દિવસ ભગવાન શિવજીની પુજા કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે.
એટલું જ નહીં સોમ નો મતલબ થાય છે સરળ અને સહજ. જેથી ભગવાન શિવને ખુબ જ શાંત દેવતા માનવામાં આવે છે. એ જ કારણ છે કે ભગવાન શિવ સોમવાર ના આધિપત્ય દેવતા કહેવામાં આવે છે. વળી એક પૌરાણિક કથા અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિના રૂપમાં સ્વીકાર કરવા માટે કઠિન તપસ્યા કરી હતી. તેમણે ભગવાન શિવને મેળવવા માટે સોળ સોમવારના વ્રત પણ રાખેલા હતા. તેનાથી પ્રસન્ન થઈને ભગવાન શીવે માતા પાર્વતીને વરદાન માંગવા માટે કહ્યું હતું. જેમાં તેમણે શિવજીને પતિના રૂપમાં માંગ્યા હતા અને શિવજી મનાઈ કરી શક્યા નહીં. ત્યારથી જ સોમવારના વ્રતની માન્યતા ચાલી આવી રહી છે.
સોમવાર વ્રત ના નિયમ
સોમવારના દિવસે સવારે જલ્દી ઊઠીને સ્નાન વગેરે બાદ મંદિરમાં ભગવાન શિવને જળ અથવા દુધ ચડાવો. ત્યારબાદ ભગવાન શિવ અને માતા પાર્વતી ની પુજા તથા આરતી કરવી જોઈએ. આ દિવસે ત્રીજા પ્રહર સુધી વ્રત હોય છે. સામાન્ય રીતે તો સોમવારના વ્રતમાં ફળાહાર અથવા કોઈ ખાસ નિયમ હોતા નથી. આખા દિવસમાં ત્રીજા પહેર બાદ ભોજન કરી શકાય છે.
સોમવારનું વ્રત ત્રણ પ્રકારથી કરવામાં આવે છે. દર સોમવારે, સૌમ્ય પ્રદોષ અને ૧૬ સોમવાર. ત્રણેય વ્રતની વિધિ એક જેવી હોય છે. શિવપુજન બાદ કથા સાંભળવી જરૂરી હોય છે. સાંજના સમયે પણ ભગવાનની પુજા અર્ચના કરવામાં આવે છે અને આરતી કરવી જોઈએ. સામાન્ય રીતે તો વ્રત માટે કોઈ વર્ગ અથવા ઉંમરની જરૂરિયાત હોતી નથી, પરંતુ જો તમે વ્રત રાખવાની ક્ષમતા ધરાવવો છો તો વ્રત રાખી શકો છો. તે સિવાય વિભાજિત લોકો વ્રત દરમિયાન બ્રહ્મચર્યના વ્રતનું પાલન અવશ્ય ક