ભગવાન શિવજી કૈલાશ પર્વત પર રહેતા હોવાનું માનવામાં આવે છે, પર્વતારોહી એ કહ્યું કે જેમ જેમ હું કૈલાશ પર્વતની નજીક ગયો તેમ તેમ….

Posted by

કૈલાશ પર્વતનું ભારતનાં પૌરાણિક ધર્મગ્રંથમાં ખુબ જ ખાસ સ્થાન છે. આ સ્થાનનો ભગવાન શિવ સાથે ઘણો ખાસ સંબંધ છે. ધાર્મિક ગ્રંથો અનુસાર કૈલાસ પર્વતને ભગવાન શિવનું નિવાસસ્થાન બતાવવામાં આવે છે. આ કારણે દર વર્ષે ઘણા શ્રધ્ધાળુઓ આ પવિત્ર જગ્યા પર ભગવાનનાં દર્શન કરવા માટે આવે છે. અમુક માન્યતા એવું પણ કહે છે કે ભગવાન શિવ આજે પણ આ પર્વત પર પોતાના પરિવાર સાથે રહે છે. આ પર્વતને “સ્વર્ગની સીડી” પણ કહેવામાં આવે છે.

તેની ગણતરી દુનિયાના સૌથી કઠિન પર્વત શ્રુંખલા માં કરવામાં આવે છે. તે તિબ્બત પઠાર  થી લગભગ ૨૨,૦૦૦ ફુટનાં અંતર પર સ્થિત છે. જેના કારણે ચઢવા માટે આ સ્થાનને ઘણું મુશ્કેલ કહેવામાં આવે છે. તિબ્બતમાં સ્થિત કૈલાશ પર્વતની ઉપર હજુ સુધી કોઈ ચઢવામાં સફળ નથી થયું. આ બાબતમાં આવો જાણીએ કૈલાશ પર્વત સાથે જોડાયેલા રહસ્ય વિશે.

ભગવાન શિવનાં  નિવાસસ્થાન કહેવા વાળી જગ્યા પર ઘણા પર્વતારોહીઓએ ચઢવાની કોશિશ કરી, પરંતુ તેઓ તેમાં તેમને સફળતા મળી નહીં. રશિયાનાં એક પર્વતારોહી સરગે સિસ્ટીયાકોવ કૈલાશ પર્વતની ખુબ જ નજીક સુધી પહોંચી ગયા હતા. તેમણે પોતાના એક ઇન્ટરવ્યુમાં બતાવ્યું, “જેવો જ હું આ પર્વતની નજીક પહોંચ્યો, મારા હૃદયનાં ધબકારા ખુબ જ ઝડપી થઈ ગયા હતા.”

આગળ તેઓ કહે છે, “આ દરમિયાન મને ઘણી કમજોરી અનુભવ થઇ રહી હતી. તેને જોતાં મે પરત ફરી જવાનો નિર્ણય લીધો. જેમ હું નીચેની તરફ વધ્યો ધીરે-ધીરે મારા સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગ્યો.” કંઈક આ રીતનો અનુભવ એક બીજા પર્વતારોહી કર્નલ આર. સી. વિલ્સને પણ શેર કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે જેવા તેઓ કૈલાશ પર્વત નજીક પહોંચ્યા, અચાનક જ ઝડપથી બરફનો વરસાદ થવા લાગ્યો, જેણે તેમનો રસ્તો રોકી દીધો અને તેમને આગળ જવા દીધા નહીં.

તમને જણાવી દઈએ કે ક્લાસ પર્વત પર ૭ પ્રકારની લાઈટ ચમકે છે. ઘણા લોકોએ આ લાઈટને ચમકતા જોઈ હોવાનો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આવું પર્વતનાં ચુંબકીય બળને કારણે થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ જગ્યા પર પુણ્ય આત્માનો નિવાસ છે.

ઘણા વૈજ્ઞાનિકોએ પોતાના અધ્યયનમાં જોયું છે કે આ જગ્યા પર એક અલૌકિક ઉર્જાનો પ્રવાહ છે. જેના કારણે ઘણા તપસ્વી આ પવિત્ર સ્થાન પર આધ્યાત્મિક ક્રિયાઓ કરે છે. જેથી તેમને સમાધિનો અનુભવ મળી શકે. એટલું જ નહીં કૈલાશ પર્વતની આકૃતિ પણ એક રહસ્યનો વિષય છે. આ પર્વતનો આકાર એક પિરામિડની જેમ દેખાય છે. કહેવામાં આવે છે કે કૈલાશ પર્વત ધરતીનું કેન્દ્ર બિંદુ છે. ઘણા લોકો આ જગ્યાને ભૌગોલિક ધ્રુવ માને છે.

લોકોનું કહેવાનું છે કે કૈલાસ માન સરોવર ની આસપાસ ડમરૂ અને ઓમ નાં ઉચ્ચારણ ની ધ્વનિ સંભળાય છે. માન્યતા છે કે આવું ભગવાન શિવનાં નિવાસ્થાન હોવાના કારણે થાય છે. જોકે હજુ સુધી તેના રહસ્યથી કોઈ પડદો ઉઠયો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *